દિગ્ગજ કલાકાર અમૃતા શેરગિલની પેઇન્ટિંગ વેચાઈ 37.8 કરોડમાં, જાણો એવું તો શું હતું કે વિશ્વમાં રેકોર્ડ નોંધાઈ ગયો
અમૃતા શેરગિલ એક પ્રખ્યાત ભારતીય કલાકાર હતી. બાળપણથી જ સંગીત અને અભિનય તેના સાથી બન્યા. તે ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર હતી. ભારતીય પુરાતત્ત્વીય સર્વેએ તેમને ભારતના નવ શ્રેષ્ઠ કલાકારોમાં સામેલ કર્યા છે. માત્ર આઠ વર્ષની ઉંમરે તેણે કેનવાસ પર વાયોલિન અને પિયાનો વગાડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને ચોંકાવી દીધા હતા. તેણી પેરિસમાં ભણેલી હોવા છતાં પણ તેનું મન હંમેશા ભારતીય રહેતું હતું અને ત્યાંથી કળાના પાઠ લીધા પછી તે જલ્દીથી ભારત પરત આવી. માત્ર 22 વર્ષની ઉંમરે તે તકનીકી રીતે એક કલાકાર પણ બની ગઈ હતી અને તેની અસામાન્ય પ્રતિભાને લીધે તેમાં કલાકારના બધા ગુણો હતા.
જ્યારે તે 1941માં તેના પતિ સાથે લાહોર ગઈ હતી. તેમનું પ્રથમ સોલો પ્રદર્શન અહીં યોજાવાનું હતું, પરંતુ અચાનક માંદગીને કારણે આ જાણીતા પ્રતિભાશાળી કલાકાર માત્ર 28 વર્ષની વયે વેક્યૂમમાં ભળી ગયા. તાજેતરમાં અમૃતા શેરગિલની પેઇન્ટિંગ “ઇન ધ લેડિઝ એન્ક્લોઝર” ની હરાજી સેફ્રોનઆર્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેની પેઇન્ટિંગ 37.8 કરોડ રૂપિયામાં વેચાઇ હતી અને આ સાથે તે વિશ્વની બીજી સૌથી મોંઘી ભારતીય આર્ટવર્ક બની છે.
આ જ કલાકાર વી એક ગાયતોંડે દ્વારા બનાવવામાં આવેલી 1961ની પેઈન્ટિંગ 39.98 કરોડ રૂપિયામાં વેચાઇ હતી. આ આર્ટ વર્ક વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં બનાવવામાં આવેલી સૌથી ખર્ચાળ ભારતીય આર્ટવર્ક છે. જો વાત કરીએ અમૃતાની તો જ્યારે અમૃતા શેરગિલ ભારત પરત આવી હતી, તેના થોડા વર્ષો પછી 1938 માં ‘ઓઇલ ઓન કેનવાસ’ પરની તેની પેઇન્ટિંગે પણ વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે.
અમૃતા શેરગિલ લગ્ન પછી ગોરખપુર સ્થાયી થઈ. આ પેઇન્ટિંગ અહીં તેમના ગોરખપુરમાં બનાવવામાં આવી હતી. આ પેઇન્ટિંગમાં ક્ષેત્રની કેટલીક મહિલાઓને દર્શાવવામાં આવી છે. દિવાળી વાઝરાનીએ કે જે સીઇઓ અને સહ-સ્થાપક સેફ્રોનઆર્ટ છે તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “અમૃતા શેરગિલની સરસ પેઇન્ટિંગ્સનું રેકોર્ડમાં વેચાણ થયું તેના પરથી તેમનું કદ એક કલાકાર તરીકે પ્રગટ થાય છે અને તે તેમની આવડત અને કુશળતાનો ઉત્તમ દાખલો છે. તેમણે એમ પણ કહ્યું કે, “આ આર્ટવર્ક તેમના કલાકાર તરીકેના વિકાસને પ્રતિબિંબિત કરે છે અને એક કલાકાર તરીકે ઘણા વર્ષોની તપસ્યાની પરાકાષ્ઠા છે.
ઉલ્લેખનીય છે કે અમૃતા શેરગિલને ભારતની સૌથી પ્રસિદ્ધ મહિલા કલાકારનો દરજ્જો મળ્યો છે, આના કારણે ભારત સરકાર તરફથી તેને ‘નેશનલ ટ્રેઝર’ તરીકે માન્યતા મળી છે. આ સન્માનના કારણે તેની કોઇપણ કલાકૃતિને દેશની બહાર લઇ જવી ગેરકાયદે માનવામાં આવે છે. ઇન્ડો-હંગેરિયન કલાકાર અમૃતા શેરગિલનુ નિધન 1941માં 28 વર્ષની ઉંમરે થઇ ગયુ હતુ.
0 Response to "દિગ્ગજ કલાકાર અમૃતા શેરગિલની પેઇન્ટિંગ વેચાઈ 37.8 કરોડમાં, જાણો એવું તો શું હતું કે વિશ્વમાં રેકોર્ડ નોંધાઈ ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો