સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટે પીપળાના ઝાડ સાથે કરી લો આ 1 કામ, મળશે ખાસ ફળ
સનાતન ધર્મમાં પીપળાના ઝાડનું વિશેષ મહત્વ ગણાવવામાં આવ્યું છે અને સાથે હિંદુ ધર્મમાં તેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. વિશેષ અને શુભ તિથિના અનુસાર પીપળાના ઝાડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ખાસ અનુષ્ઠાનમાં પણ તેના પાનનો ખાસ રીતે ઉપયોગ કરાય છે. હિંદુ માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં દેવી દેવતાનો વાસ હોય છે. આ માટે તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરી શકાય છે. કહેવાય છે કે ઘરમાં પીપળાનું ઝાડ લગાવવાનું શુભ માનવામાં આવે છે. ઘરમાં પીપળાનું ઝાડ લગાવવાથી ઘરના સભ્યોની ઉંમર પણ વધે છે.
એમ પણ કહેવાય છે કે પીપળાનું ઝાડ ઘરમાં સકારાત્મકતા લાવે છે. જે ઘરમાં પીપળાનું ઝાડ લગાવવાનું હોય છે તે ઘરનો વંશ હંમેશા આગળ વધે છે. હિંદુ ઘર્મ શાસ્ત્રોમાં અને જ્યોતિષમાં પીપળાના ઝાડના અનેક ફાયદા ગણાવાયા છે. તેમના અનુસાર પીપળાના ઝાડથી જોડાયેલા કેટલાક ઉપાયો કરી લેવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સંતાન પ્રાપ્તિ માટે કરી લો આ ઉપાય
જો દંપતિ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તથા સંતાન પ્રાપ્તિ માટે વધારે સમયથી કોશિશ કરી રહ્યા છે તો તેઓએ આ ઉપાય કરી લેવો જોઈએ. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારી મહિલાઓએ પીપળાનું ઝાડ લગાવીને તેની પર લાલ દોરો બાંધવો. લાલ દોરા સિવાય તમે લાલ કપડું પણ બાંધી શકો છો. કોઈ દંપતિને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી આવી રહી છે તો તેઓએ પીપળાના પાનને એક કલાક પાણીમાં રાખવું અને આ પાનને ઝાડની નીચે રાખીને પાણીની પી લેવું. બાળકોના સારા સ્વાસ્થ્ય તથા ભવિષ્યને માટે પણ પીપળાના ઝાડને પાણી ચઢાવવાનું સારું માનવામાં આવે છે.
આ રીતે થશે ધન વર્ષા
હિંદુ ધર્મમાં ઉલ્લેખ છે કે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી ધનની દેવી એટલે કે માતા લક્ષ્મી પ્રસન્ન થયા છે. માનવામાં આવે છે કે માતા લક્ષ્મી પીપળાના ઝાડમાં વાસ કરે છે. આ માટે પીપળાના ઝાડની પૂજા કરવાથી ધન વર્ષા થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
આ રીતે જીવનમાં આવશે ખુશીઓ અને સકારાત્મકતા
જો તમે લાંબા સમયથી પરેશાનીઓ અનુભવી રહ્યા છો તો તમારા જીવનમાં ખુશીઓ આવવાનું નામ લઈ રહી નથી તો પીપળાના ઝાડની નીચે શિવલિંગની સ્થાપના કરો. તેની સાથે જીવનમાં સકારાત્મકતા લાવવા માટે પીપળાના ઝાડની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરની સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે પીપળાના ઝાડની નીચે કપૂર લગાવો.
દૂર થશે તમામ મુશ્કેલીઓ
જો તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે અને કોઈ પણ શુભ કાર્યને કરવા માટે મુશ્કેલીઓ આવવાનું શરૂ થયું છે તો પીપળાના પાન પર ચંદનની પેસ્ટથી શ્રી રામ લખો. આ પછી આ પાનને ભગવાન હનુમાનને અર્પિત કરો. આ ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થશે.
જૂનામાં જૂની બીમારીથી મળશે છૂટકારો
જો તમારા કે તમારા ઘરના કોઈ સભ્યનો કોઈ જૂની બીમારી પરેશાન કરી રહી છે કો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તે વ્યક્તિને પોતાના ડાબા બાથથી પીપળાના ઝાડને અડવું. આ સાથે રાતે સૂતી સમયે તકિયાની નીચે એક પીપળાનું પાન રાખી લેવું. આમ કરવાથી તે વ્યક્તિ બીમારીથી દૂર રહેશે.
આ ઉપાયથી માંગલિક દોષ દૂર થશે
જો તમારા લગ્નમાં બાધા આવી રહી છે તો તમારી કુંડળીમાં માંગલિક દોષ છે તો પાણીમાં પીપળાના પાનના થોડા પાન રાખી લો. પછી પાનને કાઢીને પાણીથી સ્નાન કરો. આ ઉપાયથી લગ્ન કે વિવાહમાં આવી રહેલી તમામ બાધાઓ દૂર થશે.
ઉધારથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય
જો તમે ઉધારમાં ફસાયેલા છો અને સાથે પૂર્વજો દ્વારા લેવાયેલા ઉધારથી પરેશાન છો તો 43 દિવસ સુધી પીપળઆના ઝાડને પાણી આપો. યાદ રાખો કે રવિવારે કોઈ પણ વ્યક્તિને પીપળાના ઝાડમાં પાણી ચઢાવવું નહીં. જે વ્યક્તિ રવિવારે પીપળાના ઝાડમાં પાણી ચઢાવે છે તેની પર તેની ખરાબ એટલે કે નકારાત્મક અસર થાય છે.
0 Response to "સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટે પીપળાના ઝાડ સાથે કરી લો આ 1 કામ, મળશે ખાસ ફળ"
ટિપ્પણી પોસ્ટ કરો