દ્વારકમાં દે ધનાધન: અનેક જગ્યાએ ભરાયા પાણી, 40 મિનિટ સુધી વિજળીના કડાકા-ભડાકા, દરિયામાં આટલા ઉંચા મોજા ઉછળતા ચિંતાજનક સ્થિતિ
કૃષ્ણની દ્વારકા નગરીમાં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, ૪૦ મિનિટ સુધી વીજળીના કડાકા- ભડાકાની સાથે સમુદ્રમાં ૧૨ ફૂટ ઊંચા મોજા મળ્યા.

ભગવાન કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારકામાં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ પોતાની બરાબરની જમાવત કરી દીધી છે. દેવભૂમિ દ્વારકામાં આજ રોજ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે દેવભૂમિ દ્વારકામાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ પણ જોવા મળ્યો છે.
જેના પરિણામ સ્વરૂપ ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગુ કરી દેવામાં આવ્યું છે.તેમજ દરિયાને ખડે રહેલ માછીમારોને પણ આવનાર કેટલાક દિવસો સુધી દરિયો નહી ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે.

દ્વારકામાં આવેલ કલ્યાણપુરમાં સતત ત્રણ કલાક કરતા વધારે સમય સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. આ ધોધમાર વરસાદના લીધે ચેકડેમ છલકાઈ ગયા હતા. ત્યાં જ બીજી બાજુ દેવભૂમિ દ્વારકા નગરીમાં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ જોવા મળ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં ૪૦ મિનીટ સુધીના કડાકા- ભડાકા થવાથી લોકોમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

આવા સમયે દેવભૂમિ દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે આ સાથે જ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ૧૦ થી ૧૨ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. દેવભૂમિ દ્વારકામાં જોરદાર ગાજવીજની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડવાના પરિણામે ઓખા બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ દરિયો ખેડી રહેલ માછીમારોને પણ કેટલાક દિવસ સુધી દરિયો નહી ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં હાલમાં ૪૫ થી ૫૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ રાણ ગામમાં ભારે પવન ફુંકાયો છે અને ગાજવીજની સાથે વરસાદ પડ્યો હતો. રાણ ગામમાં ભારે પવન ફૂંકાવાથી બાંધવામાં આવેલ લગ્નના મંડપ ઉડી ગયા છે અને ઘણા બધા વ્રુક્ષો પણ જમીનદોસ્ત થયા છે. તેમજ ભારે પવન ફુંકાવાથી રસ્તા પર બાઈક પણ આ પવનમાં ઉડતા જોવા મળ્યા છે.

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દેવભૂમિ દ્વારકાની નગરપાલિકાની બિલ્ડીંગની નજીકમાં જ પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને મુસીબતનો સામનો કરી રહ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં આવેલ દુકાનોની અંદર પાણી ઘુસી ગયું છે ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિ- મોન્સુન કામગીરી પર પ્રશ્નો થઈ રહ્યા છે.
0 Response to "દ્વારકમાં દે ધનાધન: અનેક જગ્યાએ ભરાયા પાણી, 40 મિનિટ સુધી વિજળીના કડાકા-ભડાકા, દરિયામાં આટલા ઉંચા મોજા ઉછળતા ચિંતાજનક સ્થિતિ"
ટિપ્પણી પોસ્ટ કરો