ગોવિંદાની ભાણેજ આરતી સિંહ માલદિવમાં લઈ રહી છે વેકેશન નો આનંદ, તેની બોલ્ડ અને હોટ તસવીરો થઇ વાયરલ…

Spread the love

ગોવિંદા બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. ચાહકો આજે પણ તેને જોવાનું પસંદ કરે છે. હવે ગોવિંદા વિશે તો તમે ઘણું બધું જાણો છો. પરંતુ આજે અમે તમને ગોવિંદાની ભાણેજ આરતી સિંહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જોકે આરતી લાંબા સમયથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતી, પરંતુ તેને સાચી ઓળખ બિગ બોસ 14 માં મળી. તે આ શો ભલે જીતી ન શકી પરંતુ આ સમય દરમિયાન તેણે તેના ઘણા ચાહકો બનાવ્યા છે. 36 વર્ષની આરતી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 12 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

આરતી તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ દિવસોમાં તે માલદીવ પર તેની રજાઓનો આનંદ માણી રહી છે. ચાહકો પણ અહીં તેમની બોલ્ડ અને સુંદર સ્ટાઈલને જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા છે. માલદીવ પર આરતી તેના બિકીની લુકથી ધૂમ મચાવી રહી છે. તેની તસવીરો ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.

કેટલીકવાર તે બ્લુ બિકિનીમાં બીચ પર પોઝ આપતી જોવા મળે છે તો ક્યારેક ગ્રીન બ્રા પેન્ટીમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટ કરતી જોવા મળી રહી છે. બિકીની પહેરીને આરતી ખૂબ જ સેક્સી લાગી રહી છે. તેનો આ હોટ લૂક જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે લોકો આરતીને આટલા બોલ્ડ લૂકમાં જોતા નથી પરંતુ આ વખતે તેણે પોતાના લુકથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

આરતીની આ તસવીરો પર ચાહકોની ખૂબ કમેન્ટ્સ આવી રહી છે. લોકો તેમની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. એક યુઝરે કમેન્ટ કરી કે ‘વાહ આરતી, તમે 36 વર્ષની ઉંમરે પણ આટલી હોટ કેવી રીતે દેખાઈ શકો છો?’ બીજા એક યુઝરે લખ્યું કે ‘આરતી સિંહ તમારી સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.’ બસ આ રીતે અન્ય ઘણી કમેન્ટ્સ આવી રહી છે.

બિગ બોસમાં આરતીએ તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રાજ ખોલ્યા હતા. તેમણે તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે ઘરના નોકરે તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. આવી સ્થિતિમાં તે ઘરની બારીમાંથી કૂદીને ભાગી હતી અને પોતાની ઈજ્જત બચાવી હતી.

બિગ બોસમાં આરતી અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચેની કેમિસ્ટ્રીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે આરતીનું દિલ સિદ્ધાર્થ પર આવી ગયું હોય. પરંતુ તે શહનાઝ ગિલની નજીક રહેવાનું પસંદ કરતા હતા.

Related Posts

0 Response to "ગોવિંદાની ભાણેજ આરતી સિંહ માલદિવમાં લઈ રહી છે વેકેશન નો આનંદ, તેની બોલ્ડ અને હોટ તસવીરો થઇ વાયરલ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel