તૌકતે વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, IMDએ જાહેર કર્યુ અલર્ટ, રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 15 મેના દિવસે દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી, અમરેલી અને કચ્છ, તાપી, આહવા, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદની શક્યતા. IMDએ કહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 18 મેના રોજ અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત પર તૌકતેનું સંકટ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જ્યારે આજે 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 16 મેથી દરિયામાં વાવાઝોડું સર્જાઇ શકે છે અને 16 થી 19 મે સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જો વાવાઝોડું ગુજરાતને અથડાય તો 100 કિમી કરતા વધુ ઝડપે પવન ફુંકાઇ શકે છે જેના દરિયાકાંઠા વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં NDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે અને 29 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતની સાથે 4 રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી. જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો, સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે.
મ્યાનમારે આપ્યું છે આ વાવાઝોડાનું નામ

IMDએ કહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 18 મેના રોજ અત્યંત ભારે વરસાદ પડી હકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમારે આપેલું છે જેનો અર્થ થાય છે ગરોળી. નોંધનીય છે કે ભારતીય તટ પર આ વર્ષનું આ પહેલું વાવાઝોડું છે.
તૌકતે એટલે શું?

તૌકતે નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે જેનો બર્માની ભાષામાં તેનો અર્થ થાય છે કે વિશિષ્ટ પ્રકારની મુખર ગરોળી. નોંધનીય છે કે દુનિયામાં જેટલા પણ વાવાઝોડા કે ચક્રવાત આવે છે તેમના નામ વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગનાઇઝેશન (WMO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આ નામ પહેલેથી નક્કી જ હોય છે પછી જેમ જેમ ચક્રવાત બનતા જાય તેમ ક્રમાનુસાર નામ આપવામાં આવે છે. ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 31મેથી કેરળમાં ચોમાસાનો પ્રરંભ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો 31 મેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો પ્રરંભ થઈ શકે છે. કેન્દ્રીય હવામાન વિભગે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં 96થી 104 ટકા વરસાદ રહેવાનું અનુમાન છે.
0 Response to "તૌકતે વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, IMDએ જાહેર કર્યુ અલર્ટ, રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી"
ટિપ્પણી પોસ્ટ કરો