જો તમને પણ દેખાય છે આ 9 લક્ષણો તો હોઈ શકે છે હાર્ટની તકલીફ, રહો સાવધાન
દુનિયાભરમાં દિલની બીમારીના કારણે મૃત્યુ સૌથી મોટું કારણ બની રહ્યું છે. વધતી ઉમરની સાથે સાથે દિલની બીમારીનો ખતરો પણ વધી રહ્યો છે. ખાસ કરીને 50 વર્ષની ઉંમર બાદ પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને માતા પિતા પોતાની હેલ્થને નજરઅંદાજ કરતા હોય છે અને આ ઘણીવાર ઘાતક સાબિત થાય છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોય કે પછી બીપીના લક્ષણો પણ અનુભવાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લો તે જરરી છે. તમે માતા પિતાના વ્યવહારથી અને બોડી લેગ્વેજથી પણ બીમારીના લક્ષણો જાણી શકો છો. તો જાણો કેટલાક ખાસ લક્ષણોને વિશે.
હાઈ બ્લડ પ્રેશર

હાલમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમા સામાન્ય બની છે. 50 વર્ષથી ઉપરની ઉંમર બાદ આ બીમારીનો ખતરો વધે છે. તમારા પેરન્ટ્સનું દર 15 દિવસે બીપી માપવાની મશીનથી બીપી ચેક કરો. જો તમે બાઈ બીપીથી પરેશાન છો તો તમારે નિયમિત તપાસ કરવી જોઈએ. અનિયંત્રિત ઉચ્ચ બીપીની તકલીફ દિલને કઠોર બનાવે છે અને તમને એટેક આવવાનો ખતરો વધે છે.
હાઈ બ્લડ શુગર

હાઈ બ્લડ શુગરથી કોરોનરી આર્ટરી ડીસિઝનો ખતરો વધે છે. બ્લડમાં શુગરનું લેવલ વધવાથી કોરોનરી ધમની કોચાઈ જાય છે. તેનાથી લોહીના પરિભ્રમણમાં મુશ્કેલી આવે છે. આ માટે સમયાંતરે બ્લડ શુગરના લેવલની તપાસ કરાવવી હ્રદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.
હાઈ કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ શરીરની દરેક કોશિકામાં મળી આવે છે. વધારે પ્રમાણમાં બને છે ક્યારે બ્લડમાં કોલેસ્ટ્રોલને વધારી દે છે જેનાથી લોહીની નળીઓમાં જમા થાય છે. તેનાથી ધમનીઓ સંકોચાઈ જાય છે અને કોરોનરી આર્ટરી ડીસિઝ એટલે કે દિલની બીમારીનો ખતરો વધે છે. નિયમિત રીતે કોલેસ્ટ્રોલના લેવલની તપાસ કરાવો. ડાયટમા આખું અનાજ, લીલા શાક અને ફળને સામેલ કરો.
છાતીમાં દુઃખાવો

અનેક વાર તમારા માતા પિતા અને તમને પણ ક્યારેક છાતીમાં દુઃખાવો થયો હશે. આને તમે ગેસ કે એસિડિટી માનીને અવગણ્યો પણ હશે. જો તમારા પેરન્ટ્સને છાતીમાં દર્દ કે દબાણ અનુભવાય છે તો આ હાર્ટ એટેકના સંકેત આપે છે. આ સિવાય આર્ટરીમાં બ્લોકેજ હોવાના કારણે પણ છાતીમાં દર્દ થઈ શકે છે. આ લક્ષણોને અવગણો નહીં અને તરત જ ડોક્ટરની સલાહ લો. આવું ન થાય કે છાતીમાં દુઃખાવા વિના જ એટેક આવી જાય.
ગળા અને જડબામાં દર્દ

અનેક પેરન્ટ્સને છાતીમાં દર્દની સાથે તેમના ગળા અને જડબામાં પણ દર્દની ફરિયાદ રહે છે. આ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
વધારે પ્રમાણમાં પરસેવો થવો

કોઈ વર્કઆઉટ વિના કે વધારે કામ કર્યા વિના પરસેવો થવો એ હાર્ટની બીમારીનો સંકેત હોઈ શકે છે. જ્યારે હ્રદય લોહીને સારી રીતે પંપ કરવામાં અસમર્થ રહે છે તો વિના કારણે વધારે પરસેવો થવા લાગે છે. જો તમારા માતા પિતામાં આ લક્ષણ દેખાય છે તો જરા પણ બેદરકારી રાખ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરો.
ચક્કર આવવા

ચક્કર અને આંખની સામે અંધારા આવવા એ બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. માતા પિતામાં આ સમસ્યાના લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની પાસે તપાસ કરાવી લો. લો બ્લડ પ્રેશરમાં શરીરમાં લોહી ઓછું થઈ જાય છે અને તેનાથી લોહીનો પ્રવાહ હ્રદય સુધી સારી રીતે પહોંચી શકતો નથી અને હાર્ટ એટેકનો ખતરો વધે છે.
ઉલ્ટી, મતલી અને ગેસની સમસ્યા

મિતલી બાદ ઉલ્ટી થવું પણ હાર્ટ એટેકના સંકેત માનવામાં આવે છે. આ સિવાય પેરન્ટ્સને અન્ય કોઈ લક્ષણ દેખાય તો તેમને ડોક્ટરની સલાહની જરૂર છે તે યાદ રાખો.
પગમાં સોજા

પગમાં, તળિયામાં સોજા આવવા એ પણ દિલની બીમારીનું લક્ષણ હોઈ શકે છે. અનેક વાર હાર્ટમાં બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે ન થવાથી પગમાં, તળિયામાં સોજા જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમને પણ દેખાય છે આ 9 લક્ષણો તો હોઈ શકે છે હાર્ટની તકલીફ, રહો સાવધાન"
ટિપ્પણી પોસ્ટ કરો