આકાશમાંથી વીજળી પડતા પહેલા શરીર આપે છે આવા સંકેતો, ભૂલથી પણ ન કરશો આ 9 કામ
વરસાદની સીઝન આવતાની સાથે જ પૂર અને અન્ય અનેક બીમારીઓ પણ લઈને આવે છે. એક અનુમાનના આધારે ભારતમાં દર વર્ષે લગભગ 2 હજાર લોકોના જીવ આકાશીય વીજળી પડવાના કારણે થાય છે.પણ શું તમે જાણો છો કે આકાશમાંથી વીજળી પડતા પહેલા શરીર એક ખાસ સંકેત આપે છે. નહીં ને તો જાણો વીજળી ચમકતી હોય તો કયા કામ કરવાનું ટાળવું જોઈએ જેથી તમે સુરક્ષિત રહી શકો છો.
શા માટે પડે છે વીજળી
યૂપીમાં હાલમાં આકાશીય વીજળી પડવાથી 56 અને જયપુરમાં 11 લોકોના જીવ ગયા છે. સીઝનમાં કરાયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વાદળોની વચ્ચે અને જમીનની વચ્ચે અલગ અલગ ચાર્જ હોય છે. જેને પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ કહેવામાં આવે છે. જ્યારે આ ચાર્જ અસંતુલિત થાય છે ત્યારે તે વાદળોની વચ્ચે અને જમીન પર પડે છે.
વીજળી પડે તે પહેલા શરીર આપે છે આ ખાસ સંકેતો
જ્યારે પણ સીઝનના ફેરફારના કારણે વીજળી પડે છે તે પહેલા શરીર તમને ખાસ સંકેત આપે છે. જેના કારણે તમે પોતાને સુરક્ષિત કરી શકો છો. ભારતીય હવામાન વિભાગના આધારે ભારે વરસાદ, વીજળી કડકવાનો અવાજ વગેરેના કારણે તમારી ગરદનના પાછળના ભાગમાં કે પછી માથાની ઉપરના ભાગના વાળ ઊભા થવા લાગે છે. સમજો કે તમારી આસપાસ વીજળી પડવાના કારણે ખતરો આવી શકે છે. આ ખતરાને સમયસર વિચારીને તરત કોઈ પાકા મકાન કે છતની શરણમાં જવું જોઈએ.
નેશનલ જીયોગ્રાફીકની સાઈટના આધારે વાદળમાં નેગેટિવ ચાર્જ વધારે વધી જવાના કારણે વાળને માથાથી પોઝિટિવ ચાર્જ ઉપરની તરફ ઊભા થાય છે. જેના કારણે વાળ વાદળની તરફ ઈશારો કરે છે. આ એક ખરાબ સંકેત હોઈ શકે છે. તે કહે છે કે તમારી આસપાસ ક્યાંક વીજળી પડવાની શક્યતા છે.
જ્યારે પણ આસપાસ વીજળી ચમકી રહી હોય અને ભારે વરસાદ થઈ રહ્યો હોય તો તમારું શરીર વીજળી પડવાનો સંકેત આપી રહ્યું છે તો આ કામ કરવાનુંટાળો નહીં તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જેની જાણકારી ભારતીય હવામાન વિભાગની સાઈટ પર આપવામાં આવી છે.
જાણો શું ન કરવું
કોઈ પણ વીજળી કે ટેલિફોનના થાંભલા પાસે ન જવું.
મોબાઈલ ફોન કે અન્ય ગેજેટનો ઉપયોગ ન કરવો.
એક સાથે મોટા પ્રમાણમાં ઘરની બહાર ન ઊભા રહેવું.
વીજળીનો અવાજ સંભળાય તો તેની 30 મિનિટ સુધી ઘરની બહાર નીકળવું નહીં.
પાણીના સંપર્કથી પણ દૂર રહેવું.
પત્થરની દિવાલના સંપર્કમાં ઊભા રહેવું નહીં. લાંબી વસ્તુ કે ચીજની પાસે ન ઊભા રહો.
એકલા જ કોઈ ઝાડની શરણમાં આશ્રય લેવો નહીં.
મેટલની કોઈ ચીજના સંપર્કમાં આવવાનું પણ ટાળો તે યોગ્ય છે.
આ જે પણ ઉપાયો અપાયા છે તે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમારા માટે લાવવામાં આવ્યા છે જેથી વીજળી પડવાના કારણે દેશમાં ઓછામાં ઓછા લોકોન મોત થાય. સુરક્ષા હી બચાવ હૈ ના મંત્રને યાદ રાખીને તમે પણ આ સુરક્ષાના ઉપયાો અજમાવી લો અને વીજળીના કારણે થતા મોત સામે સુરક્ષિત રહો.
0 Response to "આકાશમાંથી વીજળી પડતા પહેલા શરીર આપે છે આવા સંકેતો, ભૂલથી પણ ન કરશો આ 9 કામ"
ટિપ્પણી પોસ્ટ કરો