ICMRનો દાવો,ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર,જાણો બીજીની સરખામણીએ કેટલી ખતરનાક
કોરોના વાયરસની બીજી લહેર શાંત બની છે અને સાથે જ ત્રીજી લહેર દેશમાં માથું ઉચકી રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના મહામારી વિજ્ઞાન અને સંક્રામક રોગ વિભાગના પ્રમુખે કહ્યું કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. આ માટેનો સમય ઓગસ્ટ મહિનાના અંત સુધીનો માનવામાં આવી રહ્યો છે. તેઓએ કહ્યું કે અન્ય લહેરની સરખામણીએ આ થર્ડ વેવની અસર ઓછી જોવા મળશે. તેઓએ એમ પણ કહ્યું કે ત્રીજી લહેર દેશમાં જલ્દી જોવા મળી શકે છે.
ત્રીજી લહેર માટે ખાસ કરીને 4 ચીજો મુખ્ય છે જેનાથી બચવું જરૂરી
અન્ય એક ખાસ વાતચીતમાં ICMRના પ્રમુખનું કહેવું છે કે ત્રીજી લહેર માટે ખાસ કરીને 4 ચીજો મુખ્ય હોય છે. પહેલા પહેલી અને બીજી લહેરના સમયે જે ઈમ્યુનિટી મળી છે તેમાં ઘટાડો થઈ શકે છે. જેના કારણે ત્રીજી લહેર આવી શકે છે. આ સિવાય અન્ય કોઈ વેરિઅન્ટ જે પહેલાથી મળેલી ઈમ્યુનિટીને બાયપાસ કરી શકે છે. અને ત્રીજું કારણ એ છે કે નવા વેરિઅન્ટ ઈમ્યુનિટીને બાયપાસ કરતા નથી જેથી તે ઝડપથી ફેલાય છે. આ સિવાય એક કારણ એ પણ છે કે અનેક રાજ્યોમાં સમય પહેલાથી પ્રતિબંધો હટાવાય છે તો સંક્રમણની નવી લહેર જલ્દી જોવા મળી શકે છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને કહ્યું કે…
ત્રીજી લહેરને માટે ખાસ કરીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જવાબદાર હોઈ શકે છે આ સવાલના જવાબમાં તેઓએ કહ્યુ કે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બંને દેશમાં ફેલાઈ ચૂક્યા છે. તેઓએ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે હવે વધુ આ તરફનું સ્વાસ્થ્ય સંકટ રહેશે નહીં. હાલમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને કહ્યું કે દેશમાં ત્રીજી લહેર આવવાનું નક્કી છે અને સાથે જ તે જલ્દી આવશે તે પણ નક્કી છે. આઈએમએએ રાજ્યોને મહામારીના પ્રસારને રોકવાનારા પ્રતિબંધોને વધારે ઢીલ ન આપવાની અપીલ કરી હતી. આઈએમએ કહ્યું કે અમે મહામારીની ત્રીજી લહેરને ભૂલવાની ભૂલ ન કરવી તે જ યોગ્ય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું
દેશના અનેક ભાગમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ સરકારનું માનવું છે. 13 જુલાઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના અનેક ભાગમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો તેને કાબૂમાં લેવા માટે ખાસ પગલા નહીં લેવાય તો અત્યાર સુધીની તમામ મહેનત પર પાણી ફરી વળી શકે છે. દેશમાં મહામારીની સ્થિતિ પર પ્રેસ કોન્ફરન્સને સમયે નીતિ આયોગના સભ્ય વી કે પોલે પણ કહ્યું કે વિશઅવ સ્તરે કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. આ સાથે લોકોએ સુનિશ્ચિત રીતે રહેવાનો પ્રયાસ કરવો તેમાં સમજ દારી છે.
જાણો સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે શું કહ્યું
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે અમે દરેકને સૂચના આપીએ છીએ તે જ્યારે અમે કોરોનાની ત્રીજી લહેરની વાત કરીએ છીએ તો તેનાથી હવામાનની આગાહીની જેમ લઈએ છીએ અને તેની ગંભીરતા અને જવાબદારી સમજતા નથી. આપણો વ્યવહાર ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ICMRનો દાવો,ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર,જાણો બીજીની સરખામણીએ કેટલી ખતરનાક"
ટિપ્પણી પોસ્ટ કરો