યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માટે અધધધ…ફી વસુલે છે નાયરા, જગુઆરમાં ફરે છે દિવસ-રાત, ફીની રકમ સાંભળીને ઉડી જશે હોંશ

યે રિશ્તા ક્યાં કહેલાતા હે માટે ઊંચી રકમ લે છે શિવાંગી જોશી, જગુઆરની કરે છે સવારી.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે સીરિયલમાં નાયરાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શિવાંગી જોશીનો જન્મ 18 મે 1995માં પુણેમાં થયો હતો. એ ટીવીની દુનિયાની સૌથી ક્યૂટ એક્ટ્રેસ છે. સોશિયલ મીડિયા પર એમની સારી એવી ફેન ફોલોઇંગ છે. હાલ સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હેનું શૂટિંગ ગુજરાતમાં જ થઈ રહ્યું છે. આ સિરિયલ લાંબા સમયથી દર્શકોના દિલો પર રાજ કરે છે અને એ સાથે જ નાયરા ઉર્ફે શિવાંગી જોશીએ પણ ઘર ઘરમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. દર્શકો કાર્તિક અને નાયરાની જોડીને ખૂબ જ પસંદ કરે છે.

image source

શિવાંગી જોશીએ વર્ષ 2013માં ટીવી શો ખેલતી હે જિંદગી આંખ મિચોલીથી એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલમાં એમના પાત્રને ઘણું જ પસંદ કરવામાં આવ્યું હતું. જો કે શિવાંગી જોશીને ઓળખ ટીવી સીરિયલ બેઈંતિહામાં ભજવેલા આયતના રોલથી મળી હતી.

image source

બેઈંતિહા પછી શિવાંગી જોશી બેગુસરાય સીરિયલમાં પણ દેખાઈ હતી. આ સીરિયલમાં શિવાંગી જોશીએ પૂનમ ઠાકુરનો રોલ ભજવ્યો હતો. એ પછી વર્ષ 2016થી એ યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા નાયરાનું પાત્ર ભજવતી દેખાઈ રહી છે. એમના આ પાત્રને ઘણું જ પસંદ કરવામાં આવે છે. સાથે સાથે આ શો ટીઆરપીમાં પણ જગ્યા બનાવે છે.

image source

ખબરોનું માનીએ તો યે રિશ્તા ક્યાં કહેલાતા હે માટે શિવાંગી જોશીને એક ઊંચી રકમ આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર શિવાંગી જોશી એક દિવસના 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે. એ સિવાય એમને મોંઘી ગાડીઓમાં ફરવાનો ખૂબ જ શોખ છે. શિવાંગી જોશી પાસે લેટેસ્ટ મોડલની જગુઆર છે જેની કિંમત કરોડોમાં છે.અહેવાલો અનુસાર, નાની ઉંમરે પણ તે કરોડોની સંપત્તિની માલિક બની છે. તેમની કુલ સંપત્તિ લગભગ 18 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

image source

તમને જણાવી દઈએ કે શિવાંગી જોશીનું નામ તેમના કો એકટર મોહસીન ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. મોહસીન ખાન અને શિવાંગી જોશીએ વર્ષ 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જો કે એ પણ ખબર આવી હતી કે હવે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. મોહસીન ખાને જણાવ્યું હતું કે હવે એ અને શિવાંગી જોશી સાથે નથી પણ એમની વચ્ચે મિત્રતા આજે પણ જોઈ શકાય છે.

image source

શિવાંગીનું નામ મોહસીન ખાન પહેલા એક્ટર વિશાલ આદિત્ય સિંહ સાથે સંકળાયેલું હતું. બંનેએ ‘બેગુસરાય’ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, તેમની જોડી લાંબો સમય ટકી ન હતી. શિવાંગી જોશી ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘યે હૈ આશિકી’ અને ‘લવ બાઈ ચાન્સ’ જેવા શૉમાં પણ કામ કરી ચૂકી છે.શિવાંગી જોશી કેટલીક એડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માટે અધધધ…ફી વસુલે છે નાયરા, જગુઆરમાં ફરે છે દિવસ-રાત, ફીની રકમ સાંભળીને ઉડી જશે હોંશ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel