કોરોના સંકટમાં ગાડીની રફ્તારને ચાલુ રાખવા માટે કરી લો આ ઉપાયો
કોરોના સંક્રમણને કારણે લોકોનું ઘરની બહાર આવવા અને જવાનું ઘટી ગયું છે. લોકો ઘરેથી જ બહારના અને ઓફિસના કામ ખતમ કરી રહ્યા છે. બજાર જવાને બદલે ઓનલાઈન શોપિંગથી કામ ચાલી રહ્યું છે. એવામાં અનેક ફએમિસિ એવા છે જેની ગાડીઓ લાંબા સમયથી ગેરેજમાં પડી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ગાડી પડી રહેવાના કારણે તેના એન્જિન, બ્રેક જેવા મશીની પાર્ટ પ્રભાવિત થઈ રહ્યા છે અને તેની ક્વોલિટી પર પણ ખરાબ અસર થઈ રહી છે. તો જાણો અનેક દિવસોથી ગાડી ચલાવી રહ્યા નથી તો તેની કેર કઇ રીતે કરશો.
સફાઈ કરતા રહો
અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર ગાડીની સફાઈ કરો. સફાઈ સમયે બહાર અને અંદરથી ગાડીને સાફ કરો. જો તમારી પાસે સમય છે તો તમે પાઈપ કે ડોલથી હાડીની ઉપર બસ પાણી નાંખી લો. તેનાથી ઓછામાં ઓછું એવું થશે કે ગાડી પર જામેલી ઘૂળ હટી જશે અને તેનો પેન્ટ ખરાબ થશે નહીં.
બેટરીને આ રીતે બચાવો
લાંબા સમયથી ગાડી ચાલતી નથી તો તેની બેટરી ખરાબ થવાની સંભાવના રહે છે. જો તમારી પાસે કાર કે બાઈક કે સ્કૂટી છે તો અઠવાડિયામાં 1 વાર ગાડીને સ્ટાર્ટ કરીને 15 મિનિટ રહેવા દો. આમ કરવાથી એન્જિન ગરમ થશે અને બેટરી ચાર્જ રહેશે. ચાર્જ બેટરી જલ્દી ખરાબ થશે નહીં.
ટાયરનું આ રીતે રાખો ધ્યાન
લાંબા સમય સુધી એક જ જગ્યાએ ગાડી ઊભી રહે છે તો તેની અસર ટાયર પર પણ ખાય છે. તેમાંથી હવા પણ નીકળી જાય છે. હવા નીકળવાના કારણે ટાયરની ગ્રિપ ખતમ થઈ જાય છે. તેની ક્વોલિટી ખરાબ થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે થોડા દિવસોમાં ગાડીને આગળ પાછળ કરતા રહો, ટાયરમાં હવા ચેક કરતા રહો અને હવા ઓછી હોય તો ભરાવી લો. તેનાથી ટાયરની રિમ ખરાબ થશે નહીં અને સમાન પ્રેશર રહેવાના કારણે ચાર ટાયરની લાઇફ લાંબી રહેશે.
હેન્ડ બ્રેક કરો ચેક
કારને લાંબા સમય સુધી ઊભી રાખવી હોય તો હેન્ડ બ્રેક લગાવીને ન રાખો. આમ કરવાથી બ્રેક પૈડ જામ થઈ શકે છે.બ્રેક શૂ ડ્રમમાં અટકી શકે છે. એવામાં ગાડીને પહેલા ગિયરમાં નાંખીને ઊભી રાખો અને ટાયરના પાછળના ભાગમાં ઈંટ કે સ્ટોપર લગાવો. તેનાથી ગાડી એક જગ્યાએ ઊભી રહી શકે છે.
ગાડીના દરેક પાર્ટને ફંક્શનમાં રાખો
કોશિશ કરો કે ગાડીના ઊભા રહ્યા બાદ પણ તેના દરેક પાર્ટ ફંક્શનમાં રહે. જેમકે ગાડીની હેડ લાઈટ, હોર્ન, ઈન્ડિકેટર, કારના કાચ વગેરેને ક્યારેક ઓન ઓફ કરતા રહો. ખાસ ધ્યાન રાખો કે ગાડીમાં પેટ્રોલ, ડીઝલ, મોબિલ ફૂલ રહે. આમ કરવાથી તેની ટાંકીમાં કાટ લાગશે નહીં. ટાંકી ખાલી રહે છે તો તેમાં હવા ભરાય છે અને કાટ લાગવાની શક્યતા વધે છે.
0 Response to "કોરોના સંકટમાં ગાડીની રફ્તારને ચાલુ રાખવા માટે કરી લો આ ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો