કોરોના રસીને લઈ સરકારની નવી ગાઈડલાઈન, રસી લેતા પહેલા અને બાદમાં રાખવું પડશે ખાસ આટલું ધ્યાન
હાલમાં કોરોનાને લઈ માહોલ વધારે પડતો જ ખરાબ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ખુદ વડાપ્રધાન મોદીએ પણ રસીના બે ડોઝ લીધા છે. કોરોડો લોકોને રસી આપી દેવામાં પણ આવી છે. તેવામાં તમારે એ જાણવું ખૂબ જ જરુરી છે કે રસી લીધા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે કે જેથી તમને તકલીફ ન થાય

જો વિસ્તારથી વાત કરીએ તો રસી લીધા બાદ વેક્સીન સેન્ટરમાં ત્યાં સુધી જરુર રોકાવ જ્યાં સુધી તમને જવાની મંજૂરી આપવામાં આવે નહીં. સેન્ટર પર તમને એટલા માટે રોકવામાં આવે છે કે તેનાથી જાણી શકાય કે તમને કોઈ સાઇડ ઇફેક્ટ તો નથી થતીને. જ્યાં તમને વેક્સિન માટે સોઈ ખૂંચાડવામાં આવે છે ત્યાં થોડો સોજો આવવો અને શરીરમાં હળવો તાવ આવવો સામાન્ય લક્ષણ છે. રસી લીધા પછી સોજો ચડે અને તાવ આવે તો જરા પણ ડરો નહીં. ઘણા કિસ્સામાં થોડી ઠંડી લાગવી અને થાક પણ લાગી શકે છે. આ બધા જ સામાન્ય લક્ષણો છે.

આગળ વાત કરીએ તો કોઈપણ વેક્સિન આપણી રોગપ્રતિકારક શક્તિ નવા ખતરા સામે લડવામાં મદદ કરે છે. કોવિડ-19 વેક્સિન પણ શરીરમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટેની શક્તિ ઉત્પન્ન કરે છે. જોકે તેના માટે કેટલાક સપ્તાહ જેટલો સમય લાગે છે. માટે એવું સમજવું જોઈએ નહીં કે તમે વેક્સિન લગાવી લીધી તો બીજા પળથી જ તમે કોરોના સામે સુરક્ષિત છો. જેનો અર્થ એ છે કે રસી લીધા પછી પણ જો કેટલાક દિવસોની અંદર તમે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા તો તમને પણ કોરોના સંક્રમણ થઈ શકે છે. કેમ કે રસી લીધા બાદ કોરોના વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ તૈયાર થવામાં કેટલાક સપ્તાહનો સમય લાગે છે.

આ સાથે જ એ પણ વાત કરી જ લઈએ કો રસી લીધા પહેલા શું શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કોઈ આડ અસર ન આવો અને સરસ રીતે રસીનો ડોઝ લેવાઈ જાય. જો તમને કોઈ દવાથી એલર્જી છે તો કોરોના રસી લેતા પહેલા ડોક્ટરની સલાહ જરુરથી લો. કંપ્લીટ બ્લડ કાઉન્ટ (CBC), રિએક્ટિવ પ્રોટીન (CRP) અથવા ઇમ્યૂનોગ્લોબ્યુલિન-E (IgE) લેવલની તપાસ કરી શકાય છે. જો રસી લેતા પહેલા કોઈ દવા ખાવાનું કહેવામાં આવ્યું હોય તો જરુરથી તે દવા ખાવ. રસી લેવાને લઈને કોઈ પ્રકારે તણાવમાં ન રહો એકમદ સહજ રહો.

ડાયાબિટિઝ અને બ્લડ પ્રેશરના દર્દીએ રસી લેતા પહેલા સુગર અને બ્લડ પ્રેશરને સામાન્ય સ્તરે લઈ જવાની જરુરિયાત હોય છે. કેન્સરના દર્દીઓ તેમાં પણ ખાસ કરીને જેમની કિમિયોથેરાપી થઈ છે. તેમણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને માનવી જોઈએ. કોવિડની સારવાર દરમિયાન જો બ્લડ પ્લાઝ્મા અથવા મોનોક્લોનલ એન્ટિબોડિઝ આપવામાં આવ્યા હોય અથવા જે પાછલા દોઢ મહિનામાં કોરોના સંક્રમિત બન્યા હોય. તેમણે હાલ વેક્સીન ન લેવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોના રસીને લઈ સરકારની નવી ગાઈડલાઈન, રસી લેતા પહેલા અને બાદમાં રાખવું પડશે ખાસ આટલું ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો