આ મહિલાને સો સો સલામ, એક તરફ પતિનું મોત, પોતે ગર્ભવતી, સાસરિયાએ તરછોડી છતાં બની પોલીસ કોન્સ્ટેબલ
જિંદગીમાં ઉતાર ચઢાવ બધાને આવતાં હોય છે. જે લોકો કપરા સમયનો સામનો કરી આગળ વધી જાય છે તે જ ધારેલું લક્ષય પર પાડી શકે છે. અહીં એક એવી જ મહિલાની કહાની વિશે વાત થઈ રહી છે જેણે પરિસ્થિતિનો હિંમત પૂર્વક સામનો કર્યો અને પોતાનાં લક્ષય સુધી પહોંચી છે. મહિલા ખુબ શરમાળ પ્રકૃતિ અને કોઇની સાથે વાતચીત કરવામાં માત્ર હા અને ના માં માથું હલાવીને જવાબ આપે તેવા સ્વભાવની હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નિમિષા પટેલ આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. જો કે પોલીસ વિભાગમાં જવું અને કેવા સંજોગમાં તે કોન્સ્ટેબલ બની એ પણ તેના ભૂતકાળના જીવન જેટલું જ રહસ્યપ્રદ છે.

મળતી માહિતી મુજબ આ મહિલા ધરમપુરના નાનકડાં એવા ખટાણાં ગામની છે અને તેનું નામ નિમિષા પટેલ છે. તેના પરિવાર વિશે વાત કરીએ તો તેના પિતા વિનુભાઇ પટેલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિનુભાઇને સંતાનમાં એક પુત્રી નિમિષા અને નાનો પુત્ર હતો. પિતાએ મજુરી કામ કરીને બંને સંતાનને પોતાની પિતાએ પોતાનાં બન્ને સંતાનોને શક્તિ મુજબ ભણાવવાનો પ્રયાસ કર્યો. નિમિષાનાં ભૂતકાળ વિશે જાણવાં મળ્યું છે કે અન્ય બાળકીની જેમ નિમિષા પણ સ્વભાવે એકદમ શાંત અને શરમાળ પ્રકૃતિની હતી. જો કે નિમિષા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી.

આ પછી બારમાં ધોરણમાં સારા ટકા સાથે ઉતીર્ણ થયા બાદ શિક્ષકની નોકરી આસાનીથી મળી રહેશે એ આશયથી પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવીને 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે સમયે પીટીસીની માંગ પણ ખુબ વધારે તેથી સમાજમાં પીટીસી થયેલી છોકરી અને દેખાવમાં પણ સુંદર એવી નિમિષાના લગ્ન માટે સારા ઘરના માંગા આવવાના શરૂ થઇ ગયા હતાં. નિમિષાની ઉંમર માત્ર હતી ત્યારે જ ધરમપુરના કાંગવી ગામે રહેતા એક યુવક માટે તેનું માગુ આવ્યું હતું. આ યુવક તે સમયે જ બેંકમાં નોકરી કરતો હતો.
હવે અજય નામનો આ યુવક પરિવારને પણ પસંદ આવ્યો અને બાકી બધું પણ સારું હોવાનાં કારણે નિમિષાનાં લગ્ન ત્યાં કરવાં માટે બધાએ નક્કી કર્યું. આ પછી ફક્ત ગણતરીનાં દિવસોમાં જ લગ્ન પણ લેવાયા. ગામડાંમાં ભણી ગણીને મોટી થયેલી નિમિષા લગ્ન બાદ તેમના પરિવાર સાથે સુરતમાં રહેવા ચાલી ગઇ હતી. નિમિષા અને અજયનું દાંપત્ય જીવન ઉત્સાહ અને આનંદમાં વ્યતિત થઇ રહ્યું હતું. આ પછી બે વર્ષ પછી વિતી ગયાં અને નિમિષાએ પરિવારમાં આવનારા નવા મહેમાનના વધામણાંની ખુશીના સમાચારો આપ્યા.

નિમિષા અને અજયનાં પ્રેમના પ્રતિક સમાન ભગવાનનો એક ઉપહાર જલ્દીથી જ તેમને મળવાનો હતો એ વાતને લઇને નિમિષા તો જાણે ખુશીમાં ધરતી ઉપર પગ જ સમાતો ન હતો. પરંતુ કહેવાયને કે વધારે પડતી ખુશીને ક્યારે નજર લાગી જાય એની ખબર પણ પડતી નથી. આ સમયે એક તરફ નિમિષા માતા બનાવીની મહેચ્છા પરિપૂર્ણ થવાની ખુશી સમાતી ન હતી અને બીજી તરફ અચાનક જ અજયની તબિયત લથડવાં લાગી હતી. મળતી માહિતી મુજબ અજયને કમળો થયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ પછી અજયની તબિયતમાં સુધારો થવાનાં બદલે દિનપ્રતિદિન તેમની તબિયત વધુ બગડતી જતી હતી. ડોકટરે એક દિવસ આ વચ્ચે જણાવ્યું કે અજયને હવે કમળામાંથી કમળી થઇ જતા અને લોહીનું પાણી થવા લાગ્યું છે અને હવે તે બચી શકે તેમ નથી અને અજયનું અવસાન થઈ ગયું. નિમિષા પર તો જાણે આ સમયે આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ થઈ હતી. અજયનાં અવસાન બાદ નિમિષા એકદમ સૂનમૂન રહેવા લાગી. અજયની મરણોત્તર વિધિ પતાવ્યા બાદ નિમિષા પિતાના ઘરે રહેવા માટે આવી ગઇ. અહીં તેણે એક પુત્રને જન્મ આપ્યો. હવે નિમિષાએ મનો મન નક્કી કર્યું કે તે જિંદગીને પોતાના પુત્ર માટે જીવશે.

