Health Tips: ગરમીમાં ખાસ ખાઓ ચણીબોર જેવી દેખાતી આ વસ્તુ, નહિં લાગે લૂ અને રહેશો એકદમ ફિટ

મિત્રો, ફાલસા એ તમારા માટે એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. પેટદર્દની સમસ્યાને દૂર કરવા માટે ૩ ગ્રામ સેકેલા અજમાને ૨૫-૩૦ ગ્રામ ફાલસાના રસમા ઉમેરી તેને થોડો ગરમ કરો અને ગરમ થઈ ગયા પછી આ મિશ્રણનુ સેવન કરો. તેના સેવનથી તમને પેટદર્દમાંથી તુરાન્ત્ય રાહત મળી શકે છે .

image source

ગરમીની ઋતુમા આ ફળનો સ્વાદ માણવો એક લાહવો છે. મે માસની પ્રચંડ ગરમીમા ઠંડક પ્રદાન કરતા આ ફળની ખેતી ખૂબજ ઓછા પ્રમાણમા થાય છે. અગાઉ આ ફળના ઢગલા બજારમા જોવા મળતા હતા પરંતુ, થોડાક વર્ષોથી તેની ખેતી ઓછી થતા તે બજારમા દેખાતા ખુબ જ ઓછા થઈ ગયા છે. આ ફળ મૂળ દક્ષિણ એશિયામા ભારત, પાકિસ્તાન અને કંબોડિયામા પાકતુ ફળ છે.

image source

આ ફળનુ સેવન કરવાથી હ્રદય સાથે સંકળાયેલ બીમારીઓ થવાનુ જોખમ ઘટી જાય છે. આ ફળમા પુષ્કળ માત્રામા એક્સિઓક્સીડેંટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયરન વગેરે મળી રહે છે. આ ફળનુ સેવન કરવાથી ગરમીની ઋતુમા લૂ પણ લાગતી નથી..

image source

આ ફળના ખાટા-મીઠા સ્વાદને લીધે લોકો તેને ખાવાનુ ખુબ જ પસંદ કરે છે. આ ફળ મુખ્યત્વે ગરમીની ઋતુમા જ જોવા મળે છે. આ ફળની તાસીર ઠંડી હોવાને લીધે તે ગરમીની ઋતુમા પણ શરીરને ઠંડક પહોંચાડે છે. તો ચાલો આ ફળના સેવનથી થતા અમુક લાભ વિશે માહિતી મેળવીએ.

image source

આ ફળમા સમાવિષ્ટ પોષકતત્વો તમને ગરમીમા લાગતી લૂ ની સમસ્યા સામે રક્ષણ અપાવી શકે છે. આ ફળનુ સેવન કરવાથી તેમને ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો આ બધી જ્સંસ્યાઓ સામે રાહત મળે છે. નિયમિત નાસ્તામા આ ફળનુ સેવન કરવાથી તમને ચિડીયાપણાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જો તમને તડકાની સમસ્યાથી એલર્જી છે તો આ ફળ તેના નિદાન માટે ખુબ જ અસરકારક ઈલાજ સાબિત થાય છે.

image source

નિયમિત આ ફળ ખાવાથી લોહીને લગતી સમસ્યાઓમા રાહત મળે છે. આ ફળમા સમાવિષ્ટ વિટામીન-સી ના કારણે આપણા શરીરમા લોહી સાફ થઇ જાય છે અને રક્તવિકારની સમસ્યા દૂર થાય છે. એક માસ સુધી નિયમિત આ ફળ ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત થઈ જાય છે.

image source

ગરમીની ઋતુમા આ ફળનુ સેવન તમને ખીલની સમસ્યાથી તુરંત મુક્તિ અપાવે છે. માત્ર આ ફળ જ નહી પરંતુ, તેના પાંદડા પણ બીમારીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમને પણ કોઈપણ પ્રકારના ખીલની સમસ્યા થઇ હોય અથવા તો ચામડીની બળતરા હોય અથવા તો ચહેરા પર દાગ પડી ગયા હોય તો આ ફળના પાન આખી રાત પલાળી રાખો અને ત્યારબાદ તેને પીસીને લગાવો તો તમને લાભ મળી શકે છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

Related Posts

0 Response to "Health Tips: ગરમીમાં ખાસ ખાઓ ચણીબોર જેવી દેખાતી આ વસ્તુ, નહિં લાગે લૂ અને રહેશો એકદમ ફિટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel