કોરોનામાંથી રિકવર થયા પછી ખરેખર તમારે બદલવો જોઇએ ટૂથબ્રશ, જાણો આ વિશે શું કહે છે ડોક્ટર્સ…
ડેન્ટિસ્ટે એવી સલાહ આપી છે કે જો કોઈ કોરોનાના દર્દીએ કોરોના જેવી બીમારી થયાના પહેલા પરીક્ષણના વીસ દિવસમાં પોતાનું ટૂથબ્રશ અને ટંગ ક્લીનર બદલવા ખુબ જરૂરી છે. જો તમે એવું ના કરો તો તમે અનેકવિધ પ્રકારની સમસ્યાઓથી પીડાઈ શકો છો ચાલો જાણીએ.
ડેન્ટિસ્ટની આપેલી કેટલીક સલાહ :

જો કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય ત્યારે તેમાંથી સાજા થયા પછી તેણે તેનું ટૂથબ્રશ ચેન્જ કરવું જોઈએ. વીસ દિવસ પછી તેણે પોતાનું બ્રશ અને ટંગ ક્લીનર જરૂર બદલવા જોઈએ. ભારત દેશમાં કોરોનાની બીમારીમાં ખુબ વધારો થતો જાય છે, તેની સાથે આપણા ભારત દેશમાં કોરોના ના કેસમાં દરરોજ વધારો થતો જાય છે.

હવે એ વાત સાચી છે, કે કોરોનામાં માંથી વ્યક્તિ સજા થયા પછી પણ વ્યક્તિ પાછા તેમાં સંક્રમિત થઈ શકે છે. કોરોનાની આપેલી વેક્સીન આપણા માટે ખુબ સારી સાબિત થઈ રહી છે. કોઈ મોટા એક્સપર્ટસનું એવું કહેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ ૧૦૦ ટકાની ગેરંટી મળી શકતી નથી.
કેટલીક સાવધાની રાખવી ખુબ જરૂરી :

જે લોકોને કોરોના થઈ ગયો છે, તેણે પોતાની સાવધાની રાખવી ખુબ જરૂરી છે. તેની સાથે જે વ્યક્તિ કોરોનાને હરાવીને સજા થઈ ગયા છે. તેને ડેન્ટિસ્ટની સલાહ એવી છે કે જે વ્યક્તિ કોરોના માંથી સજા થઈ ઘરે આવી ગયા છે, તેણે તરત જ તેનું જ ટૂથબ્રશ અને ટંગ ક્લીનરને બદલી નાખવા જોઈએ.

તેનો મતલબ એવો નથી કે તે જ સંક્રમણથી બચે છે, પરંતુ તે ઘરમાં રહેતા બીજા લોકોને પણ કોરોના સંક્રમણથી બચાવી શકે છે. એવું ત્યારે જ બને છે, જયારે આપણે આપણા ઘરમાં એક જ વોશરૂમનો ઉપયોગ બધા લોકો કરતા હોઈએ છીએ. તમારે કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય તો તે સજા થઈ જાય પછી, તે વ્યક્તિનું ટૂથબ્રશ અને ટંગ ક્લીનરને જરૂરથી બદલવા જોઈએ.
તેને લીધે કોરોના ના સંક્રમણ થવાના ચાન્સ ઘટી જાય છે. એક ડેન્ટિસ્ટે એવું કહ્યું છે કે અમે કોરોના થયેલા દર્દી ને એવી સલાહ આપીએ છીએ કે તેને કોરોના ની બીમારી થઈ છે, તો તેણે તેના પહેલા રીપોર્ટના વીસ દિવસ પછી ટંગ ક્લીનર અને ટૂથબ્રશ ચોક્કસ બદલવા જોઈએ.

તેની સાવધાની રાખવા માટે તમે માઉથવોશ અને બીટાડીન ગાર્ગલનો ઉપયોગ પણ કરી શકો છો. જે આપણા મોઢામાં રહેલા વાયરસને દુર કરવામાં આપણી મદદ કરે છે. જો તમારી પાસે માઉથ વોશ ના હોય તો તમે ગરમ પાણીના કોગળા પણ કરી શકો છો. તે ઉપરાંત તમારે દિવસમાં બે વખત બ્રશ પણ કરવું ખુબ જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કોરોનામાંથી રિકવર થયા પછી ખરેખર તમારે બદલવો જોઇએ ટૂથબ્રશ, જાણો આ વિશે શું કહે છે ડોક્ટર્સ…"
ટિપ્પણી પોસ્ટ કરો