શું તમે પણ થઇ ગયા છો શરીર પરના ખીલથી હેરાન? તો અજમાવો આ ઉપાય અને નજરે જુઓ પરિણામ…
આપણે મોટેભાગે ચહેરા પર ખીલ આવે ત્યારે પરેશાન થઇ જતા હોઈએ છીએ પરંતુ, તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ખીલ ફક્ત ચહેરા પર જ થાય એવું જરૂરી નથી પરંતુ, તે તમારા શરીરના બીજા ભાગો જેમકે, હિપ્સ, પીઠ, છાતી, ખભા વગેરે જગ્યાઓ પર પણ આવી શકે છે.

જો તમે પણ શરીર પર ખીલની સમસ્યાના કારણે પીડાતા હોવ તો આજે અમુક ટિપ્સ અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. આ ટિપ્સ ખુદ સ્કીનના નિષ્ણાંત દ્વારા આપવામા આવી છે. શરીરના ખીલથી છુટકારો મેળવવા માટેની ટિપ્સ જાણતા પહેલા ચાલો તેમના કારણો વિશે જાણીએ.
શરીર પર ખીલના કારણો :

ચહેરાની માફક શરીર પરના ખીલનું પણ આ જ કારણ છે. જેમાં ઓવરએક્ટિવ ઓઇલ ગ્રંથીઓ, મૃત ત્વચા કોષો, બેક્ટેરિયા વગેરે જેવા કારણો જવાબદાર હોય છે. શરીર પર ઓઈલનું પ્રમાણ વધી જવાને કારણે શરીરના છિદ્રો બંધ થઈ જાય છે અને તેના કારણે શરીર પર બહાર ખીલ નીકળી આવે છે. ધ્યાનમાં રાખો કે, ચહેરાની જેમ શરીરના ઉપરના ભાગમાં પણ ઘણી સેબેસીયસ ગ્રંથીઓ છે, જે શરીરમા સીબમ નામનુ પ્રાકૃતિક તેલ બનાવે છે.
શરીરના ખીલથી છુટકારો મેળવવા માટે સવારે શું કરવું?

દિલ્હીના એક સ્કીન નિષ્ણાંતના મત મુજબ તમારે સવારે આ અમુક ટિપ્સ અપનાવવી જોઈએ જેમકે, ઠંડા પાણીથી સ્નાન કરો, અઠવાડિયામાં ત્રણ વખત સેલિસિલિક એસિડથી શરીરને સાફ કરો. હાથની મદદથી શરીરને ટુવાલથી થોડું સુકાવો. શરીર પર નોન-કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

આ સિવાય તમે તમારા ખોરાકમાં પણ અમુક પ્રકારની સાવચેતીઓ રાખો કારણકે, ઘણીવાર અમુક પ્રકારના ખોરાકનુ સેવન થવાના કારણે બોડીમાં વાઈરલ ઇન્ફેકશન આવી જતુ હોય છે અને તેના કારણે જ તમારા શરીરની ચારેય તરફ ખીલ પણ નીકળી આવતા હોય છે માટે શક્ય બને ત્યાં સુધી બહારનું ભોજન ખાવાનું ટાળો અને ઘરનું શુદ્ધ અને શાકાહારી ભોજન કરો.
0 Response to "શું તમે પણ થઇ ગયા છો શરીર પરના ખીલથી હેરાન? તો અજમાવો આ ઉપાય અને નજરે જુઓ પરિણામ…"
ટિપ્પણી પોસ્ટ કરો