ભૂલ્યા વગર સવારમાં કરી લો આ કામ, નહિં તો ગેસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગોનો બનશો ભોગ, જાણો ફટાફટ

મિત્રો, આપણે ઘણીવાર સવારે અમુક એવી પ્રકારની ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે, જે દેખાવમા આપણને સામાન્ય લાગે છે પરંતુ, તે ધીમા ઝેર જેવું કામ કરે છે અને આગળ જતા આપણા શરીરને રોગિષ્ઠ બનાવી દે છે. આજે અમે તમને આ લેખમા એવી જ એક ભૂલ વિશે જણાવીશું.

image source

સવારે કઈપણ ના ખાવાની આદત તમારા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આ આદતના કારણે તમે ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, ઓબેસિટી, બ્લડ-પ્રેશર અને હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવી અસંખ્ય સમસ્યાઓથી પીડાઈ શકો છો અને આ સાથે જ તે બધી જ ક્રિયાઓ મગજના સંતુલન પર પણ ખુબ જ અસર કરે છે.

image source

વહેલી સવારમા કરવામા આવેલો નાસ્તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનો હોય છે. વજન ઉતારવા માટે તથા ઉતારેલા વજનને જાળવી રાખવા માટે પણ સવારમા બ્રેકફાસ્ટ લેવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત સવારે નાસ્તો કરવાનો સમય રહેતો નથી ત્યારે ભલે થોડો પણ સવારમા કાઈક નાસ્તો કરીને જ ઘરેથી નીકળવું એવો નિયમ લેવો.

image source

સ્વાસ્થ્યના તજજ્ઞો મુજબ સૌથી મહત્વનું ભોજન એટલે મોર્નિંગ બ્રેકફાસ્ટ. સવારના ઊઠીને એક કલાકની અંદર જ હેલ્ધી વસ્તુઓ ખાવાનો આગ્રહ આજના સમયના ડાયટિશિયન રાખે છે. ફક્ત એટલું જ નહી તેઓ જણાવે છે કે, દિવસમાં સૌથી વધુ માત્રામાં ખોરાક તમે સવારના નાસ્તામાં જ લો કારણકે, એ તમને આખા દિવસની શક્તિ આપે છે.

રાત્રે જમ્યા બાદ તમે ૧૦-૧૨ કલાક સુધી કંઈ જ ખાતા નથી, જેને એક ઉપવાસ એટલે કે ફાસ્ટ સમજો અને સવારે ઊઠીને જ્યારે તમે કંઈક ખાવ છો ત્યારે તમે તમારો ઉપવાસ બ્રેક કરો છો એટલે કે તોડો છો એટલે જ સવારના બ્રેકફાસ્ટનુ આપણા જીવનમાં અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વ છે.

image source

જો તમે આ સવારનો નાસ્તો ટાળો છો તો તેના કારણે તમારે અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમકે, વાળ ખરી જવા, ડાયાબીટીસ, એસીડીટી, અપચો, મગજમા ખોટી અસર વગેરે જેવી સમસ્યાઓથી તમારું શરીર ઘેરાઈ જાય છે અને તમે સાવ નિર્બળ મહેસુસ કરો છો.

image source

જો તમે સવારનો નાસ્તો ના અક્રો એટલે આખો દિવસ એસિડિટી, ગેસ અને પેટની સમસ્યા બની રહે છે કારણકે, આખી રાત તમારું પેટ ખાલી હોય છે, જેને કારણે શરીરમા એસિડની માત્રા વધી જાય છે અને સવારે ભોજન ન મળી શકવાને કારણે એસિડિટીનું પ્રમાણ વધવા લાગે છે.

image source

આ ઉપરાંત સવારનો નાસ્તો ના કરવાથી મગજને આવશ્યક માત્રામા ન્યૂટ્રિશિયન અને પૂરતી એનર્જી નથી મળી શકતી, જેને કારણે તેમનુ મગજ પણ યોગ્ય રીતે કામ નથી કરતું. પરિણામ સ્વરૂપ કોઈ કામમા મન નથી લાગતુ અને થાક સાથે મૂડ સ્વિગ થવુ જેવી સમસ્યાઓ થવા લાગે છે. માટે જો તમે પણ અત્યાર સુધી સવારનો નાસ્તો સ્કીપ કરતા હતા તો હવે તમારી આ આદતને છોડો અને રેગ્યુલર સવારનો નાસ્તો કરવાની આદત કેળવો.

Related Posts

0 Response to "ભૂલ્યા વગર સવારમાં કરી લો આ કામ, નહિં તો ગેસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગોનો બનશો ભોગ, જાણો ફટાફટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel