જો મેળવવા છે ઘાટા અને આકર્ષક વાળ તો આજે જ અજમાવો આ ઉપાય અને નજરે જુઓ પરિણામ…

પરસેવો અને ભેજ ચિપચિપા વાળના મુખ્ય કારણો છે. ક્યારેક આ વાળમાંથી દુર્ગંધ આવવા લાગે છે. પરસેવો અને ઓઈલને કારણે માથાની ચામડીમાં ખંજવાળ આવે છે. આ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આપણે અઠવાડિયામાં બે વાર વાળ ધોવા જોઈએ પરંતુ, આટલા કેમિકલ વાપરવાની અસર વાળ પર સ્પષ્ટપણે દેખાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ વધવા લાગે છે.

image source

ચોમાસાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન હોય છે.આવી સ્થિતિમાં જો તમે તમારા વાળને ચિપચિપા થવાથી બચાવવા માંગો છો તો તમે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાયોની કોઈપણ પ્રકારની આડઅસર રહેતી નથી. આ માટે તમારે ફુદીનો અને લીંબુની જરૂર પડશે. આ બંને વસ્તુઓ વાળની સ્ટીકીનેસ દૂર કરશે અને સાથે-સાથે જ વાળનો ગ્રોથ પણ વધશે.

image source

ફુદીનો-લીંબુ હેર માસ્ક બનાવવાની સામગ્રી :

લીંબુનો રસ : ૧ બાઉલ, ગ્રીન ટી બેગ : ૨ નંગ, ફુદીનાના પાન : ૬-૭ નંગ, પાણી : જરૂરીયાત મુજબ

ફુદીનો-લીંબુ હેર માસ્ક બનાવવાની રીત :

આ પેસ્ટ તૈયાર કરવા માટે સૌથી પહેલા તમે તમારુ પાણી ગરમ કરો. ત્યારબાદ તે પાણીમાં ફુદીનાના પાન, ગ્રીન ટી બેગને ઉકાળો અને ત્યારબાદ તેમા લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને ગાળીને અલગ કરો. જ્યારે તમે સ્નાન કરવા જાવ છો ત્યારે તેનો ઉપયોગ તમારા વાળ ધોવા માટે કરી શકો છો.

કેવી રીતે લગાડો આ હેર માસ્ક ?

image source

વાળમા રહેલી ચીકણાશ દૂર કરવા માટે લીંબુનો રસ અને ફુદીનાના પાનને એકસાથે મિક્સ કરીને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને તમારા વાળની ચામડી પર લગાવો અને તેને લગભગ ૨૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઈ લો. આ મિશ્રણને લગાવવાથી તમારા વાળની ઓઈલીનેસ તુરંત દૂર થઇ જશે અને તમારા વાળ એકદમ સુંદર અને આકર્ષક બની જશે.

Related Posts

0 Response to "જો મેળવવા છે ઘાટા અને આકર્ષક વાળ તો આજે જ અજમાવો આ ઉપાય અને નજરે જુઓ પરિણામ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel