સોનાની ખરીદી માટે સુવર્ણ તક, જો આ રીતે રોકાણ કરશો તો થશે બે ગણો નફો
સોના તરફ હમેશા માણસનું આકર્ષણ રહ્યું છે. લોકો સોનું જવેલરી સ્વરૂપે ફક્ત ખરીદતા જ નથી પરંતુ તેમાં રોકાણ પણ કરે છે. સોનામાં કરવામાં આવેલ રોકાણ ક્યારેક મુશ્કેલ સમયમાં ઉપયોગી પણ નીવડે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે સોનામાં રોકાણ કરવાની પ્રચલિત રીતો અને તેના ટેક્સ વિશેના નિયમો શું છે ? તે જાણીશું.
ફિઝિકલ ગોલ્ડ

ગોલ્ડ જ્વેલરી, બાર કે સિક્કામાં રોકાણ કરવું સોનામાં રોકાણ કરવા માટેની સૌથી પ્રચલિત અને જૂની રીત છે. ફિઝિકલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા જીએસટી આપવા પાત્ર છે.
ટેક્સ

તમે કેટલા સમય માટે સોનુ તમારી પાસે રાખ્યું. ટેક્સનું ચુકવણું તેના પર આધારિત છે. સોનુ ખરીદવાની તારીખથી ત્રણ વર્ષની અંદર સોનુ વેંચવાથી થયેલ કોઈપણ ફાયદો શોર્ટ ટર્મ કેપિટલ ગેન મનાય છે. તમારી વાર્ષિક ઇન્કમમાં તેને જોડવાથી એપ્લિકેબલ ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સની ગણતરી કરવામાં આવે છે.
ત્રણ વર્ષ બાદ ગોલ્ડ વેંચવા પર પ્રાપ્ત થયેલ રકમને લોન્ગ ટર્મ કેપિટલ ગેન મનાય છે. તેના પર 20 ટકા ટેક્સ ચૂકવવા પાત્ર હોય છે. સાથે જ ઇન્ડેકસેશન બેનેફિટ સાથે 4 ટકા સેસ અને સરચાર્જ લાગુ પડે છે.
ETF

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ એટલે કે ETF તમારી કેપિટલને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરે છે. જે સોનાની કિંમતના હિસાબે વધ ઘટ થયા કરે છે. તેના પર ફિઝિકલ ગોલ્ડની જેમ ટેક્સ લાગે છે.
સૉવરેન ગોલ્ડ બોન્ડસ
આરબીઆઇ સૉવરેન ગોલ્ડ બોન્ડ સરકાર તરફથી જાહેર કરે છે. જેને કરદાતાના અન્ય સોંર્સથી ઇન્કમમાં જોડવામાં આવે છે અને તેના આધારે ટેક્સ લાગે છે. સૉવરેન ગોલ્ડ બોન્ડ ખરીદ કર્યાના 8 વર્ષ પુરા થવા પર મળતું રીટર્ન ટેક્સ ફ્રી હોય છે. જો પ્રિમેચ્યોરલી એક્ઝિટ કરો તો બોન્ડના રીટર્ન પર અલગ અલગ ટેક્સ રેટ લાગુ થાય છે. સૉવરેન ગોલ્ડ બોન્ડનો લોક ઇન પિરિયડ સામાન્ય રીતે પાંચ વર્ષનો હોય છે.
લોક ઇન પિરિયડ પૂરો થયા બાદ અને મેચ્યોરિટી પિરિયડ પૂરો થયા પહેલા ગોલ્ડ બોન્ડ વેંચવા પર મળતું રીટર્ન લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સમાં રાખવામાં આવે છે અને 20 ટકા ટેક્સ તેમજ 4 ટકા સેસ પ્લસ સરચાર્જ લાગે છે.
ડિજિટલ ગોલ્ડ

ડિજિટલ ગોલ્ડનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. ડિજિટલ ગોલ્ડન વેંચાણ મામલે લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર ફિઝિકલ ગોલ્ડ કે ગોલ્ડ ઇટીએફની જેમ જ ટેક્સ ચૂકવવા પાત્ર બને છે. એટલે કે 20 ટકા ટેક્સ પ્લસ સેસ અને સરચાર્જ. ડિજિટલ ગોલ્ડ 3 વર્ષથી ઓછી અવધિ સુધી ગ્રાહકો પાસે રહે તો તેના વેંચાણથી રીટર્ન પર સીધી રીતે ટેક્સ લાગુ નથી પડતો.
0 Response to "સોનાની ખરીદી માટે સુવર્ણ તક, જો આ રીતે રોકાણ કરશો તો થશે બે ગણો નફો"
ટિપ્પણી પોસ્ટ કરો