કંટોલાનુ શાક ખાવાથી ગઁભીર બીમારીઓ પણ રહેશે દુર….

Spread the love

કંટોળા એક એવું શાક છે. જેને બહુ ઓછા લોકો જાને છે. પરંતુ તેના ફાયદા જાણીને તમે હેરાન થઇ જશો.આ શાક ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે.

તેને કંકોડા, મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, ભાટ કારેલા, કોરોલા, કરટોલી સહિતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શાકના લાભ જોવા જઈએ તો આ શાકને ગુણોની ખાણ કહેવું ખોટું નથી. કંટોળા ભારતમાં ચોમાસામાં વધારે જોવા મળે છે.

આ શાકના ફાયદા જોતા દુનિયાના લગભગ બધી જ જગ્યાએ ખેતી થવા લાગી છે. ભારતના પહાડી વિસ્તારમાં આ શાકની ખેતી વધારે થાય છે. તેનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

કદાચ તમને એ વાતની ખબર ન હોય કે તેના શાકમાં એટલી શક્તિ હોય છે, કે લગભગ થોડા દિવસોના સેવનથી જ તમારું શરીર તંદુરસ્ત બની જાય છે. 100 ગ્રામ કંકોડામાં માત્ર 17 કેલરી ઉર્જા હોય મળે છે. જેનાથી વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ માનવામાં આવે છે.

આ શાકમાં રહેલા ફાઇટોકેમિકલ્સ શરીરને આરોગ્યપ્રદ અને એન્ટી-ઓક્સીડેન્ટ થવાના કારણથી લોહી પણ સાફ કરે છે. કેટલાક રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે તેમા પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં રહેલા છે. પરંતુ કેલરીનું પ્રમાણ ઓછું થઇ જાય છે.

વજન ઘટાડવામાં સક્ષમ 

કંટોળામાં ફાયબરની માત્રા સૌથી વધુ હોય છે. રે કેલેરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકભાજીનું સેવન કરો છો તો 17 કેલેરી પ્રાપ્ત થાય છે. મે બીજી કોઈ વસ્તુ ખાવાથી બચી શકો છો. આ સિવાય કંટોળામાં કેલેરી પણ બહુજ ઓછી હોય છે.  જ્યાજેથી વજન ઘટાડનારા લોકો માટે આ સારો વિકલ્પ છે.

કેન્સરથી બચાવે

કંકોડામાં ઉલબ્ધ લ્યુટેન જેવા કેરોટોનોઇડસ વિભિન્ન નેત્ર રોગ, હદય રોગ અને કેન્સરની બિમારી સામે રક્ષણ આપે છે. અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સુઘી આ શાક ખાવાથી ફાયદો થાય છે.

પાચનતંત્ર મજબૂત કરે

કંટોળાના નિયમિત સેવનથી તમારુઁ પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે તેને ઔષધિના રૂપમાં ઉપયોગ કરે છે. કંટોળા ખાવાથી કબજિયાત અને અપચા જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે.

હાઈ બ્લડપ્રેશર થશે દુર 

કંકોડામાં ઉપલબ્ધ મોમોરડીસિન તત્વ અને ફાઇબરની વધુ માત્રા શરીર માટે રામબાણ છે. મોમોરેડીસીન તત્વ એન્ટીઓક્સીડેંટ, એન્ટીડાયાબિટીસ અને એન્ટીસ્ટેરસ જેવું કામ કરે છે અને વજન અને હાઈ બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે.

આંખ આરોગ્ય

કંકોડામાં કેરોટેનૉઇડ્સનું પ્રમાણ ભરપૂર હોય છે. વધુ સારી દ્રષ્ટિ માટે કંકોળામાં વિટામિન એ મુખ્ય પોષક તત્વો છે.આ શાકભાજી વિટામિન એ સમૃદ્ધ હોવાથી આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ મળે છે.તેના સેવનથી આંખની દ્રષ્ટિ પણ તેજ થાય છે.

શરદી અને ઉધરસથી કરે રક્ષા

જે લોકો નિયમિતપણે કંકોડા શાકભાજી ખાતા હોય છે. બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ જેની બીમારીઓ થઇ જાય છે. આ શાકભાજીની અંદર એન્ટિ-એલર્જન અને એનાલેજેસિક તત્વો જોવા મળે છે, જે શરદી ખાંસીથી રાહત મેળવવાનું કામ કરે છે.

Related Posts

0 Response to "કંટોલાનુ શાક ખાવાથી ગઁભીર બીમારીઓ પણ રહેશે દુર…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel