વાળ બહુ સફેદ થઇ ગયા છે? તો આ એક વસ્તુથી વાળને કરી દો નેચરલી રીતે કાળા

સફેદ વાળ કોઈ ને ગમતા નથી. નાની ઉમરે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળ ની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડ વાળી જિંદગી, વાળ ની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.

image source

વાળ ને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરી ને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે. મરીના સેવનથી તમારા શરીરમાં રહેલી ઘણી તકલીફો દૂર થઇ જાય છે, અને તમે હળવુ ફીલ કરો છો. તે માત્ર હેલ્થ માટે જ નહી પરંતુ તમારા વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. હાઇ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે તે ખુબ લાભદાયી છે.

image source

જો તમારા માથામાં ડેન્ડ્રફ છે, અને તેના કારણે વાળ ખરી રહ્યાં છે તો કાળા મરી થી તમને ઘણો ફાયદો થશે. કાળા મરી થી વાળનો ગ્રોથ પણ વધે છે. જો તમે સફેદ વાળ થી પરેશાન છો તો મરીયા અને દહી થી બનેલા હેર પેક નો ઉપયોગ કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કોપર રહેલુ હોય છે. દહી તમારા વાળ ને મોઇશ્ચરાઇઝ કરે છે, અને વિટામીન સીની ઉણપને દૂર કરે છે.

હેરપેક બનાવવા ની પદ્ધતિ

image source

એક બઉલમાં એક કપ દહી લો અને તેમાં બે ચમચી મરી પાઉડર નાંખી ને મિક્સ કરી લો, બાદમાં તેમાં એક ચમચી મધ નાંખી ને મિક્સ કરી વાળમાં લગાવી ત્રીસ મીનિટ બાદ વાળ ને ધોઇ લો. આવું અઠવાડીયામાં બે વખત કરવા થી વાળ સિલ્કી થઇ જશે અને તમારા સફેદવાળ પણ કાળા થવા લાગશે.

image source

રૂતુ બદલાતાં વાળમાં ખોડા ની સમસ્યા પેદા કરે છે. આ કિસ્સામાં, તમે કાળા મરી અને ઓલિવ તેલ થી તમારા માથા અને વાળ ની માલિશ કરી શકો છો. જો તમે આ રેસીપી અઠવાડિયામાં બે વાર અજમાવો તો તમે ખોડા થી છૂટકારો મેળવી શકો છો. વાળમાંથી ખોડો દૂર કરવા માટે, એક વાટકીમાં એક ચમચી કાળા મરી નો પાઉડર નાખો.

image source

ત્યારબાદ વર્જિન ઓલિવ તેલ નાખો અને બંને ને બરાબર મિક્સ કરો. આ પછી, બે ચમચી લીંબુ નો રસ ઉમેરો અને મિશ્રણ કરો. હવે તેને તમારા ખોપરી ઉપર ની ચામડી પર લગાવો અને તેને એક કલાક અથવા આખી રાત છોડી દો. બીજા દિવસે તમે શેમ્પૂ થી તમારા વાળ ધોઈ લો. આ તમને ખોડાને રોકવામાં મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Related Posts

0 Response to "વાળ બહુ સફેદ થઇ ગયા છે? તો આ એક વસ્તુથી વાળને કરી દો નેચરલી રીતે કાળા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel