ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી, ખેડૂતો ખાસ જાણી લેજો નહિં તો…
ચોમાસાની મોટી આગાહી: ગુજરાતમાં 17થી 20 જૂને ચોમાસું પહોંચશે, 106 ટકા સાથે સારા વરસાદ પડશે
આ વખતે હવામાનની ખાનગી સંસ્થાઓ અને હવામાન ખાતા વચ્ચે કેરળમાં ચોમાસું પહોંચવા અંગે મતમતાંતર છે ત્યારે પાછલા વર્ષોમાં પૂર્વાનુંમાન અને ચોમાસું પહોંચવાની તારીખ અને ચોમાસું ક્યારે પહોંચ્યું હતું તે અંગે જોઈએ તો 2018માં પૂર્વાનુમાન 29 મે અને ચોમાસું પહોંચ્યું 29 મે, 2019માં પૂર્વાનુંમાન 6 જૂન અને પહોંચ્યું 8મી જૂન, 2020માં પૂર્વાનુંમાન 5મી જૂન અને પહોંચ્યું 23 જૂન. 2021માં 3 જૂને કેરળમાં ચોમાસું પહોંચવાની હવામાન ખાતાની આગાહી છે.

કેરળમાં 3 જૂને ચોમાસું પહોંચે તો મહારાષ્ટ્રમાં 13મી જૂને ચોમાસું પહોંચે. ગુજરાતમાં 17થી 20 જૂનમાં ચોમાસું પહોંચ, કચ્ચમાં 28મી જૂને પહોંચે, મધ્ય ગુજરાતમાં 23 જૂન અને ગુજરાતના મોટાભાગોમાં 25મી જૂને ચોમાસું પહોંચવાની શક્યતા છે તેમ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું. કોરોના મહામારીના કારણે ખોડંગાઇ રહેલા ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર લાવતાં હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં વર્ષ ૨૦૨૧નું નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે જ્યારે મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે.

પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનું અનુમાન છે. વર્ષ ૨૦૨૧ માટેના નૈઋત્યના ચોમાસા માટે બીજી લોન્ગ રેન્જ આગાહી જારી કરતાં ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે, વાવણીની સિઝન શરૂ કરવા માટે જૂન મહિનામાં ચોમાસું સામાન્ય રહેશે. મોહપાત્રાએ જણાવ્યું હતું કે, ભારતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થવાના સંજોગો ઊજળા બન્યા છે. અમને આશા છે કે ૩ જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ જશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું દેશભરમાં સામાન્ય રહેવાની સંભાવના છે અને લોન્ગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૧૦૧ ટકા વરસાદ થવાનો અંદાજ છે. ૧૯૬૧થી ૨૦૧૦ સુધીના સમયગાળાથી માપવામાં આવતો એલપીએ હાલ ૮૮ સેમી છે. આ વખતે ચોમાસામાં દેશમાં એલપીએના ૯૬ ટકાથી ૧૦૪ ટકા વરસાદ થવાની સંભાવના છે. એપ્રિલ મહિનામાં પ્રથમ આગાહીમાં હવામાન વિભાગે એલપીએના ૯૮ ટકા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

થોડા સપ્તાહ અગાઉ પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી હતી કે, નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને એલપીએના ૧૦૩ ટકા વરસાદ થવાની સંભાવના છે. જો ભારતીય હવામાન વિભાગ અને સ્કાયમેટના અંદાજ સાચા પડશે તો સતત ત્રીજા વર્ષે ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહી શકે છે. વર્ષ ૨૦૨૦માં એલપીએના ૧૦૯ ટકા અને વર્ષ ૨૦૧૯માં એલપીએના ૧૧૦ ટકા વરસાદ ભારતમાં નોંધાયો હતો. છેલ્લે ૧૯૯૬થી ૧૯૯૮ વચ્ચે ભારતમાં સતત ત્રણ વર્ષ ચોમાસું સામાન્ય રહ્યું હતું.
કોર ઝોનમાં ૧૦૬ ટકા વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે પહેલીવાર ઓડિશાથી મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી પથરાયેલા કોર ઝોન માટે ચોમાસાથી વિશેષ આગાહી કરી છે. આ કોર ઝોનમાં ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોર ઝોનમાં સરેરાશથી વધુ એટલે કે એલપીએના ૧૦૬ ટકા કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે.
પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ નહીં સર્જાય
એપ્રિલના અંતમાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ ન્યૂટ્રલ કન્ડિશનમાં તબદીલ થઇ ગઇ હતી અને સમગ્ર ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ સર્જાવાની કોઇ સંભાવના નથી. વૈશ્વિક હવામાન સંસ્થા (ડબ્લ્યૂએમઓ)એ મંગળવારે જણાવ્યું હતું કે, આગામી કેટલાક મહિના પ્રશાંત મહાસાગરમાં ન્યૂટ્રલ કન્ડિશન જળવાઇ રહેશે, જૂનથી ઓગસ્ટ વચ્ચે હવાનું તાપમાન સરેરાશ કરતાં વધુ રહેશે તેથી અલ નીનોની સ્થિતિ સર્જાવાની બહુ નહીંવત સંભાવના છે.

કયા ઝોનમાં એલપીએના કેટલા ટકા વરસાદ થશે
- • ૯૮ ટકાથી ૧૦૮ ટકાઉત્તરપશ્ચિમ ભારત
- • ૧૦૬ ટકાથી વધુ મધ્ય ભારત
- • ૯૩ ટકાથી ૧૦૭ ટકાદક્ષિણ ભારત
- • ૯૫ ટકાથી ઓછોઉત્તરપૂર્વ ભારત
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી, ખેડૂતો ખાસ જાણી લેજો નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો