પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરી સાથે શેર કરી આ નવી તસવીર, અને કહ્યું કે.. આ છોકરીઓનો સમય તો…

બૉલીવુડ અને હોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ પોતાના પતિ નિક જોનસ સાથે પોતાના સાસરે છે. હાલ પ્રિયંકા ઘણા અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એ સાથે જ એ પોતાના પરિવાર સાથે પણ સમય પસાર કરી  રહી છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરી સાથેનો એક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની આ દીકરી બીજું કોઈ નહિ એમની પેટ ડોગ ડાયના છે. પ્રિયંકાએ ડાયના સાથેનો ફોટો શેર કર્યો છે. સાથે જ એમને લખ્યું છે કે ગર્લ ટાઈમ. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ડાયનાને ખૂબ જ પ્રેમ કરે છે. અને એ જ્યાં પણ રહે છે હંમેશા એને પોતાની સાથે જ રાખે છે.

image source

એ સાથે જ એમને ડાયનાના નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે જેને ઘણા સેલેબ્સ પણ ફોલો કરી રહ્યા છે. તો આ એકાઉન્ટ પરથી પણ પ્રિયંકા ચોપરા અને ડાયનાનો ફોટો શેર કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે મમ્મી અને હું. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પાસે ત્રણ પેટ ડોગ છે અને એ બધાને જ ખૂબ જ પ્રેમ કરે છે. પ્રિયંકા ચોપરા એ ત્રણેયનું ખૂબ જ ધ્યાન રાખે છે.

image source

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઈગરનો બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડમાં બે નોમિનેશન મળ્યા હતા. પ્રિયંકા ચોપરા છેલ્લે ધ વ્હાઇટ ટાઈગરમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં હતા. ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

image source

પ્રિયંકા ચોપડા એ વર્ષ 2018 માં ભારત માં વિદેશી ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. દેશીગર્લ એ વિદેશી છોકરા સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન ની બધી વિધિ હિન્દુસ્તાની હતી. પ્રિયંકા ની આ જ શૈલી થી તેના પ્રશંસકો નું દિલ જીતી ગયું. તમને જણાવી દઈએ કે નિક જોનાસે પ્રિયંકા સાથે સાફો પેહરી ને અને હાથ માં મહેંદી લગાવી ને સાત ફેરા લીધા હતા, જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

પ્રિયંકાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે હાલમાં સીતાડેલે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જેનું નિર્દેશન રુસો બ્રધર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં તેણે ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પ્રોજેક્ટ્સ ઉપરાંત પ્રિયંકા મેટ્રિક્સ 3 માં પણ જોવા મળશે.

Related Posts

0 Response to "પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરી સાથે શેર કરી આ નવી તસવીર, અને કહ્યું કે.. આ છોકરીઓનો સમય તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel