અક્ષયથી લઈને અનુપમા સુધી આ સ્ટાર્સ આવ્યા કોરોનાની ઝપેટમાં, જાણો તમારી પસંદના 61 કલાકારોના નામ
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે સામાન્ય માણસથી લઈને બોલિવૂડ અને ટેલિવૂડના સ્ટાર્સ પણ કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવવાથી બાકાત રહ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોથી તમે અનેક નામી કલાકારોના પોઝિટિવ થવાના સમાચાર સાંભળી રહ્યા છો. તો આજે જાણો તમારી પસંદના કયા કલાકારો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે.
બોલિવૂડના કુલ 31 અને ટેલિવૂડના 30 કલાકારોને કોરોના થઈ ચૂક્યો છે. આ તમામ કલાકારો છેલ્લા 3 મહિનામાં કોરોના ગ્રસ્ત થયા છે.
કેટરિના કૈફ

હાલમાં જ કેટરિનાના પોઝિટિવ થવાના સમાચાર આવ્યા છે. આ પહેલા કથિત બોયફ્રેન્ડ વિક્કી કૌશલ પણ પોઝિટિવ હોવાના સમાચાર આવી ચૂક્યા છે. આ કારણે વિક્કીની ફિલ્મ ‘મિસ્ટર લેલે’નું શૂટિંગ અટકી પડ્યું છે. આ બંને હોમ ક્વોરન્ટાઈન છે.
અક્ષયકુમાર

તે જ્યારે રામસેતુના શૂટિંગમાં હતા ત્યારે તેમનો ટેસ્ટ સેટ પર કરાયો અને તે પોઝિટિવ આવ્યા. પહેલા હોમ ક્વોરન્ટાઈન થયા અને તબિયત બગડતા હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સેટ પર અન્ય 45 જૂનિયર આર્ટિસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
સીમા પાહવા

આલિયા ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ઘરમાં ક્વોરન્ટાઈન છે. આ પહેલા તેના પ્રેમી રણબીર કપૂરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાના સમાચાર આવ્યા હતા. આ સિવાય ગંગુબાઈ..ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. તેઓ રિપોર્ટ આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન થયા છે. અને તેમના વિના શૂટિંગ ચાલુ રખાયું છે.
ગોવિંદા

કોલકત્તાની એક ઈવેન્ટમાં ગયા બાદ ગોવિંદાને કોરોના થયો હતો અને તેનો ચેપ તેની પત્ની સુનિતાને પણ લાગ્યો હતો. બોડી પેન અને શરદીની ફરિયાદ સાથે તેઓ હોમ આઈસોલેશનમાં છે
મિલિંદ સોમણ
ફિટનેસને અપાર પ્રેમ કરનારો મિલિંદ સોમણ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ આવ્યો છે. તેનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ચૂક્યો છે.
બપ્પી લહેરી

સિંગર બપ્પી લહેરીને કોરોના થતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેમની તબિયતમાં હવે થોડો સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
ભૂમિ પેડનેકર
ભૂમિ પેડનેકરે પોતાના પોઝિટિવ હોવાની જાણ ફેન્સને ટ્વિટ કરીને કરી હતી. તે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહી છે.
આમિર ખાન, વિરાફ પટેલ અને સલોની અરોરા

આમીરખાન ગયા મહિને પોઝિટિવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ જાને ના..સ્ક્રીનિંગમાં તે પોઝિટિવ આવ્યો હતો. તેણે હોમ આઈસોલેશનમાં સારવાર લીધી. આ સિવાય અહીં કામ કરી રહેલા વિરાફ પટેલ અને સલોની અરોરા પણ પોઝિટિવ આવ્યા અને હોમ આઈસોલેશનમાં છે.
આર.માધવન
આમિરખાન બાદ આર માધવનને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. તેઓ પણ હોમ આઈસોલેશનમાં છે.
અમીન હાજી
આમિર ખાન, વિરાફ પટેલ અને સલોની અરોરા બાદ તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા.
ફાતિમા સના શેખ
ફાતિમા સના શેખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ આઈસોલેશનમાં છે. તેમની સ્મેલ અને ટેસ્ટની શક્તિ ખતમ થઈ છે.
કાર્તિક આર્યન

ગયા મહિને કાર્તિક આર્યન ફિલ્મ ભૂલ ભૂલૈયા 2ના શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યારે તેને કોરોના થયો હતો. કાર્તિક હોમ આઈસોલેશનમાં રહ્યો હતો.
સિદ્ધાંત ચતુર્વેદી
ગયા મહિને બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આશિષ વિદ્યાર્થી
કોરોના પોઝિટિવ હોવાની સાથે દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ હતો. હાલમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
શ્વેતા ત્રિપાઠી

2 મહિના પહેલાં જ તે પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેના પતિ પણ પોઝિટિવ આવ્યા અને બંને ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યા. 14 દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે હવે શૂટિંગમાં વ્યસ્ત છે.
મનોજ વાજપેયી
બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયી ડિસ્પેચના શૂટિંગમાં વ્યસ્ત હતો. ફિલ્મના ડિરેક્ટર પોઝિટિવ આવ્યા બાદ તેઓ પોઝિટિવ થયા છે. હજુ પમ તેઓ નેગેટિવ થયા નથી.
સતીશ કૌશિક અને દીકરી વંશિકા
આ બંને ગયા મહિને પોઝિટિવ આવ્યા હતા. બંનેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓ પરત આવી ગયા છે.
પરેશ રાવલ

પૂર્વ સાંસદ અને એક્ટર પરેશ રાવલે કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ લીધો અને ગણતરીના કલાકમાં પોઝિટિવ આવ્યા બાદ હોમ આઈસોલેશનમાં છે.
તારા સુતારિયા

સ્ટુડન્ટ ઓફ ધ યર2થી ફેમસ થયેલી તારા સુતારિયા ગયા મહિને પોઝિટિવ આ વી અને હોમ ક્વોરન્ટાઈનમાં રહ્યા બાદ નેગેટિવ આવી ચૂકી છએ.
આ સિવાય રોહિત સરાફ, વિક્રાંત મેસી, ઋત્વિક ભૌમિક, વિક્રમ ફડનીસ પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. રમેશ તૌરાણી પણ હોમ ક્વોરન્ટાઈનમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેઓએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે છતાં તેઓ પોઝિટિવ આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "અક્ષયથી લઈને અનુપમા સુધી આ સ્ટાર્સ આવ્યા કોરોનાની ઝપેટમાં, જાણો તમારી પસંદના 61 કલાકારોના નામ"
ટિપ્પણી પોસ્ટ કરો