37 વર્ષની આ મહિલા 21 વર્ષ જેવી યુવતી છે, આકરાં સ્ટેપ જોઈને હાજા ગગડી જશે, 4 વખત જીતી ચૂકી છે એશિયા લેવલનો એવોર્ડ

શરીરને કસવું તે સ્વાસ્થય માટે ઘણું જરૂરી છે. આ માટે લોકો વહેલી સવારે દોડતા નજરે આવે છે તો વળી ઘણાં લોકો જીમમાં જઈને શરીર કસી રહ્યાં હોય છે. તેમાં પણ કોરોના કાળમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દેશી નુસખાઓ, કસરત, વ્યાયમ, પ્રાણાયામ ખુબ ફાયદાકારક રહે છે. ઘણાં લોકોને તેનાથી સવસ્થ્યમાં સુધારો થયેલ પણ જોવા મળ્યો હતો. હાલમાં એક મહિલાની કસરતનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જે વિશે અહી વાત કરવામા આવી રહી છે. આ કિસ્સો પુણેમાંથી સામે આવ્યો છે.

image source

અહી રહેતી ડો.શર્વરી ઇનામદારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં તે સાડી પહેરેલી દેખાઈ રહી છે અને જીમમાં ડેડ લિફ્ટ અને ઇનક્લાઈન બેંચ પ્રેસ જેવી કસરતો કરતી જોવા મળી રહી છે. તેમની ઉંમર 37 વર્ષ છે.

image source

તેમનું માનવું છે કે તાલીમ લીધા વિના કોઈ પોતાને સુપર ફિટ કરી શકતું નથી અને આ સંદેશ લોકોને પહોંચાડવા માટે તેણે સાડી પહેરીને વેટ ટ્રેનિંગ કરી હતી.

image source

ડો.શર્વરીને ઇન્સ્ટાગ્રામ પર 4 હજારથી વધુ લોકો ફોલો પણ કરી રહ્યાં છે. વર્ક આઉટ સરળતાથી સાડીમાં પણ કઈ રીતે કરી શકાય તે આ ડોકટરે વીડિયોમાં કરી બતાવ્યું છે.

image source

મળતી માહિતી મુજબ આ વીડિયો ક્લિપને 12 જૂનના રોજ ડો.શર્વરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ક્લિપને 1 હજારથી વધુ લાઈક્સ અને હજારો વ્યૂ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. કોમેન્ટ સેશનમાં લોકો ડો. શર્વરીના આ પગલાંને પ્રેરણાદાયક અને ટ્રેન્ડ કહી રહ્યાં છે.

તેમનાં આ ઉંમરે આ કામને જોઈને લોકો તેમને વધાવી રહ્યાં છે. એક ન્યુઝ રીપોર્ટ મુજબ આયુર્વેદના એમડી ડો.શર્વરી માર્કેટ યાર્ડ વિસ્તારના ગંગાધામ ફેઝ -2માં તેના પતિ અને બે પુત્રો (મોટો પુત્ર 17 વર્ષનો, અને નાનો 14 વર્ષનો) સાથે રહે છે.

આ સાથે જાણવા મળ્યું છે કે તે ચાર વખત એશિયા વુમન વેટ ટ્રેનીંગ એવોર્ડ જીતી ચૂકી છે.

આ પહેલાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જે દાહોદનો હતો. ત્યારે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદવાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા.

આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ, હેરતભર્યા મોટર સાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં જ એક મહિલાએ જોરદાર સ્ટંટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા.

Related Posts

0 Response to "37 વર્ષની આ મહિલા 21 વર્ષ જેવી યુવતી છે, આકરાં સ્ટેપ જોઈને હાજા ગગડી જશે, 4 વખત જીતી ચૂકી છે એશિયા લેવલનો એવોર્ડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel