ગૂગલ બાદ ઇન્સ્ટાગ્રામ સામે FIR, ભગવાન શિવને સ્ટિકરમાં વાઇન ગ્લાસ અને ફોન સાથે બતાવતા ચારેકોર હોબાળો
થોડાક દિવસો પહેલાની જ વાત છે કે જ્યારે ગૂગલ પર ભારતની સૌથી ભદ્દી ભાષા વિશે સર્ચ કરવામાં આવ્યું તો જવાબમાં કન્નડ ભાષાનું નામ બતાવાયું. એ પછી તો કર્ણાટકમાં ધમસાણ મચી ગયું. સામાન્ય જનતા સહિત રાજનેતા પણ ગૂગલ પર માછલાં ધોવા લાગ્યા અને એને ઝડપથી પોતાની ભૂલ સુધારવા અને માફી માગવાની વાત કરવા લાગ્યા. એ પછી ભારતમાં સૌથી ભદ્દી ભાષા કઈ એમ પૂછતાં પોતાના સર્ચ એન્જિન પર આવનારા જવાબમાંથી કન્નડ ભાષા એવો ઉલ્લેખ હટાવી લેવામાં આવ્યો હતો.

ત્યારે હવે ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ઘમાસાણ મચ્યું છે અને પીલસ ફરિયાદ થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ મંગળવારે દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના નાગરિક મનીષ સિંહે આ કેસ નોંધ્યો છે. જો કે આની પહેલાં પણ ઈન્ટાગ્રામ વિરુદ્ધ આપત્તિજનક સ્ટિકર મુદ્દે ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

આ કેસ વિશે વિગતે વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મુકાયો છે. ફરિયાદમાં કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામે ભગવાન શિવનું સ્ટિકર અપમાનજનક રીતે દર્શાવ્યું હતું. જે ખરેખર અપમાન છે. ઈન્સ્ટાગ્રામમાં SHIV સર્ચ કરવાથી શિવજીના ઘણા સ્ટિકરો જોવા મળે છે, એમાંના એક સ્ટિકરમાં શિવજીને વાઈન ગ્લાસ અને ફોન સાથે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ સામે આવ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ વાત કરીએ તો મનીષ સિંહે ફરિયાદમાં કહ્યું હતું કે તે ઈન્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરી રહ્યો હતો ત્યારે તેણે SHIV કી-વર્ડ સર્ચ કર્યો હતો. આ કી-વર્ડમાં સર્ચ કર્યા પછી આપત્તિજનક સ્ટિકર જોવા મળ્યું હતું.

આગળ વાત કરતાં મનીષે કહ્યું હતું કે આ સ્ટિકર હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે, જેથી મનીષ સિંહે CEO અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ વર્ષે જ કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરીના રોજ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. એમાં ઉલ્લેખ કરાયો હતો કે જે કોઈપણ યુઝર પોતાના અંગત અકાઉન્ટમાં કન્ટેન્ટ અપલોડ કરે છે તો એ અંગે જે-તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ જવાબદાર રહેશે.
આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે જો ભારતની સુરક્ષા અને અખંડિતતા વિરુદ્ધ કોઈ પોસ્ટ અથવા ટ્વીટ કરાશે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એના મુખ્ય ઓરિજિનેટર (જેને પ્રથમ આ પોસ્ટ અપલોડ કરી હોય) અંગે જાણ કરવાની રહેશે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે એવું પણ કહેવાયું હતું.

નિયમ એવો પણ છે કે જો આપત્તિજનક પોસ્ટ વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ કેસ અથવા ફરિયાદ કરે તો એને 36 કલાક પહેલાં ડિલિટ કરવી પડશે. આ તમામ ફરિયાદોનો નિવેડો લાવવા માટે જે-તે સોશિયલ મીડિયાએ ભારતમાં એક અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે, જે 24 કલાકની અંદર ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 15 દિવસની અંદર આ અંગે નિર્ણય જાહેર કરવો પડશે એક એવો પણ નિયમ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઈન્સ્ટા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અને આ સ્ટીકરને હટાવવામાં આવે કે કેમ એ પણ સમય જ બતાવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગૂગલ બાદ ઇન્સ્ટાગ્રામ સામે FIR, ભગવાન શિવને સ્ટિકરમાં વાઇન ગ્લાસ અને ફોન સાથે બતાવતા ચારેકોર હોબાળો"
ટિપ્પણી પોસ્ટ કરો