અનુપમા’એ ચાહકો માટે લખ્યો ખાસ આ મેસેજ, જો તમે એના ફેન છો તો તમારે વાંચવો જ પડશે

ઇન્સ્ટાગ્રામ પર તમારી સૌની અનુપમાએ કર્યા 1 મિલિયન ફોલોઅર્સ પુરા, આ રીતે માન્યો દર્શકોનો આભાર.

અનુપમાં ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયન થઈ ગઈ છે. એમને એક કવિતા દ્વારા પોતાના ફેન્સનો આભાર માન્યો છે અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ 12 જુલાઈએ એક કવિતાના માધ્યમથી આભાર વ્યક્ત કરવા માટે એક વિડીયો પણ શેર કર્યો છે. રૂપાલી ગાંગુલીની લોકપ્રિયતા અનુપમાં સીરિયલમાં એમના અભિનય પછી વધી છે. જેમાં એમને લીડ રોલ કર્યો છે.

રૂપાલી ગાંગુલીનું આ શો દ્વારા કમ બેક કરવું એમને ફરીથી એ સ્ટારડમ અપાવી ગયું છે. ઇન્સ્ટાગ્રામ ઓર 1 મિલિયન ફોલોઅર્સ પુરા થવાના ખાસ અવસર પર રૂપાલી ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. પહેલા એમને એક લાઈવ વિડીયો સ્ટ્રીમ કરીને પોતાના ફેન્સ સાથે સીધી વાત કરી અને એ પછી એમને એક ખાસ વિડીયો પોસ્ટ કર્યો. અનુપમાં શોમાં એમના કો સ્ટાર મદાલસા શર્મા, સુદ્ધાંશું પાંડે, નિધિ શાહ, પારસ કલનાવત, અલ્પના બુચ પણ સામેલ છે.


આ વીડિયોમાં રૂપાલી ગાંગુલીએ પોતાના ફેન્સને એક કવિતા ડેડીકેટ કરી. વીડિયોમાં એમને કહ્યું કે દિલ છે કે માનતું જ નથી, સુકન્યા, સંજીવની, કહાની ઘર ઘર કી, સારા ભાઈ વર્ષેસ સારા ભાઈ, પરવરીશ અને અનુપમાંના પ્રેમથી બની છું હું રૂપાલી ગાંગુલી. 1 મિલિયન ફોલોઅર્સ માટે તમારા બધાનો ખરા દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું.

રૂપાલી ગાંગુલીએ અન્ય એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં એમને કહ્યું કે તમે બધા જ છો મારા 1 મિલિયન કારણ, જેમને 20 વર્ષ પછી પણ આપ્યો છે મને એક નવો શુભારંભ.મારી પ્રેરણા બનવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કોણ જાણે હું શું હોત તમારા પ્રેમ અને આશીર્વાદ વગર. મારો મુખ્ય ઉદ્દેશ્ય ફેન્સ મેળવવાનો નથી પણ વધુમાં વધુ લોકોના દિલો સુધી પહોંચવાનો છે. તમારો સ્પોર્ટ જ મારી તાકાત છે. જેનું હું ખરા હૃદયે સ્વાગત કરું છું.

image source

ટીવી શો અનુપમાં ફેન્સની ખાસ પસંદ બની ગયો છે. હાલના દિવસોમાં શોના શાહ પરિવાર પણ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. કાવ્યા અને વનરાજની નોકરી છૂટી ગઈ છે. અનુપમાએ પોતાની ડાન્સ એકેડમી ચાલુ કરી દીધી છે. આવનારા સમયમાં અનુપમાં મુસીબતોનો સામનો કઈ રીતે કરશે એ જોવાનું ખૂબ જ રસપ્રદ હશે.

image source

થોડા દિવસ પહેલા રૂપાલી ગાંગુલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી એક શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી હતી. અને એમને એક્ટ્રેસ ઉર્મિલા મારતોડકરના ગીત મસ્ત પર પરફોર્મન્સ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "અનુપમા’એ ચાહકો માટે લખ્યો ખાસ આ મેસેજ, જો તમે એના ફેન છો તો તમારે વાંચવો જ પડશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel