આ 27 રાજ્યોમાંથી કોરોનાને લઇને આવ્યા એકદમ રાહતના સમાચાર, આ આંકડાઓ જાણીને તમને પણ થશે હાંશકારો
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા કોરોના વાઇરસના નવા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 4 લાખને પાર પહોંચી છે. ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 97 લાખની નજીક પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે 91.39 લાખથી વધારે કોરોનના દર્દીઓ કોરોનાને હરાવીને સાજાથઈ ચૂક્યા છે. દેશમાં હવે કોરોનાના 4 લાખથી પણ ઓછા એક્ટિવ કેસ છે.
સાજા થવાનો દર 94 ટકાથી વધારે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 94 ટકાથી વધારે છે. ત્યારે ડેથ રેટ 1.45 ટકા છે. જુલાઈ બાદથી ડિસેમ્બરમાં 4 લાખથી ઓછા એક્ટવ કેસ નોંધાયા છે.
આ 27 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 હજારથી ઓછા એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશના 27 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના 15 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. આ રાજ્યોમાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ, પોન્ડિચેરી, સિક્કિમ , ત્રિપુરા, લદ્દાખ, આસામ, ઓડિશા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગોવા, પંજાબ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતનો સામિલ છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 3.15 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના કેસમાં રાહતના સમાચાર છે. રાજધાનીમાં સોમવારે સતત બીજા દિવસે રિકવરી રેટ 94 ટકાથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં લગભગ 1674 દર્દી સામે આવ્યા છે. જ્યારે 63 દર્દીઓના મોત થાય છે. દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ચાલું આંકડા મુજબ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 3.15 ટકા છે.
હરિયાણામાં અત્યાર સુધી 2600 થી વધારે લોકોના મોત થયા
હરિયાણામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2,45,288 થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 2611 કોરોનાના દર્દીના જીવ ગયા છે. હરિયાણામાં સ્વસ્થ થવાનો દર 93.99 ટકા છે.
મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ

મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,15,957 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 3347 થઈ ગઈ છે. પ્રદેશમાં કુલ 2,15,957 સંક્રમિતોમાં અત્યાર સુધી 199167 દર્દીઓ કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે.
ઝારખંડમાં કોરોનાથી 988 લોકોના મોત

ઝારખંડમાં કોરોનાથી મરનારાની સંખ્યા 988 થઈ ગઈ છે. જ્યારે સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને હવે 110457 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાણકારી રિપોર્ટ અનુસાર રાજ્યમા 107710 કોરોનાના દર્દી અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે.વિશ્વમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં 2,279,879 દરદીઓ સામે આવ્યા છે, જ્યારે બ્રાઝિલમાં 1,083,341 તો રશિયામાં 583,879 ચેપગ્રસ્ત દરદીઓ નોંધાયા છે. આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે. ભારતમાં અત્યાર સુધી 410,461 દરદીઓ નોંધાયા છે.મૃતાંકની વાત કરીએ જ્યાં સૌથી વધુ કેસો નોંધાયા છે, એ અમેરિકામાં મૃત્યુ પણ સૌથી વધુ થયાં છે. અહીં કુલ મૃતાંક 119,959 થઈ ગયો છે. જ્યારે એ બાદ બ્રાઝિલમાં 50,591 મૃત્યુ થયાં છે. આ યાદીમાં બ્રિટન ત્રીજા ક્રમે છે. બ્રિટનમાં કુલ મૃતાંક 42,717 થયો છે. એ બાદ ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.યુનિવર્સિટીના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને પગલે અત્યાર સુધી 13,254 મૃત્યુ થયાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ 27 રાજ્યોમાંથી કોરોનાને લઇને આવ્યા એકદમ રાહતના સમાચાર, આ આંકડાઓ જાણીને તમને પણ થશે હાંશકારો"
ટિપ્પણી પોસ્ટ કરો