21 મી સદીનું ભારત આજે મોટા લક્ષ્યો બનાવવાની અને તેમને હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે:PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021માં ગુજરાતના અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ શરૂ કર્યો હતો. આ સમારોહ 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત તે મુદ્દાઓને પણ ઉકેલી રહ્યું છે, જે દાયકાઓ, સદીઓથી ઉકેલવાની રાહ જોઈ રહ્યા હતા. કલમ 370 ને બદલવાનો ઐતિહાસિક નિર્ણય હોય, દેશને ટેક્સની જાળમાંથી મુક્ત કરનારી સિસ્ટમ – જીએસટી, આપણા સૈન્ય સાથીઓ માટે વન રેન્ક વન પેન્શન, અથવા રામજન્મભૂમિ કેસના શાંતિપૂર્ણ સમાધાન, આપણે થોડા વર્ષોથી આ બધું હકિકતમાં બનતા જોયું છે. પીએમ મોદીએ આ પ્રસંગે એક કવિતાનું પણ પઠન કર્યું હતું.
यही समय है, सही समय है,
भारत का अनमोल समय है.
असंख्य भुजाओं की शक्ति है,
हर तरफ़ देश की भक्ति है,
तुम उठो तिरंगा लहरा दो,
भारत के भाग्य को फहरा दो.
यही समय है, सही समय है,
भारत का अनमोल समय है.
कुछ ऐसा नहीं जो कर ना सको,
कुछ ऐसा नहीं जो पा ना सको,
तुम उठ जाओ, तुम जुट जाओ,
सामर्थ्य को अपने पहचानो,
कर्तव्य को अपने सब जानो,
भारत का ये अनमोल समय है,
यही समय है, सही समय है.
પીએમ મોદીએ કહ્યું, ભારત આજે જે પણ કામ કરી રહ્યું છે, તેમાં સૌથી મોટું લક્ષ્ય, જે ભારતને ક્વોન્ટમ જમ્પ આપવા જઈ રહ્યું છે – તે ગ્રીન હાઇડ્રોજનનો વિસ્તાર છે. આજે હું ત્રિરંગાની શાક્ષીએ રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી રહ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે, ભારતની પ્રગતિ માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે ભારત માટે Energy Independent હોવું જરૂરી છે. તેથી, આજે ભારતે એક સંકલ્પ લેવો પડશે કે આપણે ભારતને આઝાદીના 100 વર્ષ પહેલા Energy Independent બનાવીશું.
પીએમ મોદીએ કહ્યું, 21 મી સદીનું ભારત આજે મોટા લક્ષ્યો બનાવવાની અને તેમને હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. આજે, ભારત તે મુદ્દાઓને પણ ઉકેલી રહ્યું છે, જે દાયકાઓ, સદીઓથી ઉકેલવાની રાહ જોઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક શાળામાં પ્રથમ વખત દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ દેશની દીકરીઓ માટે પણ ખોલવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશ માટે ગૌરવની વાત છે પછી ભલે તે શિક્ષણ હોય કે રમતગમત, બોર્ડના પરિણામો હોય કે ઓલિમ્પિક મેડલ, આપણી દીકરીઓ આજે અદભૂત પ્રદર્શન કરી રહી છે. આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની જગ્યા લેવા આતુર છે.
પીએમ મોદીએ કહ્યું, આજે દેશમાં 21 મી સદીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે. જ્યારે ગરીબની પુત્રી, ગરીબનો પુત્ર માતૃભાષામાં અભ્યાસ કર્યા બાદ વ્યાવસાયિક બને છે, ત્યારે તેમની ક્ષમતા મુજબ ન્યાય થશે. હું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામે લડવાનું સાધન માનું છું.પીએમ મોદીએ કહ્યું, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બીજી ખાસ વાત છે. આમાં રમતગમતને મુખ્ય પ્રવાહના શિક્ષણનો એક ભાગ બનાવવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું, આજે વિશ્વ પણ સાક્ષી છે કે ભારત અહીં શાસનનો નવો અધ્યાય કેવી રીતે લખી રહ્યો છે. હું આજે તમામ વિભાગોને આહવાન કરું છું, પછી તે કેન્દ્ર હોય કે રાજ્ય, તમામ સરકારી કચેરીઓ. અહીં નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરવા માટે એક ઝુંબેશ ચલાવો. આપણે દરેક નિયમ, દરેક પ્રક્રિયા કે જે દેશની જનતા સમક્ષ અડચણરૂપ, બોજ તરીકે ઉભી છે તેને દૂર કરવી પડશે.
પીએમ મોદીએ કહ્યું, અમે જોયું છે કે, કોરોના સમયગાળામાં જ હજારો નવા સ્ટાર્ટ-અપની રચના થઈ છે, તેઓ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. આવતીકાલના સ્ટાર્ટઅપ્સ આજના યુનિકોર્ન બની રહ્યા છે. તેમની બજાર કિંમત હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહી છે.

પીએમ મોદીએ કહ્યું, આપણે સાથે કામ કરવું પડશે, નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ માટે આપણે સાથે કામ કરવું પડશે. કટીંગ એજ ઇનોવેશન માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે અને ન્યૂ એજ ટેકનોલોજી માટે આપણે સાથે કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું, અમારા ગામમાં 8 કરોડથી વધુ બહેનો છે જે અમારા સેલ્ફ હેલ્પ ગૃપ સાથે સંકળાયેલી છે, તેઓ એકથી વધુ પ્રોડક્ટ બનાવે છે. હવે સરકાર દેશ અને વિદેશમાં મોટું બજાર મેળવવા માટે તેમના ઉત્પાદનો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે. પીએમ મોદીએ કહ્યું, દેશના જે જિલ્લાઓ માટે માનવામાં આવતું હતું કે તેઓ પાછળ રહી ગયા છે, અમે તેમની આકાંક્ષાઓ પણ જાગૃત કરી છે. દેશના 110 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રસ્તા, રોજગાર સંબંધિત યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આમાંના ઘણા જિલ્લાઓ આદિવાસી વિસ્તારોમાં છે.
0 Response to "21 મી સદીનું ભારત આજે મોટા લક્ષ્યો બનાવવાની અને તેમને હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે:PM"
ટિપ્પણી પોસ્ટ કરો