આ હિરોઇનોએ સલમાન સાથે કામ કરવાની વાતને લઇને ઘસીને પાડી દીધી હતી ના, જેમાં તો નંબર 2 એ તો…
બોલીવુડની એ હસીનાઓ જેમના પર ન ચાલ્યો સલમાન ખાનનો જાદુ, એકે તો ફિલ્મ સાઈન કર્યા પછી છોડી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર સલમાન ખાનનો ડંકો આજે પણ વાગે છે. દર્શકોને ભાઈજાનની ફિલ્મોની આતુરતાથી રાહ હોય છે અને એમની ફિલ્મો સારી કમાણી પણ કરે છે. સલમાન ખાન લગભગ દરેક અભિનેત્રી સાથે કામ કરી ચુક્યા છે અને એવી ઘણી હિરોઇન છે જે એમની સાથે કામ કરવા માંગે છે. પણ બોલીવુડની દુનિયામાં અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેમને સલમાન ખાન સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો. એટલું જ નહીં એમાંથી અમૂકે તો હજી સુધી સલમાન સાથે એકપણ ફિલ્મમાં કામ નથી કર્યું. આજે અમે તમને એ હસીનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે.
જુહી ચાવલા.

સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મોમાં આવવા માટે ઘણી મહેનત કરી છે અને એમને એ દરમિયાન એક્ટ્રેસ જુહી ચાવલની ફિલ્મમાં કેમિયો કર્યો હતો. એ પછી અમુક નિર્દેશક જુહી ચાવલા અને સલમાન ખાનને પડદા પર એકસાથે લાવવા માંગતા હતા પણ એક્ટ્રેસે એ સમયે સ્ટ્રગલ કરી રહેલા સલમાન સાથે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ વાતને સાંભળીને સલમાન પણ નારાજ થઈ ગયા હતા.
સોનાલી બેન્દ્રે.

ફિલ્મ હમ સાથ સાથ હેમા સલમાન ખાન અને સોનાલી બેન્દ્રેની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન સલમાન ખાન કાળા હરણ કેસમાં ફસાયા હતા. આ ફિલ્મ પછી સલમાન અને સોનાલીએ ફરી ક્યારેય સાથે કામ નથી કર્યું. કહેવામાં આવે છે આ ફિલ્મ પછી સોનાલી બેન્દ્રેએ સલમાન સાથે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
અમિષા પટેલ

સુપરસ્ટાર સલમાન ખાન અને એક્ટ્રેસ અમિષા પટેલની ફિલ્મ યે હે જલવા રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર આ ફિલ્મ ધડામ થઈ ગઈ હતી. એ પછી અમિષાને ફરીવાર સલમાન સાથે ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો તો એમને ના પાડી દીધી હતી.
કંગના રનૌત

બોલીવુડની કવીન કહેવાતી એક્ટ્રેસ કંગના રનૌતનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. કંગના એની ફિલ્મોનું સિલેક્શન ઘણું જ સમજી વિચારીને કરે છે અને એમને આજ સુફહી કોઈપણ સુપરસ્ટાર સાથે ફિલ્મમાં કામ નથી કર્યું. કંગના રનૌતને સલમાન ખાન સાથે કામ કરવાની ઓફર મળી હતી પણ એમને એ ઠુકરાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે કંગનાને સલમાન ખાનની ઓપોઝિટ સુલતાન ફિલ્મમાં ઓફર મળી હતી.
દીપિકા પાદુકોણ.

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સૌથી ઉમદા અભિનેત્રીઓમાંથી એક છે અને હર કોઈ એમની સાથે કામ કરવા માંગે છે પણ દીપિકાએ પણ સલમાન ખાન સાથે કામ કરવાની ઓફરને ના પાડી છે. તમને બધાને એ જાણીને હેરાની થશે કે દીપિકા પાદુકોણએ સલમાન ખાન સાથે એક બે નહિ પણ કુલ છ ફિલ્મોની ઓફર ઠુકરાવી છે. દીપિકાએ આવું કેમ કર્યું એ વાતનો તો કોઈ ખુલાસો ક્યારેય નથી થયો પણ ફિલ્મ રિજેક્ટ કરવા માટે ખુદ સલમાન ખાન દીપિકા પાદુકોણ સામે પોતાની નારાજગી જાહેર કરી ચુક્યા છે.
પ્રિયંકા ચોપરા.

એકટર પ્રિયંકા ચોપરાએ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે.પણ પ્રિયંકા ચોપરાએ ત્રણ વર્ષ પહેલાં સલમાન ખાનની ફિલ્મ ભારત છોડી દીધી હતી. ફિલ્મ છોડવા પાછળનું ખાસ કારણ તો કોઈને ખબર નહોતી પડી. પણ પ્રિયંકાના આવા પગલાંથી સલમાન ખાન અને મેકર્સને ઝટકો લાગ્યો હતો. એ પછી ફિલ્મમાં પ્રિયંકાની જગ્યાએ એક્ટ્રેસ કેટરીના કેફને કાસ્ટ કરી લેવામાં આવી હતી.જો કે સલમાન ખાન સાથે પ્રિયંકા અમુક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ હિરોઇનોએ સલમાન સાથે કામ કરવાની વાતને લઇને ઘસીને પાડી દીધી હતી ના, જેમાં તો નંબર 2 એ તો…"
ટિપ્પણી પોસ્ટ કરો