આ 1 ગીતે બદલી દીધું સોનું નિગમનું જીવન, જાણો કેવી રીતેઆવ્યો જીવનમાં મોટો ચેન્જ
બોલીવુડમાં પ્રતિભાની કોઈ કમી નથી પણ અમુક ટેલેન્ટ એવા છે કે જેમની ચમક વર્ષો વીત્યા પછી પણ ફીકી નથી પડતી પણ વધારે ખીલી ઉઠે છે. એવા જ એક દિગગજ છે સોનું નિગમ જેમના મીઠા અવાજના ઘણા દીવાના છે. 30 જુલાઈ 1973ના રોજ ફરીદાબાદમાં જન્મેલા સોનું નિગમે ખૂબ જ સંઘર્ષ કરીને આ સ્થાન મેળવ્યું છે. કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણા માંથી જ દેખાય છે કાંઈક એવું જ સોનું નિગમ સાથે થયું હતું. બાળપણથી જ એમનો રસ સંગીત પ્રત્યે રહ્યો.

એમને આ ટેલેન્ટ પોતાના પિતા તરફથી વિરાસ્તમાં મળ્યું હતું. ફક્ત 4 વર્ષની ઉંમરમાં સોનું નિગમ એમના પિતા અગમ નિગમ સાથે સ્ટેજ શોઝ, પાર્ટીઓ અને ફંક્શનમાં ગાવા લાગ્યા હતા. એ સમયે પણ એમનો અવાજ ખૂબ જ પસંદ કરવામાં આવતો હતો. સોનું દિગગજ ગાયક મોહમ્મદ રફીથી ખૂબ જ પ્રભાવિત છે. શરૂઆતના દિવસોમાં એ રફી સાહેબના ગીતો જ સ્ટેજ પર ગાતા હતા. આજે સોનું નિગમની ગણતરી સૌથી મોંઘા ગાયકોમાં થાય છે. તો ચાલો એમના વિશે જાણી લઈએ અમુક ખાસ વાતો.

સોનું નિગમ જ્યારે 18- 19વર્ષના હતા તો એમના પિતા એમને લઈને મુંબઈ પહોચ્યા હતા. એમને ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસે સંગીતનું પ્રશિક્ષણ લીધું. જો કે એમના માટે બોલીવુડમાં જગ્યા બનાવવી સરળ નહોતું. સોનું નિગનની પ્રતિભાને ટી સિરીઝ ઓળખી હતી અને એમના ગાયેલા ગીતોનો આલ્બમ રફી કી યાદે નામથી કાઢ્યો. એમને પ્લેબેક સિંગર તરીકે પોતાના કરિયરની શરુઆત ફિલ્મ જનમથી કરી પણ આ ફિલ્મ રિલીઝ ન થઈ શકી. એ પછી લગભગ 5 વર્ષ સુધી પ્લેબેક સિંગર બનવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો.

સોનુના જીવ સૌથી મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે એમને સરેગામાં શો હોસ્ટ કરવાનો મોકો મળ્યો. વર્ષ 1995માં આ શો પ્રસારિત થયો. એ પછી એમની મુલાકાત ટી સિરીઝના માલિક ગુલશન કુમાર સાથે થઈ અને ગુલશન કુમારે સોનુને ફિલ્મ બેવફા સનમમાં ગાવાનો મોકો આપ્યો. ફિલ્મમાં એમનું ગીત અચ્છા શિલા દિયા તુને મેરે પ્યાર કા જબરદસ્ત હિટ થયું.

એ પછી સોનુની સફળતાનો જે સફર શરૂ થયો એના પર એ આગળ વધતા રહ્યા. સોનુનો અવાજ શાહરુખ ખાન અને આમિર ખાન જેવા દિગગજ કલાકારો પર ફિટ બેસે છે. એમને 3 દાયકાના પોતાના કરિયરમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયા. એમને અત્યાર સુધી 2 વાર ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે. ફિલ્મ કલ હો ના હોના ટાઇટલ ટ્રેક માટે સોનુને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળી ચુક્યો છે. હિન્દી સિવાય સોનું નિગમે અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડીયા, પંજાબી, તમિલ, મૈથીલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષામાં પણ ગીતો ગાયા છે.

સોનું એક ઉમદા ગાયક છે પણ એમને અભિનય ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. એમને પ્યારા દુશ્મન, ઉસ્તાદ ઉસ્તાદી સે, બેતાબ, હમસે હે જમાના અને તકદીર જેવી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યું તો જાની દુશ્મન, લવ ઇન નેપાલ, કાશ આપ હમારે હોતે જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. જો કે ફેન્સને એમની સિગિંગ તો પસંદ છે પણ એમનો અભિનય ન ગમ્યો.
0 Response to "આ 1 ગીતે બદલી દીધું સોનું નિગમનું જીવન, જાણો કેવી રીતેઆવ્યો જીવનમાં મોટો ચેન્જ"
ટિપ્પણી પોસ્ટ કરો