દૂધની સાથે ભૂલથી પણ ન કરો આ 3 વસ્તુનું સેવન, આયુર્વેદમાં કહેવાયું છે બીમારીનું ઘર
દૂધને આયુર્વેદમાં મહત્વનું માનવામાં આવે છે. દૂધમાં પ્રોટીન જ નહીં પણ વિટામિન A, B1, B2, B12 અને D, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. શાકાહારી લોકો માટે દૂધ પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી ચીજો છે જેની સાથે દૂધનું સેવન કરવાથી શરીરમાં અનેક મોટી બીમારીઓ આવી શકે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે દૂધ સાથે કઈ વસ્તુઓને ન ખાવી યોગ્ય માનવામા આવે છે.
દૂધ અને ફળનું સેવન
આયુર્વેદ અનુસાર કેળા, સ્ટ્રોબેરી, પાઈનેપર, નારંગી જેવા ફળ પાચનના સમયે પેટમાં ગરમી વધારે છે. દૂધની પ્રકૃતિ ઠંડી હોય છે. દૂધ અને ફળની પ્રકૃતિ સંપૂર્ણ રીતે અલગ હોવાથી પાચન તંત્ર પર તેની ખરાબ અસર થાય છે. તેનાથી આપણને શરદી- ખાંસી અને એલર્જીની મુશ્કેલી પણ થઈ શકે છે.
તરબૂચ અને દૂધનું કોમ્બિનેશન
આમ તો શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે તરબૂચના અનેક મોટા ફાયદા છે. તેમાં 96 ટકા પાણી હોવાના કારણે ગરમીમાં આ ફ્રૂટ પરફેક્ટ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, ફાઈબર સહિત અનેક પોષક તત્વો હોય છે. તેને દૂધની સાથે લેવાથી ખતરાની ઘંટી ગળામાં બંધાઈ જાય છે. તરબૂચ માટે કહેવાય છે કે “Eat them alone, or leave them alone”,તેનો અર્થ એ છે કે તમે તરબૂચને એકલું ખાઓ કે પછી તેને ખાવાનું ટાળો. તેને કોઈ પણ ચીજ સાથે મિક્સ કરીને ન ખાઓ.
દૂધ અને માછલીનું સેવન
આયુર્વેદ એક્સપર્ટ કહે છે કે દૂધ અને માછલીને ક્યારેય સાથે ખાવા નહીં. તેને આગળ પાછળ પણ લેવા નહીં. કેમકે દૂધ પોતે એક સંપૂર્ણ વિટામિન છે. શરીરમાં દૂધને પચવા માટે સમયની જરૂર રહે છે. તેમાં અનેક પોષક તત્વો હોય છે. તેને અન્ય કોઈ પણ પ્રોટીન જેવા કે મીટ- માછલી વગેરે સાથે મિક્સ કરીને લેવાથી પાચન તંત્ર પર દબાણ વધે છે અને શરીરમાં બીમારી ફેલાવવા લાગે છે. જે આગળ જતા તમારા માટે ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે.
જાણો ક્યારે પીવું જોઈએ દૂધ, શું કહે છે આયુર્વેદ
આયુર્વેદમાં કહેવાયું છે કે દૂધ પીવાનો પણ ખાસ સમય હોય છે. તમે દિવસમાં ગમે ત્યારે દૂધ પીઓ છો તો તે પેટ ભરે છે પણ શરીરને તેના ફાયદા મળતા નથી. જો તમે બોડી બનાવવા ઈચ્છો છો તો સવારે કે પછી રાતના સમયે દૂધ પીઓ તે યોગ્ય છે. દૂધને તમે ટોનિકના સ્વરૂપમાં યૂઝ કરવા ઈચ્છો છો તો તમે તેનું સેવન અશ્વગંઘા સાથે કરી શકો છો. તેનાથી તમને સારી ઊંઘ આવે છે અને તમારી યાદશક્તિ પણ વધે છે.
0 Response to "દૂધની સાથે ભૂલથી પણ ન કરો આ 3 વસ્તુનું સેવન, આયુર્વેદમાં કહેવાયું છે બીમારીનું ઘર"
ટિપ્પણી પોસ્ટ કરો