હાઈકોર્ટે સરકારને ઘઘલાવી નાંખી, કહ્યું-સરકારના અમુક કામથી અમે પણ નારાજ, લોકોને ભગવાનના ભરોસે છોડી દીધા
ગુજરાત હાઇકોર્ટ છે સરકારની અમુક નીતિઓથી નારાજ, સવાલ એ છે કે રોજના 27 હજાર રેમડેસિવિર ક્યાં જાય છે?
કોરોનાને કારણે જે ગંભીર સ્થિતિ સામે આવી રહી છે એનાથી આજે હર કોઈ વાકેફ છે. એવામાં કોરોનાની આ ગંભીર સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ઉઘડી લીધી છે.
સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે અને સાથે જ સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતા? આવા સવાલો કરીને હાઈકોર્ટે તુરત આકરાં પગલાં લેવા સરકારને આદેશ કર્યો છે.. “

ગઈકાલે સુઓમોટો હેઠળ નોંધેલી PILની આજે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સુનાવણીમાં ઓનલાઇન ભાગ લીધો હતો.
આ સુનવણીમાં હાઈકોર્ટની બેન્ચે સરકાર હાલ જે રીતે કોરોનાની ગંભીર સ્થિતિનું સંચાલન કરી રહી છે તેની નીતિઓ અંગે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈન્જેક્શન ન મળવામાં અને હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આ સમગ્ર સુનવણી દરમિયાન સરકારી વકીલે એકસમયે આ સુનાવણીમાં એવી દલીલ કરી હતી કે મીડિયામાં આવતા અહેવાલો તથ્યહિન છે અને બેજવાબદારીભર્યા છે. આ દલીલ સાંભળતાં જ ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

આ સાથે જ તેમણે આગળ કહ્યું હતું કે સરકારન પોતાની કામગીરી પર ધ્યાન આપે અને પ્રસાર માધ્યમો એટલે કે મીડિયાના અહેવાલોમાં તથ્ય નથી એવું કહી ન શકાય. અમે પણ મીડિયા અહેવાલો અને વાસ્તવિક પરિસ્થિતિ બંને જોઈએ છીએ.
તમને આગળ એવું પણ કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં મીડિયા અત્યારે જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરી રહી છે. આના બદલે સરકાર 14મી સુધી જે પણ પગલાં લે તેનું એફિડેવિટ આગામી 15મીની સુનાવણીમાં રજૂ કરે. એક સમયે સરકારી વકીલે ગુજરાતની સરખામણી બીજા રાજ્યોની વધુ ખરાબ સ્થિતિ સાથે કરતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને ત્યાં જ અટકાવી દીધા હતા.
તેમણે ટકોર કરી હતી કે, “બીજા કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4-5 દિવસ થઈ જાય છે. અને જો કોઈ વીઆઇપી હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસની બહાર લાંબી લાઈન હતી તો કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે?”

ઓનલાઈન સુનાવણીમાં હાઈકોર્ટ આકરાપાણીએ
- * કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નહિંતર અમે કામ આપીશું.
- * ચૂંટણી માટે બૂથ વાઇઝ આંકડા અને સોસાયટીના લિસ્ટ હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથ વાઇઝ કામ કરો.
- * શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.
- * અત્યારે લોકો ભગવાનના ભરોસે છે. સરકારની અમુક નિતિઓથી અમે પણ નારાજ છીએ.
- * લોકોને એવું તો ભરોસો કરાવો કે તમે કશું કરી રહ્યો છો.
*
- * ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે
- * સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે?
- * સ્વામીનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણી બધી NGO છે તો તેમના મારફતે કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવો.
- * દિવાળી જેમ પ્રતિબંધિત મુખ્યો લોકો પર અંકુશ હતો. લોકો તહેવારમાં બહાર ઓછા નીકળ્યા હતા, એવા પગલાં લો.

*
- * કોઈપણ વ્યક્તિને ટેસ્ટ કરાવવામાં મના નથી આવતી તો રિઝલ્ટ કેમ 5 દિવસે આવે છે?
- * રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહીં?
- * એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિકના હિતમાં નથી. પબ્લિકએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે?
- * મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે? તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે?
- * ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે ત્રિવેદીજી મારી મદદ કરો મારે ઇન્જેક્શન જોઈએ?
- * મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી
- * પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે?
*
- * હોમ આઇસોલેશનની સરકારે હિમાયત કરી હવે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાં જ આપો છો? ઘરે કેમ નહી?
- * કેમ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં..??
- * કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?
- * રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે? બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.
- * કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી, ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.
- * આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે?

*
- * VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?
- * અન્ય રાજ્યમાં શું થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી, અમને ગુજરાતથી મતલબ છે. ગુજરાતની વાત કરો.
- * સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટ સામે રજૂઆત કરી છે કે, ભારતમાં રોજ 1.75 લાખ વાયલ રેમડેસિવીરની જરૂરિયાત છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ રેમડેસીવીર ઇન્જેક્શન મેળવે છે.
આજે રોજ 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે અને ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે.
તેમને આગળ દલીલ કરી હતી કે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીર માંગી રહ્યા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ તરીકે જાહેર કરાઈ છે.
આ સાથે જ તેમને જણાવ્યું હતું કે આખા દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જે ઓક્સિજનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખે છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે. ગઈકાલ સુધીમાં 1262 બેડ ઉપલબ્ધ છે અને નવા 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં, કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ.
હાલ ગુજરાત રાજ્યમાં કુલ 71021 બેડની સગવડ છે.સાથે જ 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે. સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીત કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ જરૂરિયાત મંદ લોકો માટે જ કરાયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હાઈકોર્ટે સરકારને ઘઘલાવી નાંખી, કહ્યું-સરકારના અમુક કામથી અમે પણ નારાજ, લોકોને ભગવાનના ભરોસે છોડી દીધા"
ટિપ્પણી પોસ્ટ કરો