SBI Alert: ATMનું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે તો થશે મોટી મુશ્કેલી, આ રીતે બ્લોક કરી શકશો, જાણો નવું કાર્ડ મેળવવાની પ્રોસેસ
અનેક વાર એવું થાય છે કે ATM થી કેશ કાઢવા માટે ડેબિટ કાર્ડ મશીનમાં લગાવીને તમે ભૂલી જાઓ છો અથવા તો પછી ભૂલથી પણ તેને ક્યાંય પણ ખોવી દો છો. આ નાની ચૂક પણ તમને ભારે પડી શકે છે. કોઈ પણ તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ ખાસ કરીને ખાતાથી રૂપિયા કાઢવામાં આવી શકે છે. શોપિંગ કરી શકો છો અને સાથે તમને ખ્યાલ પણ નહીં આવે કે કોણે કર્યું છે.
SBI ડેબિટ કાર્ડ ખોવાઈ જાય તો શું કરશો

દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના ગ્રાહકોને એવી સ્થિતિથી નીપટવાની રીત બતાવી છે. SBIએ ગ્રાહકોને કહ્યું છે કે જયારે તમને ખ્યાલ આવે કે તમારું ડેબિટ કાર્ડ ખોવાઈ હયું છે તો તમે પહેલાથી કાર્ડને બ્લોક કરો અને ફરીથી તેને ઈશ્યૂ કરાવી લો. ડેબિટ કાર્ડને બ્લોક કરવાની રીત ખૂબ જ સરળ છે. તમે આ રીતે તમારું કામ કરી શકો છો. આ સાથે તમે ખાસ વાતનું ધ્યાન રાખો તે જરૂરી છે.
IVR ની મદદથી કરી લો બ્લોક

સૌથી પહેલા રીત તો એ છે કે તમે SBIના કસ્ટમર કેર નંબર 1800 112 211 કે 1800 425 3800 પર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કોલ કરો. અહીં પર તમને કાર્ડ બ્લોક કરવાનો ઓપ્શન મળશે. તમને તમારા એકાઉન્ટ નંબરના છેલ્લા 5 નંબર લખવાના રહે છે. કાર્ડને બ્લોક કરવાનું રહેશે. કાર્ડ બ્લોક થયા બાદ તમારા મોબાઈલ પર એક કન્ફર્મેશન મેસેજ આવશે.
SMSની મદદથી કરી લો બ્લોક

તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી એક SMS ટાઈપ કરો. ‘BLOCK પછી કાર્ડના 4 નંબર નોંધી લો અને તેને 567676 પર મોકલી દો. કાર્ડ બ્લોક થયાનો મેસેજ તમારા ફોન પર આવી જશે.
SBI YONO એપની મદદથી પણ બ્લોક કરી શકાશે
YONO મોબાઈલ એપમાં જઈને ‘Service Request’ પર ક્લિક કરો અને પછી Block ATM/ Debit Card ના ઓપ્શન પર ક્લિક કરો. ઈન્ટરનેટ બેંરિંહ પાસવર્ડ અને પ્રોફાઈલ પાસવર્ડ નાંખીને આગળ વધો, આ એકાઉન્ટને પસંગ કરો જેનાથી ડેબિટ કાર્ડને બ્લોક કરવાનું છે. પછી કાર્ડ નંબર સિલેક્ટ કરો. કાર્ડ બ્લોક કરવાનું કારણ પણ લખો. આ સાથે તમારી પાસે 2 ઓપ્શન રહેશે. કાર્ડ પરમેનન્ટ બ્લોક કરવાનું કે ટેમ્પરરી. તેને પસંદ કરો. તમે કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી શકો છો.
આ રીતે ઈશ્યૂ કરાવી લો નવું ડેબિટ કાર્ડ

જો તમે નવું ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરાવો છો તો એપમા ‘Service Request’ પર જઈને ‘Reissue/Replace Card’પર ક્લિક કરો. અંતમાં કાર્ડ નંબર સિલેક્ટ કરો અને સબમિટ બટન દબાવો. તમે નવું કાર્ડ SBIની વેબસાઈટ sbicard.com પર જઈને પણ ઈશ્યૂ કરાવી શકો છો. અહીં તમને રીકવેસ્ટનું ઓપ્શન દેખાશે અને પછી ‘Reissue/Replace Card’પર ક્લિક કરવાનું રહે છે. કાર્ડ નંબર નાંખીને તેને સબમિટ કરો. તમારું નવુ ડેબિટ કાર્ડ 7 કામકાજી દિવસમાં તમારી પાસે આવી જશે.
0 Response to "SBI Alert: ATMનું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે તો થશે મોટી મુશ્કેલી, આ રીતે બ્લોક કરી શકશો, જાણો નવું કાર્ડ મેળવવાની પ્રોસેસ"
ટિપ્પણી પોસ્ટ કરો