કવિતાએ કહ્યું, મારા પરિવાર માટે મારી નોકરી એ જ બે સમયનું ભોજન
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે તેની સામે લડવા આપણ કોરોના વોરિયર્સ એવા ડોક્ટર અને તેમની સાથે પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવરથી લઈને ઘણા લોકો જીવના જોખમે હાલ કોરોના મહામારીમાં લોકોની મદદમાં લાગેલા છે. આજે આવી જ નિડર યુવતી વાત અમે તમારી સમક્ષ લાવીઆ છીએ. આ યુવતીનું નામ છેકવિતા પટેલ અને તે સુરતની રહેવાસી છે.

જે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ, બ્રેવો વુમન અને મર્દાની બનીને સામે આવી છે. નોંધનિય છે કે જે 182 દિવસથી કોરોનામાં મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહો વચ્ચે રહી રજીસ્ટ્રેશન સાથે પરિવારને અંતિમ દર્શન કરાવવાની જવાબદારી નિભાવી રહી છે અને કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મૃતદેહોને અંતિમવિધિ માટે મોકલી અન્ય યુવતીઓ માટે એક આદર્શ બની ગઈ છે.

નોંધનિય છે કે હાલના સમયમાં લોકો ડેડબોડીને જોતા જ મનમાં ડર પેસી જાય એવા સમયે આ યુવતી અડિખમ બની સેવા આપી રહી છે. નોંધનિય છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ કર્મચારી તરીકે કામ કરતી કવિતા કહે છે કે, આટલુ બધુ દુખ જોઈ હૃદય પણ પથ્થર બની ગયું છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં ચોક્ક્સ ડર લાગતો હતો પરંતુ હવે હુ એમ કહું છું ડર કે આગે જીત હે, પેટ ભરવા માટે કામ તો કરવું જ પડે, પછી એ જીવતા વ્યક્તિઓ સાથે હોય કે મૃતદેહ સાથે. કવિતાએ વધુમાં કહ્યું કે, BA ગ્રેજ્યુએટ બાદ આ પાંચમી નોકરી છે જ્યાં જવાબદારીએ દુનિયાદારીનું ભાન કરાવ્યું અને મજબૂરીએ મજબૂત બનાવી દીધી છે.

કવિતાએ કહ્યું કે, એક વર્ષ પહેલાં સુરત સિવિલ હોસ્પિટલમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યાર બાદ કોરોના મહામારીમાં કેસ વધતા છેલ્લા 6 મહિનાથી કોરોના હેલ્પ ડેસ્ક પર સુપર વિઝન તરીકે કામ કરૂં છું. જેમા કોરોનાથી મોતને ભેટતા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવાનું, મૃતદેહની ઓળખ કરી પરિવારને અંતિમ દર્શન કરાવવાના અને ત્યારબાદ કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કરવાની હાલ જવાબદારી નિભાવી રહી છું. આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાન સમયમાં આ મહામારીમાં અનેક લોકો બેરોજગાર બન્યા છે. તેમણે કહ્યું કે, મારા પરિવાર માટે મારી નોકરી એ જ બે સમયનું ભોજન છે.

નોંધનિય છે કે, કવિતાના ઘરમાં તેમના માતા-પિતા અને ભાઈ-બહેન છે. ભાઈ લગ્ન બાદ અલગ રહેવા ચાલી જતા ઘરની તમામ જવાબદારી કવિતા પર આવી ગઈ. બીએ ગ્રેજ્યુએટ બાદ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા અભ્યાસ છોડી દીધો અને નોકરી કરવા મજબૂર બની.
કવિતાએ તેમના ઘરની પરિસ્થિતિ અંગે વાત કરતા કહ્યું કે, ઘરમાં વૃદ્ધ માતા-પિતા છે. મારા પગારથી મારૂ ઘર ચાલે છે. વધુમાં કહ્યું કે, 8 કલાકની નોકરીમાં ભલે 8 હજાર જ મળે પણ ભૂખ્યા પેટ સૂવું નથી પડતું. નોંધનિય છે કે, ક્યાંય પણ નોકરી કરો, જીવિત વ્યક્તિઓ સાથે કે ડેથ બોડી સાથે, બસ આપણે ક્યાં સુરક્ષિત છે એ ઘણું મહત્વનું છે.

તેમણે ભાર પુર્વક કહ્યું કે, સમગ્ર વિશ્વમાં કામ સાથે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ સરકારી હોસ્પિટલમાં મળે છે. આ સેવા કરીને હું ખુશ છું કે આ મોકો મને મળ્યો અને હું કોઈના આંસુ લુંછવાનું અને કપરા સમયમાં દિલાસો આપવાનું કામ કરી રહી છું.
કવિતાએ કોરોના મહામારી દરમિયાન તેમની નોકરી અંગે વાત કરતા કહ્યું કે, છેલ્લા 6 મહિનાથી માત્ર દર્દ સાથે કામ કરતી હોય એવુ મહેસુસ થઈ રહ્યું છે. તમણે કહ્યું કે, જીવનનો પહેલો પણ કડવો અનુભવ કહી શકાય છે. નોંધનિય છે કે, આ કામગીરી કરતા શરૂઆતમાં ડર લાગતો હતો પણ હવે હૃદય પથ્થર બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, નોકરીના 8 કલાક ક્યાં નીકળી જાય છે એ ખબર નથી પડતી.

તેમણે ઈશ્વરનો આભાર માનતા કહ્યું કે, સતત કોરોના સંક્રમિતોની વચ્ચે રહેવા છતા હજુ ચેપ નથી લાગ્યો. કૃપા છે કે હજી સંક્રમણ નથી થયું. મિત્રો કહે છે તું તો સુરતની મર્દાની છે એટલે જ આ કામ કરી શકે છે. તારી સેવાની તો ભગવાન પણ નોંધ લેતું હશે પછી તને કોઈ વાઇરસ નહીં નડે. આપણે લોકોની મદદ કરીએ તો ભગવાન ચોક્કસ આપણી મદદ કરે જ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કવિતાએ કહ્યું, મારા પરિવાર માટે મારી નોકરી એ જ બે સમયનું ભોજન"
ટિપ્પણી પોસ્ટ કરો