ઉતાવળ કરજો, મારુતિ બાદ આ કંપની પણ વ્હીકલના ભાવમાં કરી રહી છે વધારો, જાણો નહિં તો ખિસ્સુ થઇ જશે સાવ ખાલી
જો તમે હીરો મોટોર્કોર્પની નવી બાઈક કે સ્કૂટર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો જલ્દી જલ્દી તમારી ખરીદી કરી લેજો. કારણ કે જો તમે એક જુલાઈ બાદ હીરો કંપનીનું કોઇપણ નવું વાહન ખરીદશો તો તમારે થોડા હજાર રૂપિયા વધારે ચૂકવવા પડશે. હીરો મોટોકોર્પએ આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ત્રીજી વખત પોતાના બાઈક અને સ્કુટરમાં વધારો કર્યો છે. અન્ય બે ભાવવધારાને પણ શામેલ કરવામાં આવે તો ટ્રાઇJઇ વખત થયેલા ભાવવધારા બાદ હીરોના બાઈક અને સ્કૂટરના અમુક મોડલની કિંમત 18,000 રૂપિયા જેટલી વધી જશે.

જ્યારે હીરો મોટોકોર્પએ પોતાના વાહનોની કિંમતમાં વધારો જાહેર કર્યા બાદ અન્ય દ્વિચક્રી વાહન નિર્માતા કંપનીઓ પણ ટૂંક સમયમાં જ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરી શકે છે. દેશNઇ સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ આગામી જુલાઈ મહિનાથી પોતાની ગાડીઓની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવવધારાનું કારણ સ્ટીલ, પ્લાસ્ટિક અબે એલ્યુમિનિયમ ધાતુના ભાવમાં આવેલ ઉછાળો જણાવવામાં આવે છે.
3000 રૂપિયા સુધીનો ભાવવધારો

કંપની તરફથી જાહેર કરાયેલ પ્રેસ નોટમાં જણાવ્યા મુજબ હીરો મોટોકોર્પ આગામી એક જુલાઈથી પોતાના સ્કૂટર અને બાઇકની કિંમતોમાં 3000 રૂપિયા જેટલો ભાવવધારો કરશે. કંપનીના કહેવા મુજબ આ ભાવવધારો મોડલ અને બજાર અનુસાર કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ કોમોડિટીના ભાવમાં નિરંતર વધારાના પ્રભાવને આંશિક રૂપે ઓફસેટ કરવા માટે વાહનોની કિંમતમાં વધારો કરવો જરૂરી બની ગયો છે. પ્રેસ નોટમાં જણાવાયું છે કે કંપનીનો પ્રયાસ એ છે કે તે ગ્રાહકો પર આ ભાવવધારાનો પ્રભાવ ઓછામાં ઓછો નાખે, આ માટે કંપની કોસ્ટ સેવિંગ પ્રોગ્રામ પણ જોરશોરથી ચલાવી રહી છે.
ત્રીજી વખત ભાવવધારો
આ પહેલા પણ કંપનીએ એક જાન્યુઆરી 2021 થી પોતાના સ્કૂટર અને બાઇકની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના કહેવા અનુસાર કિંમતમાં વધારો કરવા પાછળ ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો અને કાચા માલની કિંમતમાં થયેલ ભાવવધારો હતો. ત્યારે કંપનીએ પોતાના વાહનોની એક્સ શોરૂમ કિંમતોમાં 15,000 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ કંપનીએ પહેલી એપ્રિલે ફરીથી પોતાના વાહનોની કિંમતમાં ભાવવધારો કરવાની જાહેરાત કરી હતી.

ત્યારે કંપનીના કહેવા મુજબ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ અને ઉપકરણોની વધેલી કિંમતોને ભાવવધારાનું કારણ બતાવ્યું હતું અને તેના કારણે કંપનીને પોતાના વાહનોની કિંમતમાં વધારો કરવો પડ્યો હોવાનું કહ્યું હતું. કંપનીએ તે દરમિયાન તેની સૌથી વધુ વેંચાતી પ્રોડક્ટ હીરો સ્પ્લેન્ડર રેન્જની કિંમતમાં અંદાજે 750 થી લઈને 1200 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે HF Deluxe રેન્જની કિંમતમાં 500 રૂપિયાથી લઈને 1200 રૂપિયાનો વધારો કર્યો હતો. એ ઉપરાંત કંપનીએ હીરો એક્સ્ટ્રીમ રેન્જના મોડલમાં પણ ભાવવધારો કર્યો હતો.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી પણ જુલાઈ મહિનાથી પોતાના વાહનોની કિંમતમાં ભાવવધારો કરવાની તૈયારીમાં છે. કંપનીના કહેવા મુજબ છેલ્લા એક વર્ષમાં અલગ અલગ ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને કારણે કંપનીના વાહનોના ઉત્પાદન ખર્ચમાં પ્રતિકૂળ અસર થઈ હતી જેના કારણે કંપની માટે એ જરૂરી બની ગયું હતું કે આ વધારાના ભાવવધારાનો અમુક અંશ ગ્રાહકોને ભાવવધારા રૂપે આપવામાં આવે.
0 Response to "ઉતાવળ કરજો, મારુતિ બાદ આ કંપની પણ વ્હીકલના ભાવમાં કરી રહી છે વધારો, જાણો નહિં તો ખિસ્સુ થઇ જશે સાવ ખાલી"
ટિપ્પણી પોસ્ટ કરો