આ અભિનેત્રીએ આટલા કરોડ રૂપિયામાં વેચ્યો પોતાનો આલિશાન બંગલો, પતિ પણ છે મલ્ટિનેશનલ કંપનીનો CEO

હાલમાં જ સમાચાર મળ્યાં છે કે માયા અલઘ બ્રિટિશ મિસ્ટરી થ્રિલર ‘ગિલ્ટ’માં જોવા મળશે. આ શોમાં જયદીપ અહલાવત અને મોહમ્મદ ઝિશાન ઐયુબ લીડ રોલમાં જોવા મળશે. આ સાથે શોમાં ટીના દેસાઈ, શ્રુતિ સેઠ, માયા અલઘ, મુગ્ધા ગોડસે અને સતીશ કૌશિક પણ જોવા મળશે. હાલમાં માયા અલઘ એક બીજી બાબતથી પણ ચર્ચામાં આવી છે. જાણવા મળ્યું છે કે બોલિવૂડ એક્ટ્રેસ માયા અલઘે તેમનો એક બંગલો 13.65 કરોડ રૂપિયામાં વેચ્યો છે જે 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે.

image source

આ બંગલો વિશે વિગતે વાત કરીએ તો આ આલીશાન બંગલો હવે 13.65 કરોડ રૂપિયામાં વેચાઈ ચૂક્યો છે અને માયા અલઘનો આ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે.

image source

આ સાથે તેમાં બિલ્ડ અપ એરિયા 40, 100 સ્કેવર ફૂટનો છે. આ બંગલાની ડીલ 15 જુલાઇ 2021માં રજિસ્ટર્ડ થઇ છે. આ સાથે જણાવા મળ્યું છે કે આ બંગલો એશ્વર્ય ક્રિષ્ન ગોયલ અને તેના પરિવારે ખરીદી લીધો છે. વાત કરવામાં આવે આ બંગલોનાં પ્રોપર્ટીના ડોક્યમેન્ટ મુજબ તેની કિંમત વિશે તો આ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે.

image source

વાત કરીએ તેની લોકેશન વિશે તો આ આલીશાન બંગલો બંગાલૂરૂના જૂના એરપોર્ટ પાસે આવેલો છે. માયા અલઘ બ્રિટેનિયા કંપનીના એક્ઝ્યુક્યુટિવ મેનેજર રહી ચૂકેલા સુનિલ અલધની પત્ની છે. મળતી માહિતી મુજબ આ વિલા એ જ પ્રોજેક્ટમાં સ્થિત છે. જ્યાં બિગબાસ્કેટના સહ-સ્થાપકે મિલકત ખરીદી હતી. બિગબાસ્કેટના સહ-સ્થાપક અભિનય ચૌધરીએ આ અગાઉ 12.25 કરોડ રૂપિયામાં બેંગલુરુના પ્રાઈમ લોકેશન એપ્સીલોનમાં 9,716 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો.

image source

માયા અલઘ વિશે વાત કરવામાં આવે તો તે એક ફેમસ એક્ટ્રેસ છે. માયા અલધે કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. પ્રોમિસ ટૂૂથપેસ્ટની એડથી આ ચેહરો ફેમસ બન્યો હતો. તે અત્યાર સુધીમાં અનેક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે જેમાં કૈસા હૈ પ્ચાર હૈ, નૂરજહાં, ઘૂટન, જય હનુમાન, અંદાજ, હીના, કિટી પાર્ટી, ક્રાન્તિ, ગ્રેટ મરાઠા, ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન, છોટી બડી બાતે, કવિતા વગેરેમાં કામ કરી ચકી છે. આ સિવાય જાન, મેરા જીવન સાથી, પેઇઝ 3, લોક કારગિલ, અંદાજ, તલાશ, વજૂદ, સનમ, કચ્ચે ધાગે,અલબેલા, રહેના હૈ તેરા દિલ મે, મુઝસે દોસ્તી કરોંગે સહિત 15થી વધુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેની દીકરી અનજોરી અલઘ પણ આ ક્ષેત્રે આગળ વધી છે.

Related Posts

0 Response to "આ અભિનેત્રીએ આટલા કરોડ રૂપિયામાં વેચ્યો પોતાનો આલિશાન બંગલો, પતિ પણ છે મલ્ટિનેશનલ કંપનીનો CEO"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel