મચ્છરોના ત્રાસથી બચવા માટે લગાવી લો આ 6 છોડ, નહીં આવે બીમારીઓ પણ પાસે
કેટલાક એવા છોડ હોય છે જેને ઘરમાં લગાવીને રાખવાથી મચ્છરોથી છૂટકારો મેળવી શકાય છે. આ સાથે તમારા ઘરમાં તેને રાખી લેવાથી ઘર પણ હર્યું ભર્યું જોવા મળે છે. મચ્છરોના આતંકથી પણ મુક્તિ મળે છે.

ગરમીની સીઝનમાં જ્યાં આગઝરતી ગરમી અને બફારો રહે છે ત્યારે વરસાદની સીઝનમાં વધતો મચ્છરોનો આતંક અને તેનાથી ફેલાતા મલેરિયા, ડેન્ગ્યૂ અને અનેક ગંભીર બીમારીઓનો ડર પણ રહ્યા કરે છે. એવામાં મચ્છરોને ઘરથી દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાયો પણ કરાય છે. તેનાથી મચ્છરોને ભગાવવામા તમને મોટી મદદ મળી રહે છે. કેટલાક છોડ છે જેને ઘરની અંદર કે બહાર લગાવી રાખવાથી તમારા ઘરની સુંદરતા તો વધે છે અને સાથે જ તેનાથી ઘર પણ લીલોતરીથી સુંદર રહે છે. તો જાણો કયા છોડ લગાવી લેવાથી તમને સફળતા મળી રહે છે.
લીમડાનો છોડ

મચ્છરોના ત્રાસથી પરેશાન છો તો તેના માટે તમારે લીમડાનો છોડ રાખવો. આ છોડમાં અનેક ઔષધિય ગુણો હોય છે. આ છોડ ઘરમાં મચ્છર, માખીને ભગાડવામાં મદદ કરે છે. આ માટે તમારા ઘરમાં તેને રાખી શકાય છે.
તુલસીનો છોડ

તુલસીનો છોડ જ્યાં વાતાવરણને શુદ્ધ કરે છે તો સાથે મચ્છરોથી પણ છૂટકારો અપાવે છે. મચ્છરોથી પરેશાન રહો છો તો ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવી લો. તેની સ્મેલથી મચ્છર દૂર ભાગે છે.
ફૂદીનાનો છોડ

ફૂદીનો મચ્છરો, માખી અને કીડીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેની તીખી સ્મેલ આ કીટાણુને દૂર રાખે છે. એવામાં મચ્છર ઘરમાં રહેતા નથી. તમે સરળતાથી ઘરના આંગણામાં આ છોડનું કૂંડું લગાવી શકો છો.
ગેંદાનો છોડ
મચ્છરોના ત્રાસથી છૂટકારો મેળવવાનો સૌથી સરળ અને સ્તો ઉપાય છે. ગેંદાના ફૂલ જ્યાં પોતાની સુંદરતા માટે જાણીતા છે ત્યાં તેની સુંગધ મચ્છરોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તેની સ્મેલ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે અને તે મચ્છરને પસંદ હોતી નથી.
લેવેન્ડર

લેવેન્ડરના ફૂલમાં પણ સામાન્ય સ્મેલ આવતી રહે છે. આ છોડ મચ્છરોથી રાહત અપાવે છે. જો તમે મચ્છરોથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમે આ છોડ લગાવી શકો છો.
સિટ્રોનેલા ગ્રાસ
:max_bytes(150000):strip_icc()/GettyImages-959747512-9e365dd6ae3f469aa4484df2314e7c9c.jpg)
સિટ્રોનેલા ગ્રાસ મચ્છરોને દૂર ભગાડવાનું કામ પણ કરે છે. આ માટે તમે મચ્છરોથી બચવા ઈચ્છો છો તો તમારા ઘરમાં આ એક છોડ લગાવી લો. તેની સ્મેલ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે અને તે મચ્છરોને તમારી આસપાસ પણ ભટકવા દેતી નથી.
0 Response to "મચ્છરોના ત્રાસથી બચવા માટે લગાવી લો આ 6 છોડ, નહીં આવે બીમારીઓ પણ પાસે"
ટિપ્પણી પોસ્ટ કરો