બેંકમાં બચત ખાતું ખોલાવતી સમયે રાખી લો આ સાવધાની, નાની ભૂલ પણ પડશે ભારે
બચત ખાતું ખોલાવતી સમયે અનેક લોકો નાની વાતોને ઈગ્નોર કરી લે છે, પરંતુ આ યોગ્ય નથી, કેમકે આમ કરવાથી ભવિષ્યમાં તમારું નુકસાન થશે. બેંકમાં બચત ખાતું ખોલાવતી સમયે ખાસ કરીને લોકો કઈ ચીજોને નજરઅંદાજ કરે છે તેનું તેમને પોતાને પણ ધ્યાન હોતું નથી. ખાતું ખોલાવતી સમયે લોકો ખાસ કરીને બચત પર મળનારું વ્યાજ કે એકાઉન્ટ પર લાગતા ચાર્જ જેવી જરૂરી વાતોને વિશે પણ જાણકારી મેળવતા હોતા નથી. આજે અમે આપને જણાવીશું કે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખી લેવાથી મુશ્કેલી થતી નથી અને સાથે જ ભવિષ્યમાં તમને તેનો ફાયદો પણ મળે છે. તો આવો જાણો કામની વાતો.

મંથલી એવરેજ બેલેન્સ
દરેક બેંકમાં આ રકમ અલગ અલગ હોય છે. કોઈ બેંકમાં વધારે હોય છે તો કોઈ બેંકમાં ઓછી હોય છે.
બચત ખાતું ખોલાવતી સમયે ધ્યાન રાખો કે મિનિમમ બેલેન્સ જેટલું ઓછું હશે તેટલો તમને ફાયદો થશે. જો તે વધારે હશે તો તમારે તેના માટે પેનલ્ટી ભરવી પડી શકે છે.
મંથલી એવરેજ બેલેન્સ અર્બન અને સેમી અર્બનના આધારે અલગ અલગ નક્કી કરવામાં આવે છે.
વ્યાજ

બેંક તમને સેવિંગ્સ ખાતા પર કેટલું વ્યાજ આપી રહી છે તે મહત્વનું છે. ખાતું ખોલાવતી સમયે તેનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.
અલગ અલગ બેંકના વ્યાજ દર પણ અલગ અલગ હોય છે.
ખાતું ખોલાવતા પહેલા અલગ અલગ બેંકને વિશે જાણકારી મેળવી લેવી કે તે કેટલા ટકા વ્યાજ આપી રહી છે.
ઓનલાઈન બેંકિંગ અને એપની સર્વિસ
ઓનલાઈન બેંકિંગ અને એપની સુવિધા તમામ બેંક આપી રહી છે.
જે બેંકની ઓનલાઈન બેંકિંગ સર્વિસ સરળ હોય અને સુરક્ષિત હોય તેમાં તમારું એકાઉન્ટ ખોલાવો.
બેંક એપ લાઇટ હોવું જોઈએ જેનાથી તમને તેને ઉપયોગમાં લેવામાં મુશ્કેલી ન આવે.
ચાર્જ

સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા અલગ અલગ પ્રકારના ચાર્જની માહિતી મેળવી લેવી પણ જરૂરી છે.
બેલેન્સનો મેસેજ મોકલવો, એટીએમથી રૂપિયા કાઢવા, ચેક બુક લેવા અને બેંક જઈને રૂપિયા કાઢવા કે જમા કરવા માટે પણ બેંક ચાર્જ વસૂલે છે.
જો વધારે વ્યાજ મેળવવુ હોય તો
બેંક ગ્રાહકોને અલગ અલગ એકાઉન્ટ ખોલવાનો ઓપ્શન આપે છે.
જેમકે એસબીઆઈ સેવિંગ્સ પ્લસ એકાઉન્ટ ખોલવાનો ઓપ્શન આપે છે.
આ એકાઉન્ટ મલ્ટી ઓપ્શન ડિપોઝિટથી લિંક હોય છે.
તેમાં સરપ્લસ એમાઉન્ટ એક નક્કી સીમાથી વધારે હોવાથી ફિકસ્ડ ડિપોઝિટમાં ફેરવાય છે.
તેમાં બચત ખાતું ખોલવાની તુલનામાં તમે વધારે વ્યાજ મેળવી શકો છો.
0 Response to "બેંકમાં બચત ખાતું ખોલાવતી સમયે રાખી લો આ સાવધાની, નાની ભૂલ પણ પડશે ભારે"
ટિપ્પણી પોસ્ટ કરો