‘બેકલેસ’ તસવીરો શેર કરીને અંકિતા લોખંડે આવી ગઈ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!
બોલિવૂડમાં અને ટીવીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેને ઈન્ટરનેટ પર વાયરલ થવું ગમે છે અને તે અવાર નવાર કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અંકિતા તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાની કોઈ જ તક છોડતી નથી. હાલમાં જ તેણે ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. અંકિતાના આ લુકને તેના ચાહકોમાં ખૂબ પસંદ આવી રહ્યો છે.

તેની આ તસવીરમાં અંકિતા લોખંડે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. અંકિતા લોખંડેની સુંદરતા લાંબા બેકલેસ સિલ્વર ડ્રેસમાં જોવા મળી રહી છે. અંકિતા ચાહકોને અપડેટ રાખવા માટે તે ઘણીવાર ફોટા અને વીડિયો શેર કરે છે. અભિનેત્રીએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે અંકિતાએ કેપ્શનમાં લખ્યું, જે તમારા માટે બનાવવામાં આવ્યું છે, તે તમને મળશે. ઘણા યુઝર્સ તેના ડ્રેસ પર પણ ટિપ્પણી કરી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે. અંકિતાના આ લુકને તેના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાતની ઘટના બાદ તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું નામ પણ ભારે ચર્ચામાં રહ્યું હતું. જો કે, ત્યાર બાદ થોડા સમય મીડિયા અને ગોસિપથી દૂર રહ્યાં બાદ હવે ફરી એકવાર અંકિતા લોખંડી લાઈમ લાઈટમાં આવી છે. આ વખતે તેના સેક્સી અવતારને કારણે સોશલ મીડિયામાં તેના નામની ધૂમ મચી છે. અંકિતાનો નવો સેક્સી અવતાર ફેન્સ અને વિવેચકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો અંકિતા લોખંડે સોશિયલ મીડિયા દ્વારા કોરોના વાયરસ મહામારીના કારણે લાગેલા લૉકડાઉન દરમિયાન પોતાના ઘરોની સ્નીક-પીક શેર કરતી રહી છે. તે પોતાના પરિવારની સાથે મુંબઇમાં રહે છે. તેનુ આ ઘર બહુ જ સુંદર અને સાધાર છે.

અંકિતા છેલ્લા એક વર્ષથી ઘરમાં અને ઘરના અલગ અલગ ભાગોનો વીડિયો અને તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. અંકિતા લોખંડેના ઘરમાં સામાન્ય ઇન્ટીરિયર્સ છે, અને ઘણીબધી દિવાલો પર સફેદ શેડ્સ છે. લિવિંગ રૂમમાં બેસવાની બહુજ જગ્યા છે, અને તેના પાછળ બાલ્કની છે.
0 Response to "‘બેકલેસ’ તસવીરો શેર કરીને અંકિતા લોખંડે આવી ગઈ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!"
ટિપ્પણી પોસ્ટ કરો