તે ફરી એકવાર સુરત સાસરમાં રહેવા આવી ગઇ હતી. જો કે અજયના પૂર્વૈ પહેલા જે માન અને સન્માન મળતું હતું એમાં ઉણપ દેખાતી હતી છતાં નિમિષા એ હાર માની નહીં. આ વચ્ચે કોઇક વાર માતા-પિતા દીકરી અને પૌત્રને જોવા માટે સુરત પહોંચતા તો મહેણા ટોળાં મારીને હડધૂતને આઘાત પ્રત્યાઘાત પહોંચાડતા હતા. આ પછી આખરે નિમિષા હમેંશના માટે તેમના પિતાને ત્યાં રહેવા માટે આવી ગઇ. લગ્ન જીવનના માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં વૈધવ્યનો ભાર અને ઉપરથી નવજાત પુત્રના ઉછેર અને ઉજ્જવળ ભવિષ્યની બેવડી જવાબદારી આવી પડી હતી. પરંતુ આ બધી બાબતો હવે તેને ધ્યાનમાં લેવાનું બંધ કર્યું અને ભવિષ્ય માટે શું કરવું તેના પ્લાનમાં લાગી ગઈ.

હજારો દુઃખ વચ્ચે તે નાનકડાં સુખમાં ખુશ થઈને આગળ વધતી રહી. હવે નિમિષાએ પણ નક્કી કરી લીધું હતું કે પુત્રના ભવિષ્ય માટે કુદરત સામે ફરિયાદ કરવાના બદલે પુરૂષાર્થ થકી જિંદગીને વધુ સન્માનિત કરવી જોઇએ. માતાનું ધાવણ ઉપર નિર્ભર પુત્રને નિમિષાએ મા-બાપને જવાબદારી સોંપીને કોલેજમાં એડમિશન લઈ લીધું. તે સમયે સ્થિતિ એવી હતી કે એક તરફ પુત્રના ઉછેરની જવાબદારી સાથે કોલેજના ત્રણ વર્ષ. તેણે દરેક પરિસ્થિતીમાં મક્કમ મન રાખીને આ 3 વર્ષ પૂર્ણ કર્યા અને ફાયનલ ઇયરમાં નિમિષા સારા પર્સેન્ટજ સાથે પાસ પણ થઇ ગઇ હતી.
આ પછી પણ તેનો સંઘર્ષ ચાલુ રહ્યો. હવે ગમે તેમ કરીને નોકરી મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા. આ બધા વચ્ચે એસઆરપી જવાન કલ્પેશ કુરકુટિયાએ નિમિષાને ફિઝિકલી ફિટનેશની તાલીમ આપી. ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત આવતા જ તેણે નક્કી કર્યું કે તે તેમા એપ્લાય કરશે. સખત મહેનતથી લેખિત પરીક્ષા મેરિટ સાથે પાસ કરી લીધી. ત્યારબાદ ફિઝિકલી ટેસ્ટમાં પણ સારો દેખાવ કરીને નિમિષા પોલીસ વિભાગમાં પસંદગી પામી હતી. તેને કરેલાં બધા સંઘર્ષો સફળ થયાં હતાં.

મળતી માહિતી મુજબ હાલ નિમિષા નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે. કહેવાય છે કે આ દુનિયામાં જો કોઇ શ્રેષ્ઠ યોધ્ધા હોય તો એ મા હોય છે. બે વર્ષના માંડ લગ્ન જીવનમાં પતિની છત્રછાયા ગુમાવી અને સાસરિયાના મહેણાં ટોળાને અવગણીને આગળ વધવું ખુબ અઘરી વાત છે. બીજાઓ માટે આજે તે ઉદાહરણ રૂપ બની છે. નિમિષા એક એવી મા છે જેણે પોતાના પુત્ર માટે પોલીસ વિભાગમાં નોકરી કરી રહી છે. તેનો પરિવાર આજે નિમિષા પર ખુબ ગર્વ અનુભવ કરી રહ્યો છે. કોઈ પરિસ્થતિમાં હાર ન માન નારી નિમિષા આજે પોતાનાં પરિવાર અને પુત્ર સાથે સુખેથી જીવન જીવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ મહિલાને સો સો સલામ, એક તરફ પતિનું મોત, પોતે ગર્ભવતી, સાસરિયાએ તરછોડી છતાં બની પોલીસ કોન્સ્ટેબલ"
ટિપ્પણી પોસ્ટ કરો