આ ભારતીય મહિલાએ પહેલા દિલ જીત્યું હવે એવોર્ડ, મળ્યો ફ્રાન્સનો સૌથી મોટો એવોર્ડ
“ધ લંચબોક્સ” અને “મસાંન” જેવી ફિલ્મના નિર્માણ માટે જાણીતા ઓસ્કર વિજેતા ગુનીત મોંગાને ફ્રાન્સનો સૌથી પ્રતિષ્ઠિત ‘the Chevalier dans l’Ordre des Arts et des Lettres’નો એવોર્ડ મળ્યો છે. ફ્રાન્સના સૌથી મોટા ફ્રેન્ચ નાગરિક સન્માન ફ્રેન્સના વિદેશ મંત્રી દ્વારા 13 એપ્રિલ, 2021 ના રોજ નવી દિલ્હી ખાતે આપવામા આવ્યો હતો.

સાન્યા મલ્હોત્રા અભિનીત ફિલ્મ ‘પગલેટ'(Pagglait) ને ઘણી સફળતા મળી છે. આ ફિલ્મ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને કલાકારોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે ફિલ્મ ‘પેગલેટ’ ના નિર્માતા ગુનીત મુંગા માટે ખુશખબર સામે આવી છે. ગુનીત મુંગાને ફ્રાન્સનો સૌથી મોટો નાગરિક એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પહેલા આ સન્માન અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, નંદિતા દાસ, અનુરાગ કશ્યપ, કલ્કી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા ઉપરાંત હોલીવુડ સ્ટાર મેરિલ સ્ટ્રિપ, લિયોનાર્ડો ડીકપ્રિયો, બ્રુસ વિલિસને આપવામાં આવી ચુક્યો છે.

ગુનીત મુંગાને તેની તાજેતરની હિટ ફિલ્મ ‘પગલેટ’ની નોંધપાત્ર સફળતા માટે નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી નવાજવામાં આવી રહી છે. ગુનીત મુંગા એ ભારતીય નિર્માતાઓમાંના એક છે જેમણે બાફ્ટા એવોર્ડ (ફિલ્મ લંચ બોક્સ) માટે નોમિનેશન મળી ચુક્યું છે, જે પોતે એક મોટી ઉપલબ્ધિ છે. તે સિખ્યા એન્ટરચેન્ટમેન્ટની સ્થાપક છે. જે ધ લંચબોક્સ, ગેંગ ઓફ વાસેપુર, મસાન, ઝુબાન જેવી કેન્ટેટ પ્રેરિત ફિલ્મ્સને આગળ વધારવા માટે કામ કરે છે. તેની કેન્ટેન્ટ ડ્રિવેન શોર્ટ ફિલ્મ ‘Period, End of Sentence’ ઓસ્કારની રેસ પણ સફળતા પુર્વક પાર કરી ચુકી છે.
ફિલ્મમેકર ગુનીત મોંગાની ચર્ચા ફક્ત બોલિવૂડમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેની ક્ષમતાની ચર્ચા થઈ રહી છે. દમદાર કહાની સાથે સફળ ફિલ્મને રજૂ કરવી, ગુનીત મુંગા તેને સારી રીતે જાણે છે. વિશ્વભરની ભારતીય મહિલાઓની થીમને પ્રોત્સાહન આપવા માટે ગુનીત મુંગાએ તાજેતરમાં ‘ઈન્ડિયન વિમેન રાઇઝિંગ’ ની સહ-સ્થાપના કરી હતી. જેણે ઓસ્કારમાં સમીક્ષકો દ્વારા વખાણાયેલી ટૂંકી ફિલ્મ ‘બીટ્ટુ’ ચલાવવાનું સમર્થન કર્યું હતું.
નોંધનિય છે કે, ફ્રાન્સ દ્વારા મળેલા આ પ્રતિષ્ઠિત અવોર્ડ પછી ગુનીતનો મજબૂત ફિલ્મો બનાવવાનો નિર્ણય વધારે દૃઢ બન્યો છે. આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘શરૂઆતમાં હું લોકોની ઇચ્છા પ્રમાણે કામ કરતી હતી પણ દિવસના અંતે આત્મસંતોષ ન હોતો મળતો. ત્યાર બાદ 2014 અને 2016ની વચ્ચે હું ભારે ડિપ્રેશન અનુભવતી હતી. તો બીજી તરફ ફિલ્મોની સફળતા પણ મને ખુશી નહોતી આપતી. ત્યાર બાદ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ રાખવુ છે કે નહીં એ નિર્ણય લેવા માટે મેં એક બ્રેક લીધો.

નોંધનિય છે કે આ બ્રેક પછી મારે શું કરવું છે એ વિશે હું સ્પષ્ટ બની. ત્યાર બાદ ગુનીતની છેલ્લી બે ફિલ્મો સ્ટ્રમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે અને એને સારી સફળતા પણ મળી છે. નોંધનિય છે કે, ગુનીત હવે એવી ફિલ્મોમાં જ કામ કરવા ઇચ્છે છે જેની સમાજ પર નક્કર અસર પડે. ગુનિત માને છે કે ફિલ્મોની સમાજ પર મજબૂત અસર પડે છે અને આ કારણે ફિલ્મ બનાવતી વખતે માત્ર કોમર્શિયલ એન્ગલ ધ્યાનમાં રાખવાને બદલે એવી કહાનીની પસંદગી કરવી જોઇએ જે સમાજને વધારે મજબૂત બનાવવામાં મદદ કરે. એટલુ જ નહીં ગુનીત ભારતીય મહિલા ફિલ્મમેકર્સ કોઇ એક પ્લેટફોર્મ પર સાથે આવે એ દિશામાં પણ નક્કર પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં મળેલા એવોર્ડની ચારે તરફ ચર્ચા થઈ રહી છે અને લોકો તેમના કામને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
0 Response to "આ ભારતીય મહિલાએ પહેલા દિલ જીત્યું હવે એવોર્ડ, મળ્યો ફ્રાન્સનો સૌથી મોટો એવોર્ડ"
ટિપ્પણી પોસ્ટ કરો