કોરોનામાં પોઝિટિવ આવ્યા બાદ ઘરમાં ક્વોરન્ટાઈન છો તો આ 9 વાતો રાખી લો યાદ
વધતા કોરોના કેસની સાથે અનેક રાજ્યોએ ઘરમાં ક્વોરન્ટાઈન થવાના આદેશ આપ્યા છે. આ એટલા માટે મેડિકલ ઈન્ફ્રા અને સ્ટાફ પર વધારે ભારણ ન આવે. જે લોકોને કોઈ લક્ષણો નથી અને છતાં તેઓ પોઝિટિવ આવ્યા છે તેમને ઘરમાં જ ક્વોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવે છે. તમે ત્યારે જ હોસ્પિટલમાં એડમિટ થાઓ જ્યારે તમને કોઈ ગંભીર લક્ષણો જોવા મળે. હોસ્પિટલમાં તમારી વઘારે ગંભીર સ્થિતિમાં સ્ટાફ તમારી દેખરેખ રાખે છે. જ્યારે તમે ઘરમાં ક્વોરન્ટાઈન થાઓ છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું રહે છે કે તમે પરિવારના કોઈ પણ સભ્યના સંપર્કમાં ન આવો. આઈસોલેશનનો અર્થ એ છે કે તમે અલગ રહો અને તમારું સંક્રમણ અન્ય કોઈ સુધી ન ફેલાય.

જો તમે ક્યાંકથી ટ્રાવેલિંગ કરીને આવ્યા છો અને તમે સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા છો તો તમે ઘરે જ ક્વોરન્ટાઈન થાઓ તે યોગ્ય છે. જો તમે સંક્રમિત છો તો પરિવારને ખતરો રહે છે. પીએ મોદીએ પણ કહ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં કોઈ પણ બેદરકારી મુશ્કેલી લાવી શકે છે. તો ધ્યાન રાખો કેટલીક ખાસ વાતો જેનાથી તમે પોતાની અને પરિવારની સુરક્ષા સાથે ઘરમાં ક્વોરન્ટાઈન થઈ શકો છો અને જલ્દી સ્વસ્થ થઈ શકો છો.

જે વ્યક્તિ ઘર જ ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે તે ધ્યાન રાખે કે રૂમમાં ચોખ્ખી હવાની અવરજવર રહે. એક એવો રૂમ લો જ્યાં શૌચાલય પણ હોય અને તમે જ તેનો ઉપયોગ કરી શકો. જો તમારે ઘરની કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવું જવું પડે તેમ હોય તો એક કીમીની દૂરી રાખો.
સંક્રમિત વ્યક્તિએ વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બીમારીથી પીડિત લોકોથી ખાસ કરીને દૂરી બનાવી રાખવી.

ઘરના અન્ય રૂમમાં ફરવું નહીં, શક્ય હોય ત્યાં સુધી ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી દરેક નિયમનું પાલન કરો તે જરૂરી છે.
કોઈ પણ સ્થિતિમાં લગ્ન, અંતિમ સંસ્કાર કે અન્ય જગ્યાએ ન જાઓ જ્યાં અનેક લોકોની હાજરી હોય છે.
ક્વોરન્ટાઈન સમયે પણ સતત સેનેટાઈઝરનો ઉપયોગ કરો અને સાબુથી હાથ ધોતા રહો.

ઘરના સામાનને એકબીજાની સાથે યૂઝ કરવાથી કે શેરિંગ કરવાનું ટાળો તે યોગ્ય છે. તમારા માટે અલગ કપ, ગ્લાસ અને વાસણ તથા બેડ અને રૂમાલ રાખો.
ઘરમાં ક્વોરન્ટાઈન સમયે દરેક વ્યક્તિ માસ્ક પહેરે તે જરૂરી છે. દરેક માસ્કને 6-8 કલાકમાં હટાવી લો અને પછી તેનો ઉપયોગ ન કરો.
એવા માસ્કને ફેંકતા પહેલાં તેને સેનેટાઈઝ કરીને ડિસ્પોઝ કરો. ગાઈડલાઈન અનુસાર તેને દફનાવી કે બાળી દેવાય તે યોગ્ય છે.

જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો કે પછી તાવ આવે છે તો કે કફ રહે છે તો નજીકના હેલ્થ સેન્ટર પર જાઓ કે ફોન કરીને ડોક્ટરની સલાહ લો તે આવશ્યક છે.
આ સાથે યાદ રાખો કે પરિવારનો કોઈ એક જ વ્યક્તિ જરૂરી કામ માટે ક્વોરન્ટાઈન વ્યક્તિની જાય.
માસ્ક અને ગ્લવ્ઝનો ઉપયોગ કરીને જ તેમની નજીક જાઓ અને તેને ડિસ્પોઝ કરો.
ઘરે કોઈ મહેમાનને બોલાવો નહીં.
સંક્રમિત વ્યક્તિના રૂમને સેનેટાઈઝેશ રોજ કરો તે જરૂરી છે.
ઘરમાં ઉપયોગમાં લેવાતા ફિનાઈલ, ડિસઈન્ફેક્ટેન્ટની મદદથી રોજ ટોયલેટ અને બાથરૂમ સાફ કરો.

સંક્રમિત વ્યક્તિના કપડા અને ઉપયોગમાં લેવાતી ચીજોને અન્ય સામાન કે ચીજો સાથે ન ધૂઓ અને તેને અલગ રાખો, શક્ય હોય તો તેને પહેલા સાબુ સાથે ગરમ પાણીમાં પલાળીને રાખો પછી ધોઈ લો.
0 Response to "કોરોનામાં પોઝિટિવ આવ્યા બાદ ઘરમાં ક્વોરન્ટાઈન છો તો આ 9 વાતો રાખી લો યાદ"
ટિપ્પણી પોસ્ટ કરો