રૂપને નિખારવા માટે ટાળો પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટનો ખર્ચ, ઘરે કરી લો આ સરળ ઉપાયો
વરસાદની સીઝનમાં સ્કીન કેર અને ત્વચાના પોષણને માટે કેટલાક ફૂડ અને ફેસ પેક વધારે કામના હોય છે. આ સીઝનમાં સૌથી પહેલી વાત એ છે કે ગ્લોઈંગ સ્કીન અને યુવાન ચહેરો મેળવવા માટે તમે સ્કીનને સારી રાખો તે ખૂબ જરૂરી છે. જ્યારે શરીર દુરસ્ત હશે ત્યારે સ્કીન પર તેની અસર અને ચમક બંને જોઈ શકાશે. આ સિવાય અનેક એવા ઉપાયો છે જે તમારી સ્કીનને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે વિટામિન્સ અને મિનરલ્સનું ભરપૂર સેવન તમને દમકતી અને બેદાગ સ્કીન આપી શકે છે. આ પછી પણ તમારી સ્કીનની ચમક ખોવાઈ રહી છે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકો છો અને સ્કીનને ફરીથી ગ્લોઈંગ લૂક આપી શકો છો.
ચહેરાની ચમકને માટે આ છે કેટલાક ઘરેલૂ ઉપાયો
લગાવો ટામેટાનો ફેસ પેક
ચહેરા પર ગ્લો લાવવા માટે તમે ટામેટાનો ફેસ પેક લગાવો તે જરૂરી છે. આ માટે 1 ચમચી ટામેટાનો રસ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો ને ફેસ પર લગાવી લો. જ્યારે ચહેરો સારી રીતે સૂકાઈ જાય તો તેને ધોઈ લો. આ પણ સ્કીન પર ગ્લો લાવવામાં તમારી મદદ કરી શકે છે.
દૂધ પણ કરે છે ફાયદો
વરસાદની ભેજ વાળી અને ગરમીની સીઝન ભેગી ચાલી રહી છે ત્યારે તમે સ્કીન પર ગ્લો લાવવા માટે દૂઘનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે રાતે રૂને દૂધમાં પલાાળીને ચહેરા પર લગાવી લો. તે સૂકાઈ જાય તો તેને એમ જ રહેવા દો. સવારે સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમને તેનાથી ગ્લોઈંગ સ્કીન મળી શકે છે.
ચોખા અને તલ
ચહેરા પર જો કાળાશ અનુભવાય છે તો તેને દૂર કરવા માટે ચોખા અન તલને મિક્સ કરીને ઘરે જ સ્ક્રબ બનાવી લો. તેને બનાવવા માટે તમે બરાબર પ્રમાણમાં ચોખા અને તલને લઈ લો. તેને આખી રાત પલાળી રાખો અને સવારે તેને પીસી લો. નહાતા પહેલા તેને સ્કીન પર લગાવી લો. 2-3 મિનિટ બાદ તે સૂકાઈ જાય તો તેને ધોઈ લો. તેનાથી તમને પરફેક્ટ રીઝલ્ટ મળી શકે છે.
મુલ્તાની માટી પણ કરે છે મદદ
ચહેરાને માટે મુલ્તાની માટી પણ ફાયદારૂપ રહે છે. કેમકે તે અનેક ગુણોથી ભરપૂર રહે છે. તેમાં તમે થોડું મધ અને ગુલાબજળ મિક્સ કરીને એક પેક બનાવી લો. તેને ચહેરા પર લગાવો અને તેને સૂકાવવા દો. આમ કર્યા બાદ ચહેરાને સારી રીતે ધોઈ લો. તેની પર ખાસ અને અલગ ગ્લો જોવા મળશે.
0 Response to "રૂપને નિખારવા માટે ટાળો પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટનો ખર્ચ, ઘરે કરી લો આ સરળ ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો