ગુજરાતના પ્રખ્યાત ધોળાવીરાનો કરવામાં આવ્યો વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં સમાવેશ, સંસ્કૃતિ મંત્રીએ આપ્યા અભિનંદન
ગુજરાતમાં હડપ્પા કાળના શહેર ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં શામેલ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના સંગઠને ગત મંગળવારે આ માહિતી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોએ ટ્વિટ કરીને આ બાબતે જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં ભારતના કુલ 40 સ્થળોને વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં શામેલ કરી દેવામાં આવ્યા છે.
યુનેસ્કોએ કરેલ ટ્વિટમાં જણાવાયું છે કે, ધોળાવીરા, ભારતમાં હડપ્પાકાલીન શહેરને વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં હાલમાં જ શામેલ કરવામાં આવ્યું છે, અભિનંદન. ગુજરાતમાં અત્યાર સુધીમાં ત્રણ વર્લ્ડ હેરીટેઝ સાઇટ હતી જેમાં પાવાગઢ નજીકનું ચંપાનેર, પાટણમાં રાણીની વાવ અને ઐતિહાસિક શહેર અમદાવાદનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હેરીટેઝ સમિતિએ આ સત્રની અઘ્યક્ષતા ચીનમાં ફુઝોઉથી કરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગત 16 જુલાઈના રોજથી શરૂ કરવામાં આવી હતી અને એ આગામી 31 જુલાઈએ પૂર્ણ થશે. ભારતના સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતુંકે, મને ભારતવાસીઓને એ માહિતી આપતા અપાર હર્ષ થઈ રહ્યો છે કે હવે ધોળાવીરાના રૂપે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેઝ સાઈટના લિસ્ટમાં ભારતનું 40 મુ સ્થળ આવી ગયું છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, આજે ભારત માટે, ખાસ કરીને ગુજરાત માટે ગૌરવનો દિવસ છે. 2014 થી વર્લ્ડ હેરીટેઝ સાઇટના લિસ્ટમાં ભારતના 10 નવા સ્થળો શામેલ કરવામાં આવ્યા છે જે આપણા આવા સ્થળોનો ચોથો ભાગ છે.

દેશના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતમાં હડપ્પા કાળના શહેર ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં શામેલ કરવા બાબતે પ્રસન્નતા જાહેર કરી હતી. તેઓએ અમુક તસવીરો શેયર કરતા જણાવ્યું હતું કે તેઓ અભ્યાસ કરવાના સમયગાળામાં પ્રથમ વખત ધોળાવીરા ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓએ ધોળાવીરાના સંરક્ષણ માટે ઘણું કામ કર્યું હતું.
યુનેસ્કો શું છે ?

કોનફરન્સ ઓફ અલાઈડ મિનિસ્ટર્સ ઓફ એજ્યુકેશન (Conference of Allied Ministers of Education) એટલે કે CAME ના પ્રસ્તાવના આધાર પર એક શૈક્ષણિક સને સાંસ્કૃતિક સંગઠનની સ્થાપના કરવા માટે નવેમ્બર 1945 માં લંડનમાં સંયુક્ત રાષ્ટ્ર સંમેલન બોલાવવામાં આવ્યું હતું. સંમેલનના અંતમાં 16 નવેમ્બર 1945 ના રોજ યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી હતી

યુનેસ્કોનું મુખ્ય મથક પેરિસમાં આવેલું છે અને એ સિવાય વિશ્વમાં તેના 50 થી વધુ સ્થાનિક કાર્યાલય કાર્યરત છે. તેમાં 193 સદસ્યો દેશ તથા 11 સંબદ્ધ સદસ્ય (એપ્રિલ 2020 સુધી) છે અને તે સામાન્ય સંમેલન તથા કાર્યકારી બોર્ડના માધ્યમથી નિયંત્રિત હોય છે. યુનેસ્કોના સદસ્ય દેશોમાં શામેલ ત્રણ દેશ સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય નથી જેમાં કુક દ્વીપ (Cook Islands), નિઉએ (Niue) તથા પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સદસ્ય હોય તેવા ત્રણ દેશો ઇઝરાયેલ, લીકટેન્સટીન અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા યુનેસ્કોનાં સદસ્ય દેશ નથી.
0 Response to "ગુજરાતના પ્રખ્યાત ધોળાવીરાનો કરવામાં આવ્યો વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં સમાવેશ, સંસ્કૃતિ મંત્રીએ આપ્યા અભિનંદન"
ટિપ્પણી પોસ્ટ કરો