ખાસ બીમારીના કારણે આ વ્યક્તિ વર્ષમાં 300 દિવસ સૂતો રહે છે, જાણીને તમે પણ ચોંકી જશો
કહેવાય છે ને કે બીમારીઓ એવી એવી હોય છે જેનો કઓઈ ઈલાજ શક્ય હોતો નથી. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવી રહ્યો છે, અહીં એક વ્યક્તિને ચોંકાવનારી બીમારી છે અને તેના કારણે તે વર્ષમાં 365 દિવસમાંથી 300 દિવસ સુધી સૂતો જ રહે છે.
એક સારી ઊંઘ માટે 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે. હેલ્ધી બોડી અને હેલ્ધી માઈન્ડને માટે તે પૂરતી માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે રાજસ્થાનમાં એક વ્યક્તિ એવો છે જે સતત 300 દિવસ સુધી સૂતો રહે છે. આવું સાંભળીને તમને નવાઈ લાગે તે શક્ય છે. આ વ્યક્તિના નામની ચર્ચા અનેક દિવસોથી થઈ રહી છે. આ વ્યક્તિનું નામ છે પુરખારામ. રાજસ્થાનના નાગૌર જિલ્લાના એક ગામમાં આ વ્યક્તિ રહે છે. તે જાણી જોઈને કે શોખથી સૂતો રહેતો નથી. તેને એક ખાસ બીમારી છે અને તેના કારણે તે વર્ષમાં ફક્ત 65 દિવસ જાગે છે અને 300 દિવસ સૂતો રહે છે.
વધારે સૂવાની પુરખારામની આ બીમારીની ચર્ચા અનેક વિસ્તારો સુધી થઈ રહી છે. આસપાસના ગામમાં પણ વાત ફેલાતા તે કૌતુહલનો વિષય બન્યો છે. જે પણ આ વાત સાંભળે છે તે ચોંકી જાય છે. આ સાથે દેશની મીડિયા અને હેલ્થ એક્સપર્ટ માટે પણ પુરખારામની આ બીમારી ચર્ચાનો અને શોધનો વિષય બની છે.
મળતી માહિતી અનુસાર પુરખારામ રાજસ્થાનના નાગૌરમાં રહે છે અને તેમની ઉંમર 42 વર્ષની છે. આ સમયે તેમને હંમેશા ગાઢ નિંદ્રામાં જોઈ શકાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક દિવસો સુધી તે સૂતા રહે છે. રાજસ્થાનના નાગૌરમાં રહેનારા પુરખારામ સતત 300 દિવસ સુધી સૂતા રહે છે. તેઓ વિચિત્ર બીમારીથી ત્ર્રસ્ત છે. પુરખારામને જે બીમારી છે તેનું નામ છે એક્સિસ હાયપરસોમ્નિટા અને આ બીારીથી પીડિત વ્યક્ત સતત અને કલાકો અને દિવસો સુધી સૂતો રહે છે.
શું છે એક્સિસ હાયપર સોમ્નિયા બીમારી તે પણ જાણો
એક્સપર્ટના અનુસાર હાયપર સોમ્નિયા બીમારી એ ઊંઘ સાથે જોડાયેલી સમસ્યા છે. આ બીમારીના 2 પ્રકાર હોય છે. એક છે પ્રાયમરી અને બીજો છે સેકન્ડરી, નાગૌર જિલ્લાના પુરખારામનો કેસ ખૂબ જ વધારે ગંભીર છે. તેને સેકન્ડરી હાયપર સિમ્નિયા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને એક્સિસ હાયપર સિમ્નિયા કહેવામાં આવે છે. સેકન્ડરી સ્ટેજની વાત કરીએ તો કેટલાક દર્દીને અનેક દિવસો સુધી ઊંઘમાં રહેતા જોઈ શકાય છે. આ સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ નથી, પણ એક્સપર્ટ કહે છે કે કમ્લીટ ડાયગનોસિસના બાદ તેના કારણ અને ગંભીરતાને પકડી શકાય છે. આ સાથે આ બીમારીથી દર્દીને ધીરે ધીરે રાહત આપી શકાય છે.
તો હવે તમને સમજાયું હશે કે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં રહેતા પુરખારામને કઈ બીમારી છે અને તે શા માટે વર્ષમાં 300 દિવસ સુધી સતત સૂતા રહે છે. જો કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની બીમારી છે તો તેઓએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો અને શક્ય તેટલી સારવારની કોશિશ કરી લેવી જરૂરી છે. તો હવે આ બીમારીનુ નામ સાંભળીને ચોંકી જવાની જરૂર નથી પણ હિંમતથી તેનો સામનો કરવાનો રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ખાસ બીમારીના કારણે આ વ્યક્તિ વર્ષમાં 300 દિવસ સૂતો રહે છે, જાણીને તમે પણ ચોંકી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો