મહિલા બેડ પર સુવા જઈ રહી હતી અને અચાનક બેડ નીચેથી નીકળ્યા 18 સાપ, વીડિયો જોઈ હાજા ગગડી જશે!

સોશિયલ મીડિયા પર અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવતાં હોય છે જેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ જ્યોર્જિયામાં એક મહિલાને તેના બેડ નીચેથી ડઝન સાપ મળી આવ્યા હતા. તેણે કહ્યું કે સુતા પહેલા મને ત્યાં કંઇક પડેલું છે તેવું લાગ્યું. મને લાગ્યું કે ફ્લોર પર ફૂટબોર્ડનાં ફરનો ટુકડો છે અને હું તેને પકડવા ગઈ કે ત્યાં હલચલ થવા લાગી હતી. આ જોઈને મને નવાઈ લાગી અને પછી જે જોવા મળ્યું તેનાં પર વિશ્વાસ કરવો અઘરો હતો.

image source

જાણવા મળ્યું છે કે જ્યોર્જિયાની આ મહિલા હંમેશાં તેના બેડરૂમના ફ્લોર પર રાખેલા ફૂટબોર્ડનાં ફર જેવા ટુકડાઓની અવગણના કરતી હતી. પરંતુ તેને એ વાતની તદ્દન જાણ હતી નહી કે આ રૂમમાં દોઢ ડઝન સાપ છે.

image source

આ પછી જ્યારે તેને આ વિશેની જાણ થઈ ત્યારે તે ચોંકી ગઈ હતી. ટ્રિશ વિલ્ચરે આ વિશે કહ્યું કે જ્યારે તેણીએ ફ્લોર પર કંઈક જોયું ત્યારે તે તેના બેડરૂમમાં હાજર હતી. આ પછી પતિ પત્ની બંને પરેશાન થઈ ગયા હતા અને આ સપોને હટાવવા માટે આગળ શું કરવું તે વિશે વિચારી રહ્યા હતાં.

बेडरूम में सोने जा रही थी महिला, बिस्तर के नीचे दर्जनों सांप देखा तो उड़ गए होश
image source

વિલ્ચરે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું હતું કે સૂતા પહેલા મને કંઈક લાગ્યું અને મને ફૂટબોર્ડનાં ફરનો ટુકડો ફ્લોર પર પડ્યો છે તેમ લાગ્યું હતું. આ પછી હું તેને જલદીથી પકડવા ગઈ પરંતુ તે ચાલવા લાગ્યો. આ જોતાં જ મારા તો હોશ ઉડી ગયા હતા. વિલ્ચર અને તેના પતિ મેક્સને આ જોઈને તરત જ સમજાઈ ગયું હતું કે આ કોઈ ફર નહીં પણ સાપનું બચ્ચું છે. આ પછી જ્યારે તેઓએ તપાસ કરી તો તેમને પથારી નીચેથી ડઝન કરતાં પણ વધારે સાપ મળી આવ્યા હતા. આ સાપોની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોતાં લોકોનાં પણ હોશ ઉડી ગયા હતા. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

image source

બેડ નીચેથી મળેલાં આ સાપોની સંખ્યા કુલ 18 હતી. આ પછી આ સમગ્ર ઘટના વિશે વિલ્ચરે ફેસબુક પર સાપની તસવીરો પણ શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું આ શેર કરતાં લખ્યું હતું કે આ પછી મારે કાર્ડિયોલોજિસ્ટની જરૂર પડી શકે છે. મેક્સ વિલ્ચરે દરેક સાપને પકડવા અને તે બધાને બેગમાં મૂકવા માટે ગ્રેબર ટૂલનો ઉપયોગ કર્યો હતો. આ પછી પતિ-પત્ની આ સાપને નજીકની ગટરમાં મૂકી આવ્યાં હતાં. ત્યારબાદ બીજે દિવસે એક વાઇલ્ડ લાઇફ ટ્રેપર તેના ઘરે ગયો હતો અને તેણે જોયું હતું કે અંદર કોઈ અન્ય સાપ હાજર નથી અને બીજો કોઈ સાપ મળ્યો ન હતો. આ પછી બંને પતિ પત્નીને શાંતિ મળી હતી.

0 Response to "મહિલા બેડ પર સુવા જઈ રહી હતી અને અચાનક બેડ નીચેથી નીકળ્યા 18 સાપ, વીડિયો જોઈ હાજા ગગડી જશે!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel