દયાબેન અને શીંચેને એકસાથે કર્યા ગરબા, તમે પણ જોઈ લો વિડીયો

ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંની ફેન ફોલોઇંગનો તો કોઈ જવાબ જ નથી. વર્ષોના વર્ષ વીતી ગયા પણ આજે ય આ ટીવી સિરિયલ લોકો એટલા જ ઉત્સાહથી જોવે છે. એના દરેકે દરેક કેરેકટરે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આ સીરિયલમાં જેઠાલાલની પત્ની દયા બેનને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે, ખાસ કરીને એમની માસૂમિયતને. એ જેવા સવાલ કરે છે અને જે ખાસ અંદાજમાં વાત કરે છે એની અલગ જ મજા છે.

image source

સિરિયલ ગુમ હે કિસી કે પ્યાર હેની પાખી એટલે કે ઐશ્વર્યા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ એમને એક વિડીયો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા દયા બેનની કોપી કરતી દેખાય છે. અને આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જો દયાબેન કાર્ટૂન કેરેકટર શીંચેન સાથે ગરબા કરશે તો બન્ને કેવા દેખાશે.

image soure

ઐશ્વર્યા શર્માએ સાડી પહેરીને દયાબેનના લુકને કોપી કર્યો છે. એટલું જ નહીં દયા બેનની વાત કરવાની સ્ટાઈલને પણ એમને ખૂબ જ સરસ રીતે કોપી કરી છે. વિડીયોમાં એ દયા ભાભીના અવાજમાં ડાયલોગ બોલતી દેખાઈ રહી છે અને શીંચેનને ગરબા કરવા માટે કહી રહી છે. આ વીડિયો ખૂબ જ મજેદાર છે અને ઐશ્વર્યા શર્માએ ખૂબ જ સરસ રીતે દયાબેનની નકલ કરી છે.લોકો આ વીડિયો પર ઘણી બધી કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે નવી દયાભાભી મળી ગઈ તો કોઈ આ વીડિયો જોઈને કહી રહ્યું છે કે હે માઁ માતાજી, જરા જુઓ તો બાપુજી.

image source

ગુમ હે કિસી કે પ્યાર મેં ફેમ ઐશ્વર્યાએ પણ વિડીયો બનાવતી વખતે નહિ વિચાર્યું હોય કે આ વીડિયોને આટલો પસંદ કરવામાં આવશે. જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ગુમ હે કિસી કે પ્યાર મેં સિરિયલમાં પાખીનો રોલ કરનાર ઐશ્વર્યા શર્માએ લગભગ દયાબેનના અવાજમાં જ ડાયલોગ બોલ્યા છે. શીંચેન સાથે ગરબાનો આ વીડિયો છે પણ ખૂબ મજેદાર.‘

તમને જણાવી દઈએ કે દયાબેન કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્માનું આ પાત્ર દિશા વકાણી ભજવી રહી હતી. પણ એમને શો છોડ્યા પછી હજી સુધી શોમાં બીજી દયા ભાભીની એન્ટ્રી નથી થઈ. શોના ફેન્સને હજી પણ દયાબેનના પરત ફરવાની રાહ છે.

Related Posts

0 Response to "દયાબેન અને શીંચેને એકસાથે કર્યા ગરબા, તમે પણ જોઈ લો વિડીયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel