શુ તમે જાણો છો ??? પંખામાં ત્રણ પાંખિયા જ કેમ હોય છે, જાણો તેનુ કારણ ??

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. લોકોએ ગરમીથી છૂટકારો મેળવવાનું શરૂ કરી દીધું છે. લોકો ઘરમાં કુલર્સ અને AC લગાવી રહ્યા છે. પંરતુ તમે જેની નીચે બેસી પોતાનો પરસેવો સુકાવો છે એ પંખાને જોયા પછી ક્યારેય તમારા મનમાં સવાલ ઉભા થયા છે ખરા ?
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે રૂમની છત પરથી લટકતા આ પંખામાં ત્રણ જ પાંખિયા કેમ હોય છે ?
ભારતમાં મોટાભાગે પંખામાં ત્રણ પાંખિયા જ હોય છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પાંચ પાંખિયા પણ હોય છે. ત્યારે ચાલો જાણીએ ત્રણ પાંખિયા પાછળું કારણ
તકનીકી રીતે એવું માનવામાં આવે છે કે, પંખામાં જેટલા ઓછા પાંખિયા હોય તેમ તેની હવા ફેંકવાની ક્ષમતા વધે છે. એક સંશોધન મુજબ, સારી હવા ફેંકવા માટે ત્રણ પાંખિયાને યોગ્ય માનવામાં આવે છે. વધુ પાંખિયા રાખવાથી મોટર પર દબાણ પડે છે અને હવા ફેંકવાની ક્ષમતાને અસર પડે છે.
જોકે ઘણી જગ્યાએ ડિઝાઈન પર્યાવરણ પર પણ આધારિત હોય છે. યુ.એસ., કેનેડા અને અન્ય ઠંડા હવામાન ધરાવતા દેશોમાં ચાર પાંખિયા વાળા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારત એક ગરમ દેશ છે. અહીં ત્રણ પાંખિયાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, તે ઝડપથી ફરે છે અને કોઈ અવાજ કરતો નથી. ત્રણ પાંખિયા હોવાથી વીજળી પણ ઓછી વપરાય છે અને તે લોકોના બજેટમાં ફિટ પણ થાય છે
0 Response to "શુ તમે જાણો છો ??? પંખામાં ત્રણ પાંખિયા જ કેમ હોય છે, જાણો તેનુ કારણ ??"
ટિપ્પણી પોસ્ટ કરો