125 સીસી એન્જીન ધરાવતી આ 3 બાઇક છે શાનદાર, દમદાર પર્ફોર્મન્સ સાથે આપે છે સ્ટાઇલિશ લુક, કરી લો એક નજર
જો તમે 125 સીસીની નવી બાઇક ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો અમારો આજનો આ લેખ તમારા માટે ઉપયોગી નીવડી શકે તેમ છે. કારણ કે આ લેખમાં અમે આપને 125 સીસી સેગમેન્ટની ત્રણ લાજવાબ બાઇક વિશે માહિતી આપવાના છીએ જે દમદાર પર્ફોર્મન્સ સાથે સ્ટાઈલિશ લુક ધરાવે છે.

આ બાઇકમાં Bajaj Pulsar 125 Split Seat, KTM 125 Duke અને Bajaj Pulsar 125 Neon શામેલ છે. આપણે અહીં ઉપરોક્ત બાઇક્સનું પર્ફોર્મન્સ અને કિંમત વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ તમે પોતે જ નક્કી કરી શકશો કે કયુ બાઇક તમારી અનુકૂળતા મુજબનું છે.
Bajaj Pulsar 125
એન્જીન – Bajaj Pulsar 125 સ્પ્લિટ સીટ વેરીએન્ટમાં પાવર માટે 125 સીસીનું BS 6 કમ્પ્લાયન્ટ વાળું DTS-i એન્જીન આપવામાં આવ્યું છે.

પરફોર્મન્સ – Bajaj Pulsar 125 સપ્લીટ સીટ વેરીએન્ટનું એન્જીન 8500 આરપીએમ પર 12 PS નો મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 11Nm નો ટોર્ક જનરેટ કરે છે.
ટ્રાન્સમિશન – Bajaj Pulsar 125 સ્પ્લિટ સીટ વેરીએન્ટનું એન્જીનન5 સ્પીડ ગેયરબોક્સ ધરાવે છે.
ફ્યુલ કેપીસીટી – Bajaj Pulsar 125 સ્પ્લિટ સીટમાં 11.5 લીટરની ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.
કિંમત – Bajaj Pulsar 125 સ્પ્લિટ સીટના ડ્રમ બ્રેકસ વેરીએન્ટની દિલ્હી એક્સ શો રૂમની કિંમત 73,274 રૂપિયા છે જ્યારે ડિસ્ક વેરીએન્ટની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 80,218 રૂપિયા છે.
KTM 125 Duke
એન્જીન – KTM 125 Duke માં 124.7 સીસી સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે.
પરફોર્મન્સ – KTM 125 Duke નું એન્જીન 9250 આરપીએમ પર 14.3 bhp નો મેક્સિમમ પાવર અને 8000 આરપીએમ પર 12 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

ટ્રાન્સમિશન – KTM 125 Duke નું એન્જીન 6 સ્પીડ ગેયરબોક્સ ટ્રાન્સમિશન ધરાવે છે.
ફ્યુલ કેપીસીટી – KTM 125 Duke માં.13.5 લીટરની ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.
કિંમત – 2021 KTM 125 Duke ને 1.50 લાખ રૂપિયાની ઇન્ટ્રોડક્ટ્રી કિંમત પર લોન્ચ કરવામા આવ્યું છે.
Bajaj Pulsar 125 Neon
એન્જીન – Bajaj Pulsar 125 Neon માં 124.4 સીસી, 4 સ્ટ્રોક, 2 વાલ્વ, ટ્વીન સ્પાર્ક BS 6 DTS – i એન્જીન આપવામાં આવ્યું છે.
પરફોર્મન્સ – તેનું એન્જીન 8509 આરપીએમ પર 12 PS નો મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 11 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

ટ્રાન્સમિશન – Bajaj Pulsar 125 Neon નું એન્જીન 5 સ્પીડ ગેયરબોક્સ ધરાવે છે.
ફ્યુલ કેપીસીટી – Bajaj Pulsar 125 Neon માં 11.5 લીટરની ફ્યુલ ટેન્ક આપવામા આવી છે.
કિંમત – Bajaj Pulsar 125 Neon ના ડ્રમ બ્રેકસ વેરીએન્ટની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 72,122 રૂપિયા છે જ્યારે ડિસ્ક વેરીએન્ટની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 76,922 રૂપિયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "125 સીસી એન્જીન ધરાવતી આ 3 બાઇક છે શાનદાર, દમદાર પર્ફોર્મન્સ સાથે આપે છે સ્ટાઇલિશ લુક, કરી લો એક નજર"
ટિપ્પણી પોસ્ટ કરો