શું તમે જાણો છો WhatsApp ફોન પણ રેકોર્ડ થાય છે? જલદી જાણી લો આ ટ્રિક તમે પણ
WhatsApp Call Record Tips : આપણે કોઈને ફોન કોલ કરીએ અને તે કોલનું રેકોર્ડિંગ કરવાનું હોય તો મોટાભાગના લોકોને રેકોર્ડિંગ કેમ કરવું એ આવડતું જ હોય છે. પરંતુ ક્યારેક whatsapp દ્વારા ફોન કોલ કરવાનો થાય ત્યારે તે કોલનું વોઇસ રેકોર્ડિંગ કઈ રીતે કરવું એ બહુ જૂજ લોકોને જ ખબર હોય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને whatsapp દ્વારા કરાયેલા ફોન કોલનું રેકોર્ડિંગ કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી આપી રહ્યા છીએ.

આજકાલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ whatsapp લગભગ 90 ટકા જેટલા સ્માર્ટફોન યુઝરો વાપરે છે. અને આ એપ દ્વારા લોકો દૂર બેઠેલ પોતાના સગા સંબંધીઓ સાથે whatsapp વોઇસ કોલ અને whatsapp વિડીયો કોલ પર આરામથી વાત કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્માર્ટફોનમાં સામાન્ય ફોન કોલને જો રેકોર્ડ કરવાનો હોય તો તે રેકોર્ડ કરી શકાય છે અને તેની પ્રોસેસ એટલી સરળ હોય છે કે લગભગ બધાને ફોન રેકોર્ડ કરતા આવડતું હોય છે. ઉલ્ટાનું અમુક એવી થર્ડ પાર્ટી એપ પણ હોય છે કે ઓટોમેટિક જ કોલ રેકોર્ડ કરી સેવ કરી રાખે છે.

પરંતુ વાત જ્યારે whatsapp ફોન કોલને રેકોર્ડ કરવાની આવે તો મોટાભાગના લોકો માથું ખંજવાડવા લાગે છે. અસલમાં whatsapp દ્વારા કરવામાં આવતા ફોન કોલને પણ રેકોર્ડ કરી શકાય છે. જો કે અહીં એ બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે whatsapp પોતે whatsapp માંથી કરવામાં આવતા કોલને રેકોર્ડ કરવા માટે કોઈ ફીચર નથી આપતું. જો whatsapp ફોન કોલને રેકોર્ડ કરવા હોય તો તેના માટે થર્ડ પાર્ટી એપનો જ ઉપયોગ કરવાનો રહે છે.
યુઝર પાસેથી પરમિશન લો

ધ્યાન રહે કે whatsapp કોલ રેકોર્ડ કરતા પહેલા કોલ કરી રહેલા યુઝરની પરમિશન લેવી હિતાવહ છે. યુઝરની પરમિશન લીધા બાદ જ તેનો whatsapp કોલ રેકોર્ડ કરવો. યુઝરની પરવાનગી વગર તેનો whatsapp કોલ કરવાથી ક્યારેક મુશ્કેલી પણ ઉભી થઇ શકે છે.
Whatsapp પર ફોન કોલને આ રીતે કરી શકાય છે રેકોર્ડ
1. Whatsapp પર કોલ રેકોર્ડ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને Call Recorder- Cube ACR એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2. હવે આ એપ ડાઉનલોડ કરી લીધા બાદ તેને ઇન્સ્ટોલ કરો અને મંગવામાં આવતી પરમિશનને એલાઉ કરો.
3. આટલું કર્યા બાદ whatsapp પર જઈને તેનું chat ઓપન કરી અને જેને તમારે call કરવાનો છે તેને કોલ કરો

4. જો તેમાં કોઈ એરર આવે તો રેકોર્ડર સેટિંગ ઓપન કરો અને વોઇસ કોલ સ્વરૂપે Force VoLP કોલને પસંદ કરો.
5. હવે ફરીથી કોલ.કરો.અને whatsapp કોલ રેકોર્ડ કરવા માટે ફરીથી આ જ પ્રોસેસ રિપીટ કરો..
નોંધ : ઉપર વાત કરી તેમ whatsapp પોતે whatsapp માંથી કરવામાં આવતા કોલને રેકોર્ડ કરવા માટે કોઈ ફીચર નથી આપતું. જો whatsapp ફોન કોલને રેકોર્ડ કરવા હોય તો તેના માટે થર્ડ પાર્ટી એપનો જ ઉપયોગ કરવાનો રહે છે. અને આ માટે થર્ડ પાર્ટી એપ તમારે તમારા રિસ્ક પર જ ડાઉનલોડ કરવાની રહે છે.
0 Response to "શું તમે જાણો છો WhatsApp ફોન પણ રેકોર્ડ થાય છે? જલદી જાણી લો આ ટ્રિક તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો