મહામારીમાં ઘરેલૂ ઉપાયોથી રહો તંદુરસ્ત, આ ચીજોની મદદથી વધશે તમારી ભૂખ
તમે અનેક લોકોને કહેતા સાંભળ્યું હશે કે આજકાલ ભૂખ લાગતી નથી. પણ વધારે ખાવાનું મન પણ કરતું નથી. જો તમને પણ સમયસર ભૂખ લાગતી નથી તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકો છો. અનેક લોકો એવા હોય છે જેમને ખાવાનાની સ્મેલ અને ખાવાનું જોઈને ભૂખ લાગે છે. તો અનેક વાર પેટની સમસ્યાના કારણે ભૂખ ખતમ થઈ જાય છે. એવામાં અનેક વાર લોકો નબળાઈ અનુભવવા લાગે છે. તો જાણી લો કેટલાક ઉપાયો જેનાથી તમે તમારી ભૂખ વધારી શકો છો.
ત્રિફળા ચૂર્ણ
ત્રિફળાનું ચૂરણ એક રામબાણ ઈલાજ છે. અનેક લોકો તેને કબજિયાતને માટે ઉપયોગમાં લે છે. જો તમે પણ સમય સર ભૂખનો અનુભવ કરતા નથી તો તમે આ ચૂરણને હૂંફાળા દૂધમાં મિક્સ કરીને પી શકો છો. તેનાથી તમારી ભૂખ વધશે.
ગ્રીન ટીનું કરો સેવન
ગ્રીન ટી ભૂખ વધારવાનો બેસ્ટ ઉપાય છે. તેના નિયમમિત સેવનથી ફક્ત ભૂખ વધતી નથી પણ અનેક બીમારીમાં પણ રાહત મળે છે. તમે સવાર સાંજ ચા પસંદ કરો છો તો તમે આ ગ્રીન ટી પીવાનું શરૂ કરો. શિયાળામાં અનેક લોકો ગ્રીન ટીનો ઉપયોગ કરે છે.
લીંબુ પાણી

શિયાળામાં ખાસ કરીને લોકો પાણી પીવાનું ઘટાડે છે જે યોગ્ય નથી. શિયાળામાં પૂરતા પ્રમાણમાં શરીરને પાણીની જરૂર રહે છે. જો તમે નિયમિત રીતે આ સીઝનમાં પાણી પીઓ છો તો તમારી ભૂખ વધે છે અને પાણીની ખામી પણ રહેશે નહીં. તમે આ સમયે 1-2 વાર લીંબુ પાણી પણ પી શકો છો.
અજમો

અજમો ફાકી જવાથી પેટ સંબંધી સમસ્યામાં રાહત મળે છે અપચો, ભૂખ ન લાગવાની સમસ્યામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પેટ પણ સાફ રહે છે. તેને પહેલા થોડું શેકી લો અને પછી ભૂખ ન લાગી રહી હોય તો દિવસમાં 1-2 વાર તેનું સેવન કરો.
જ્યૂસ

જો તમને સમયસર ભૂખ લાગતી નથી તો પછી કંઈ ખાવાનું મન થતું નથી તો તમે જ્યૂસ પી શકો છો. ધ્યાન રાખો કે તેનું સેવન કરતા સમયે જ્યૂસમાં નોર્મલ મીઠું કે સિંધવ મીઠું મિક્સ કરો. તેનાથી પેટ સાફ રહે છે અને ભૂખ પણ લાગે છે.
0 Response to "મહામારીમાં ઘરેલૂ ઉપાયોથી રહો તંદુરસ્ત, આ ચીજોની મદદથી વધશે તમારી ભૂખ"
ટિપ્પણી પોસ્ટ કરો